સાબરકાંઠાઃ 6000 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડીને ફરાર થયેલા ભૂપેન્દ્રસિંહ ઝાલાની જાહોજલાલી વિશે તો તમે બહુ બધુ જાણતા હશો.. લાખો રૂપિયાની ગાડીઓ, વૈભવી બંગલા અને લોકોની મહેનતના પૈસાની મોજ.. આ બધુ ભૂપેન્દ્રસિંહ ઝાલા માટે સામાન્ય હતું.. ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઝડપી પાડવા માટે CID રોજ તપાસનો ધમધમાટ કરી રહી છે.. તો બીજી તરફ પોન્ઝી સ્કીમના ખુલાસાના આટલા દિવસ બાદ અચાનક જ BZ કંપનીનો CA ઋષિત મહેતા સામે આવ્યો છે.. સમગ્ર કૌભાંડને લઈને ઋષિત મહેતાનું શું કહેવું છે અને CIDની તપાસ ક્યાં સુધી પહોંચી,, જુઓ આ રિપોર્ટમાં..
આ વ્યક્તિ જેની વાત કરી રહ્યા છે એનું નામ છે BZ કંપનીના માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલા.. અને આ વ્યક્તિ છે BZ કંપનીના CA ઋષિત મહેતા.. પોન્ઝી સ્કીમમાં 6000 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યા બાદ ફરાર થયેલા ભૂપેન્દ્ર ઝાલાના CA એક સપ્તાહ પછી મીડિયા સામે આવ્યા અને BZ કંપનીમાં તેમનો શું રોલ છે તેમના વિશે વાત કરી.
હવે આ વીડિયો જુઓ.. આ રીલ જોઈને તમને લાગતું હશે કે આ કોઈ કરોડપતિ બાપનો નબીરો હશે જે પોતાના પિતાના રૂપિયા પર મોજ કરતો હશે પરંતુ, આ વીડિયોની હકીકત કંઈક અલગ છે.. હકીકતમાં આ વીડિયો ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઓફિસમાં કામ કરતા ઓફિસ બોયનો છે... આ વીડિયો સોશ્યલ મીડિયામાં હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.. આ વીડિયો પરથી જ અનુમાન લગાવી શકાય છેકે, ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે કામ કરતા ઓફિસ બોયએ પણ જાહોજલાલી જ ભોગવી છે..
BZ પોન્ઝી સ્કીમ મામલે CA ઋષિત મહેતાનું નિવેદન કહ્યું, આ બાબતે હું અજાણ છું #Gujarat #BZGroupScam #News #Aravalli pic.twitter.com/ZYVlerY8BL
— Zee 24 Kalak (@Zee24Kalak) December 2, 2024
એટલું જ નહીં ભૂપેન્દ્રસિંહ ઝાલાના નવાબી શોખનો પણ એક બોલતો પુરાવો સામે આવ્યો છે.. ભૂપેન્દ્રસિંહ ઝાલા પોતાના મોબાઈલ ફોન કરતા મોંઘા તો મોબાઈલના કવર રાખતો હતો.. જી હાં, સોનાથી BZ લખાણવાળા મોબાઈલના ખાસ કવર તૈયાર કરાવતો હતો.. પાંચથી 11 તોલા સોનામાં આ કવર તૈયાર કરવામાં આવતા હતા.. ભૂપેન્દ્રસિંહ ઝાલાના મોબાઈલના કવરની કેટલીક તસવીરો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ છે..
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાનો શિક્ષક કલ્પેશ ખાંટ પણ BZ ગ્રુપ સાથે જોડાયેલો હોવાની માહિતી સામે આવી છે.. કલ્પેશ ખાંટના BZ કંપનીમાં રોકાણ બાદ ગિફ્ટ સાથેની કેટલીક તસવીરો સામે આવી હતી.. કલ્પેશ ખાંટ BZના એજન્ટ મયુર દરજીનો સહયોગી હોવાનું પણ સામે આવ્યું છે.. ઝાલોદ તાલુકાની બોનીબેન એમ શેઠ કન્યાશાળામાં ફરજ બજાવતો શિક્ષક કલ્પેશ ખાંટ 14 જૂનથી 31 ઓક્ટોબર સુધી કપાત પગારની રજા પર હતો.. જોકે, હાલ કલ્પેશ ખાંટ ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાની માહિતી સામે આવી છે..
આ પણ વાંચોઃ STના જુનિયર ક્લાર્કે લોકોને ફસાવ્યા, ડ્રોના નામે લોકો સાથે કરી ઠગાઈ, થયો ફરાર
સરકારી શિક્ષકો ભૂપેન્દ્ર ઝાલાના એજન્ટ તરીકે કામ કરતાં હતા.. અન્ય શિક્ષકોને bzમાં રોકાણ કરાવતાં હતા.. શિક્ષકો અને નિવૃત્ત કર્મચારીઓએ લાખોનું રોકાણ કર્યું હતું.. શિક્ષક એજન્ટના ખુલાસા થતાં આ એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.. જે શિક્ષકો એજન્ટ તરીકે કામ કરતાં હતા તેમાંથી મોટા ભાગના અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાનું હોવાનું સામે આવ્યું છે..
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે