અમદાવાદઃ ગંભીર નાણાકીય ગેરરીતિઓની તપાસ વચ્ચે, કેન્દ્ર સરકારે કંપની અને તેની 10 પેટાકંપનીઓ અને કેટલાક વ્યક્તિઓના બેંક ખાતા અને લોકર્સ ફ્રીઝ કરવાની મંજૂરી મેળવી લીધી છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) ની અમદાવાદ બેન્ચે આ આદેશ આપ્યો. તમને જણાવી દઈએ કે કંપનીના શેરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એક સમયે કંપનીના શેરની કિંમત 1100 રૂપિયાથી ઉપર હતી જે હવે 60 રૂપિયા પર પહોંચી ગઈ છે.
શું છે મામલો
આ કંપની Gensol Engineering છે. NCLT ને જાણવા મળ્યું કે કંપની દ્વારા ચોક્કસ હેતુઓ માટે એકત્ર કરાયેલા ભંડોળ ગેરકાયદેસર રીતે સંબંધિત પક્ષોને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જે કંપની અધિનિયમ, 2013નું સીધું ઉલ્લંઘન છે. NCLT ના આદેશમાં જણાવાયું છે કે કંપનીઓ દ્વારા એકત્ર કરાયેલા નાણાં ખોટી રીતે સંબંધિત પક્ષોને મોકલવામાં આવ્યા હતા, જે કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે.
કઈ ગેરરીતિઓ પ્રકાશમાં આવી -
ફંડ ડાયવર્ઝન (ખોટી જગ્યાએ પૈસા મોકલવા)
નાણાકીય અહેવાલોમાં ભૂલો
શેરના ભાવમાં હેરાફેરી
આ પણ વાંચોઃ Mediclaim અને Health Insurance માં શું હોય છે તફાવત? તમારા માટે શું ફાયદાકારક
કોર્પોરેટ ગવર્નંસનું ઉલ્લંઘન
આ બધા આરોપ Ministry of Corporate Affairs (MCA), SEBI, અને SFIO (Serious Fraud Investigation Office) ના રિપોર્ટના આધારે લગાવવામાં આવ્યા છે. MCA એ 10 જરૂરી પગલા ભરવાની માંગ કરી હતી, જેને NCLTએ મંજૂરી આપી. .RBI અને Indian Banks’ Association ને આ કંપનીઓ અને વ્યક્તિઓના બેંક એકાઉન્ટ અને લોકરને ફ્રીઝ કરવાનો આદેશ. સંપત્તિ, સિક્યોરિટી અને કિંમતી સામાન વેચવા, ગિરવે રાખવા કે ટ્રાન્સફર કરવા પર પ્રતિબંધ.
ડાયરેક્ટર્સની વ્યક્તિગત જવાબદારી પણ નક્કી થઈ શકે છે
MCA એ કંપનીઝ એક્ટની કલમ 339 લાગુ કરી છે, જે હેઠળ કંપનીના ડિરેક્ટરો અને અધિકારીઓ જો છેતરપિંડી સાબિત થાય તો દેવા માટે વ્યક્તિગત રીતે જવાબદાર ગણી શકાય છે.
Insolvency અને જૂની કાર્યવાહી
-IREDA (Indian Renewable Energy Development Agency) એ ₹510 કરોડની લોન ડિફોલ્ટને લઈને જેન્સોલ વિરુદ્ધ નાગારી પ્રક્રિયા શરૂ કરી છે. SEBI એ 15 એપ્રિલે જેન્સોલના ફાઉન્ડર્સ અનમોલ અને પુનીત જગ્ગીને શેર બજારમાં ટ્રેડિંગ અને કોઈ લિસ્ટેડ કંપનીમાં ડાયરેક્ટર બનતા રોક્યા હતા.
SEBI ના રિપોર્ટ અનુસાર તેણે PFC અને IREDA પાસેથી લીધેલી લોનનો ઉપયોગ અંગત ખર્ચ માટે કર્યો.
આગામી સુનાવણી
આ કેસની આગામી સુનાવણી 3 જૂને થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે