ગૌરવ પટેલ/અમદાવાદઃ અમદાવાદમાં કોરોના વાયરસના સંક્રમિતોની સારવાર સિવિલ અને એસવીપી હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. સિવિલમાં સરકાર દ્વારા 1200 બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. એક તરફ અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે તો મૃત્યુઆંક પણ ઊંચો છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓમાં આ મૃત્યુઆંક વધુ જોવા મળ્યો છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સિવિલ હોસ્પિટલના તંત્ર પર ગંભીર આરોપ લગાવ્યા છે.
શુ કહ્યુ ખેડાવાલાએ
ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કહ્યુ કે, સિવિલ પાકિસ્તાનમાં નહીં પણ ભારતના ગુજરાત અને અમદાવાદમાં આવી છે. એશીયાની આ સૌથી મોટી હોસ્પીટલમાં દર્દીને યોગ્ય સારવાર મળતી નથી. આમ જમાલપુરના ધારાસભ્યએ ફરી હોસ્પિટલ પર સવાલ ઉઠાવ્યા છે. સિવિલ હોસ્પીટલમા થઇ રહેલી દર્દીઓની અયોગ્ય સારવાર અને તંત્રની બેદરકારી મુદ્દે સત્તાધીશોની લાલીયાવાડીને ટાર્ગેટ કરતાં ઇમરાન ખેડાવાલાએ ક્હ્યુ કે, સિવિલમાં તંત્રની બેદરકારીના કારણે દર્દીઓની મોતની સંખ્યા વધી રહી છે. પણ સત્તાધીશોના પેટનુ પાણી હલતુ નથી.
આજ સવારથી લઇ અત્યાર સુધીમાં દર્દીઓની માહિતી સગાઓને આપવામાં આવતી નથી. જો કોઇ દર્દી મૃત્યુ પામે તો પણ ચાર થી પાંચ કલાક સુધી સગા સંબંધીઓને માહિતી આપવામાં આવતી નથી. આજે દસ લોકોના સિવિલમાં મોત થયાનો તેમણે દાવો કર્યો અને તેમના સંબંધીએને માહિતી ન આપતો હાવાનો આક્ષેપ પણ તત્રની કામગીરીને ભગવાન માફ નહી કરે.
જે દર્દીઓ ને સિવિલમાં મોકલ્યા છે તેમને સંતોષકારક સરવાર મળી નથી. ખેડાવાલાએ રાજ્યના આરોગ્ય સચિવને પોઝિટિવ દર્દીના આકડા સાથે કઇ હોસ્પીટલમા કેટલા બેડ કેટલા આઇસીયુ બેડ કેટલા વેન્ટીલેટર ખાલી છે તેની માહિતી આપવા માગં કરી છે. લોકો જે સરકારી હોસ્પીટલમાં જાય તે હોસ્પીટલમાં દર્દીને જગ્યા મળતી નથી. ખેડાવાલાએ સિવિલમાં યોગ્ય સારવાર અને દર્દીનો સગાને સમય સર માહિતિ મળે તે માટે આરોગ્ય મંત્રી પણ રજૂઆત કરી છે. મહત્વનું છે કે, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમણે એસવીપી હોસ્પિટલમાં સારવાર લીધી અને તેઓ સાજા થઈને પરત ફર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે