Home> Business
Advertisement
Prev
Next

HDFC ના પૂર્વ ચેરમેનનો પ્રથમ ઓફર લેટર વાયરલ, જાણો 1978માં કેટલો હતો પગાર?

Deepak Parekh Offer Letter: વાયરલ લેટર પરથી જાણવા મળ્યું કે પારેખને તે સમયે HDFCમાં ડેપ્યુટી જનરલ મેનેજરના પદની ઓફર કરવામાં આવી હતી. ઓફર લેટર મુજબ, તે સમયે પારેખનો મૂળ પગાર 3,500 રૂપિયા હતો અને મોંઘવારી ભથ્થું 500 રૂપિયા હતું.

HDFC ના પૂર્વ ચેરમેનનો પ્રથમ ઓફર લેટર વાયરલ, જાણો 1978માં કેટલો હતો પગાર?

નવી દિલ્હીઃ HDFC Bank Share Price: એચડીએફસી અને એચડીએફસી લિમિટેડના મેગા મર્જર બાદ બેંકના પૂર્વ ચેરમેન વિશે અનેક પ્રકારની માહિતી બહાર આવી રહી છે. HDFCના ભૂતપૂર્વ ચેરમેન દીપક પારેખે 30 જૂનના રોજ મેગા મર્જર પહેલાં તેમની નિવૃત્તિની જાહેરાત કરી અને એક ભાવનાત્મક નોંધ શેર કરી. પારેખે કહ્યું કે હવે તેમના માટે આરામ કરવાનો સમય આવી ગયો છે. આ નોંધ શેર કરવાની સાથે તેણે કહ્યું કે એચડીએફસીના શેરધારકો માટે આ મારો છેલ્લો સંદેશ હશે. તમે સંપૂર્ણ આશા રાખી શકો છો કે અમે વિકાસ અને સમૃદ્ધિના ખૂબ જ આકર્ષક ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ.

fallbacks

1978નો ઓફર લેટર વાયરલ થઈ થયો
આ પછી, એક પોસ્ટમાં દીપક પારેખનો 1978નો ઓફર લેટર વાયરલ થયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. તેઓ 1978માં સંગઠનમાં જોડાયા હતા. વાયરલ થઈ રહેલો લેટર 19 જુલાઈ 1978ના રોજ જારી કરવામાં આવ્યો છે, આ ઓફર લેટર પારેખ માટે હતો. તેને જોવા પરથી જાણવા મળ્યું કે તેને HDFCમાં ડેપ્યુટી જનરલ મેનેજરના પદની ઓફર કરવામાં આવી હતી. ઓફર લેટર મુજબ, તે સમયે પારેખનો મૂળ પગાર 3,500 રૂપિયા હતો અને મોંઘવારી ભથ્થું 500 રૂપિયા હતું. આ સિવાય તે 15 ટકા હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA)મળતું હતું.

પારદર્શી રહેવા માટે અટલ રહ્યાં
વાયરલ થઈ રહેલા પત્ર મુજબ પારેખને નિયમો મુજબ પીએફ, ગ્રેચ્યુઈટી, મેડિકલ બેનિફિટ અને એલટીએનો લાભ મળતો હતો. એચડીએફસી દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે દીપક પારેખના રહેણાંક ટેલિફોનનો ખર્ચ ભરપાઈ કરવામાં આવશે. 78 વર્ષીય પારેખે તાજેતરમાં નિવૃત્તિ પછી શેરધારકોને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે સંસ્થા મર્જરની સમગ્ર પ્રક્રિયા દરમિયાન પારદર્શક બનવાની પ્રતિબદ્ધતામાં અડગ રહી છે.

આ પણ વાંચોઃ બમ્પર કમાણીની તક! આગામી સપ્તાહે ખુલશે બે આઈપીઓ,  65% GMP પર ટ્રેડ થઈ રહ્યાં છે શેર

તાજેતરમાં, વિશ્વના સૌથી મોટા મર્જરની પૂર્ણાહુતિ પર, તેમણે કહ્યું કે તમામ નિયમોનું હિતધારકો માટે નજીકથી પાલન કરવામાં આવ્યું છે. અમે આ પ્રક્રિયા દરમ્યાન પારદર્શક રહેવાની અમારી પ્રતિબદ્ધતામાં અડગ રહ્યા છીએ. તેમણે એમ પણ કહ્યું કે જે કર્મચારીઓને HDFC બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવે છે તેઓ જાણે છે કે તમે હંમેશા તમારી સાથે 'HDFC' નું અદમ્ય ચિહ્ન રાખશો. પરિવર્તન અપનાવો, એક ટીમ તરીકે કામ કરવાનું ચાલુ રાખો. એકબીજાને ટેકો આપો. તમને જણાવી દઈએ કે 12 જુલાઈએ HDFCના શેરનો સ્ટોક એક્સચેન્જમાં ટ્રેડિંગનો છેલ્લો દિવસ હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More