Home> Business
Advertisement
Prev
Next

4 વાગે નાણામંત્રીની પત્રકાર પરિષદ, ચોથા આર્થિક પેકેજની કરશે જાહેરાત

નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) આજે એટલે કે શનિવારે સાંજે 4 વાગે પત્રકાર પરિષદ કરશે. નાણામંત્રી પત્રકાર પરિષદ કરી આજે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજના ચોથા ભાગની વિસ્તૃત માહિતી આપશે.

4 વાગે નાણામંત્રીની પત્રકાર પરિષદ, ચોથા આર્થિક પેકેજની કરશે જાહેરાત

નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) આજે એટલે કે શનિવારે સાંજે 4 વાગે પત્રકાર પરિષદ કરશે. નાણામંત્રી પત્રકાર પરિષદ કરી આજે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજના ચોથા ભાગની વિસ્તૃત માહિતી આપશે. તે પહેલાં તે રાહત પેકેજના ત્રણ તબક્કાની જાહેરાત કરી ચૂક્યા છે. 

fallbacks

કૃષિ ક્ષેત્ર માટે 1 લાખ કરોડની જાહેરાત, ડેરી, પશુપાલન સહિત ઘણી યોજનાઓ માટે પેકેજ

શુક્રવારે રાહત પેકેજના ત્રીજા તબક્કામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કૃષિ ઇંફ્રાને લઇને 1 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે એસેંશિયલ કોમોડિઝ એક્ટમાં ફેરફાર, ખેડૂતોને સારા ભાવ માટે કાયદો બનાવવા, ફિશરીઝ માટે 20 કરોડ રૂપિયા અને નાના અને મધ્યમ ફૂડ પ્રોસેસિંગ યૂનિટને સબસિડી આપવાની જાહેરાત કરી છે. 

PMAY સ્કીમ: અફોર્ડેબલ હાઉસિંગમાં ઘર ખરીદનારાઓને નાણામંત્રીએ આપ્યા Good News

પહેલા બે દિવસમાં શું કરી જાહેરાત
નાણામંત્રીએ પહેલાં દિવસે મધ્યમ, લધુ અને સૂક્ષ્મ ઉદ્યોગો માટે જાહેરાત કરી હતી. રાહત પેકેજમાં મોદી સરકારે બિન નાણાકીય કંપનીઓ માટે પણ લિક્વિડિટીની જાહેરાત કરી છે. જ્યારે બીજા દિવસે જાહેરાતમાં નાણામંત્રીએ પ્રવાસી મજૂર્ને બે મહિના સુધી મફતમાં અનાજથી માંડીને નાના અને સીમાંત ખેડૂતો માટે ઘણી મોટી જાહેરાતો કરી. આ ઉપરાંત વન નેશન વન રાશન કાર્ડ સહિત અન્ય ઘણી મોટી જાહેરાતો સામેલ છે. 

નિર્મલા સીતારમણની પત્રકાર પરિષદની 10 મોટી વાતો, જાણો કોને શું મળ્યું

તમને જણાવી દઇએ કે કોરોના વાયરસના લીધે દેશની બગડેલી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે પીએમ મોદી (PM Modi)એ 20 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. આ રાહત પેકેજ ભારતની જીડીપી (GDP)નું 10 ટકા છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More