Home> Business
Advertisement
Prev
Next

વિદેશી રોકાણકારો આ 4 શેરમાં વધારી રહ્યા છે હોલ્ડિંગ, 35 રૂપિયાથી ઓછી છે કિંમત

FIIs Investment: ચોખા, ઘઉં અને અન્ય અનાજના ઉત્પાદનવાળી આ કંપનીમાં FIIsએ પોતાની હોલ્ડિંગ 2.79%થી વધારીને 5.63% કર્યું છે. આ કંપની પર દેવાનો બોઝ નથી અને તેનો માર્કેટ કેપ 1519 કરોડ રૂપિયા છે.

વિદેશી રોકાણકારો આ 4 શેરમાં વધારી રહ્યા છે હોલ્ડિંગ, 35 રૂપિયાથી ઓછી છે કિંમત

FIIs Investment: ભારતીય શેરબજારમાં ઘટાડા છતાં વિદેશી રોકાણકારો (FII)એ કેટલાક સસ્તા શેરોમાં તેમનો હિસ્સો વધાર્યો છે. તેમાં ઘણા એવા શેર સામેલ છે જેની કિંમત 35 રૂપિયાથી ઓછી છે. ચાલો આ શેરો વિશે જાણીએ, જે રોકાણકારો માટે રસપ્રદ સાબિત થઈ શકે છે.

fallbacks

બજાજ હિન્દુસ્તાન સુગર લિમિટેડ (Bajaj Hindusthan Sugar Ltd)
સુગર અને એથેનોલ સેક્ટરમાં આ કંપનીમાં વિદેશી રોકાણકારોએ પોતાની હોલ્ડિંગ 2.63%થી વધારીને 4.32% કરી છે. કંપનીનો માર્કેટ કેપ 4384 કરોડ રૂપિયા છે અને તેનો પીઈ રેશ્યો 139.71 છે. છેલ્લા 5 વર્ષમાં આ શેરે 400%થી વધારાનું રિટર્ન આપ્યું છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ તેમાં રસ દાખવ્યો છે અને 7.99% હિસ્સેદારી ધરાવે છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ શેરની કિંમત 33.67 રૂપિયા હતી.

આ IPOsની લિસ્ટિંગ ગેઇન જાણીને તમારી આંખો ખુલ્લી જ રહી જશે, રોકાણકારો થયા માલામાલ

શ્રેષ્ઠ ફિનવેસ્ટ લિમિટેડ (Srestha Finvest Ltd)
માઇક્રોકેપ પેની સ્ટોક શ્રેષ્ઠ ફિનવેસ્ટે વિદેશી રોકાણકારોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. તેની કિંમત માત્ર 0.63 રૂપિયા છે અને FII એ તેમાં 0.53% હિસ્સેદારી હાસિલ કર્યું છે, જે 86,69,122 શેરની સમકક્ષ છે. ઓછી કિંમત અને વિદેશી સમર્થન તેને રોકાણકારો માટે સંભવિત આકર્ષક વિકલ્પ બનાવે છે. આ જ કારણ છે કે આજે આ સ્ટોક અપર સર્કિટમાં પ્રવેશ્યો છે.

પ્રિતિકા ઓટો ઇન્ડસ્ટ્રી લિમિટેડ (Pritika Auto Industries Ltd) 
ઓટોમેટિવ પાર્ટસ અને ઈન્જિનિયરિંગ ગુડ્સનું ઉત્પાદન કરતી આ કંપનીમાં FIIએ Q2 FY25માં પોતાની હિસ્સેદારી 4.07% વધારીને 7.27% કર્યું છે. તેનું માર્કેટ કેપ 406 કરોડ રૂપિયા છે. આ શેર છેલ્લા એક વર્ષમાં 22.89 રૂપિયાના ન્યૂનતમ અને 53.50ના રૂપિયા મહત્તમ લેવરે પહોંચ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી તેનો શેર 26.44 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો.

16 રૂપિયાનો મલ્ટિબેગર શેરે ફરીથી લગાવી અપર સર્કિટ, એક વર્ષમાં 284%નું આપ્યું રિટર્ન

મિષ્ટાન ફૂડ્સ લિમિટેડ (Mishtann Foods Ltd)
1981માં સ્થપાયેલી આ કંપનીએ ચોખા, ઘઉં અને અન્ય અનાજના ઉત્પાદનમાં પોતાનું જગ્યા બનાવી છે. વિદેશી રોકાણકારોએ આ કંપનીમાં પોતાનું હોલ્ડિંગ 2.79%થી વધારીને 5.63% કર્યું છે. કંપની પર દેવાનો બોજ નથી અને તેનું માર્કેટ કેપ રૂ. 1,519 કરોડ છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ કંપનીના એક શેરની કિંમત 14.09 રૂપિયા હતી.

વિદેશી રોકાણકારો દ્વારા આ સસ્તા શેરોમાં હિસ્સો વધારવો એ સંકેત મળે છે કે આ કંપનીઓ ભવિષ્યમાં સારું પ્રદર્શન કરી શકે છે. જો કે, રોકાણ કરતા પહેલા, વ્યક્તિએ કંપનીઓની નાણાકીય સ્થિતિ અને બજારની અન્ય સ્થિતિઓ તપાસવી જોઈએ.

Disclaimer: અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More