Home> Gujarat
Advertisement
Prev
Next

આ પાર્ટીમાંથી ગુજરાતની સૌથી લોકપ્રિય સિંગરે માંગી ટિકિટ; કડી બેઠક પર ટિકીટનો ભારે બોલબોલા!

Kadhi-Visavadar Assembly By-Election: ગુજરાતમાં રાજકીય ગરમાવો ચરમસીમા પર છે, કારણ કે કડી અને વિસાવદર બેઠક માટે કોને ચૂંટણી મેદાને ઉતારવા તે મુદ્દે ભાજપે કવાયત શરૂ કરી છે. બંને બેઠકો પર સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ છે. નીરિક્ષકોના રિપોર્ટ આધારે ઉમેદવાર પસંદ કરવા ગાંધીનગરમાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવા જઈ રહી છે. 

આ પાર્ટીમાંથી ગુજરાતની સૌથી લોકપ્રિય સિંગરે માંગી ટિકિટ; કડી બેઠક પર ટિકીટનો ભારે બોલબોલા!

Assembly By-Election: કડી વિધાનસભા બેઠક માટે ભાજપે નિરીક્ષકો મોકલી સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. ભાજપના દલિત નેતા-ધારાસભ્યો પોતાના માનીતાને ટિકીટ અપાવવા મથામણ કરી રહ્યાં છે. એક ગુજરાતી મહિલા સિંગરે પણ પોતાની દાવેદારી નોંધાવી હતી. સૂત્રો જણાવી રહ્યા છે કે આ દાવેદારોમાં ગુજરાતી લોકગાયક કાજલ મહેરિયાનું નામ પણ ચર્ચામાં છે. તેમણે કડી બેઠક માટે ભાજપમાંથી ટિકિટ માંગી છે અને જણાવ્યું છે કે, તેઓ છેલ્લા 15-20 વર્ષથી ભાજપ સાથે નિષ્ઠાપૂર્વક સંકળાયેલા છે. તેમની દાવેદારીએ ભાજપના આંતરિક વર્તુળોમાં રસ જગાવ્યો છે.

fallbacks

અમદાવાદીઓ AMCના ભરોસે ના રહેતા; સામાન્ય વરસાદમાં આખું શહેર પાણી પાણી! જુઓ તસવીરોમાં

કડી વિધાનસભાની ચૂંટણીમાં લોક ગાયક કાજલ મહેરિયા પણ દાવેદારી કરી છે. કાજલ મહેરિયાએ જણાવ્યું હતું કે, રાજકારણમાં જઈને વધુ સેવા કરવાની ઈચ્છા છે. છેલ્લા 20 વર્ષથી પાર્ટી સાથે જોડાયેલી છું. ગાયક તરીકે સેવા કરૂ છું, પણ રાજકારણમાં આવીને વધુ સેવા કરવા માગું છું. પાર્ટી મને મોકો આપશે તો વધુમાં વધુ લોકોની સેવા કરીશ. જોકે, દાવેદારોનો જાણે રાફડો ફાટ્યો હતો જે જોઈને નીરિક્ષકો પણ ચોંકી ઉઠ્યા હતાં. કડી બેઠક પર ગુજરાત કલાકાર હિતુ કનોડિયાનું નામ મોખરે છે જ્યારે વિસાવદર બેઠક પર આપમાંથી રાજીનામુ આપી કેસરિયો ખેસ ધારણ કરનારાં ભૂપત ભાયાણી અને પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયાનું નામ ચર્ચાઇ રહ્યું છે. અત્યારે તો ભાજપ કોર્ને ટિકીટ આપશે તે મામલે રાજકીય અનુમાનો લગાવવામાં આવી રહ્યાં છે. જો ભાજપ આ બંને બેઠકો જીતે વિધાનસભામાં ધારાસભ્યોનું સંખ્યા બળ વધીને 163 થઈ જશે.

રાતોરાત એક ઝટકે સોનાના ભાવમાં ધરખમ ઘટાડો, ઘટેલા ભાવે સોનું લેવાની તક, જાણો રેટ

ભાજપની સઘન સેન્સ પ્રક્રિયા...
ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સઘન સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી આ પ્રક્રિયામાં કુલ 70 જેટલા દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે, જે ટિકિટ મેળવવા માટેની આંતરિક સ્પર્ધાની તીવ્રતા દર્શાવે છે. આ પ્રક્રિયામાં કડી બેઠક માટે ભાજપના પ્રદેશ પ્રભારી તરીકે સુરેશ પટેલ અને દશરથ ઠાકોરને, જ્યારે સંયોજક-સહ સંયોજક તરીકે વિનોદ પટેલ અને હિમાંશુ ખમારને નિમાયા છે.

બનાસકાંઠામાં વીજળીના કડાકા સાથે પડ્યો આફતનો વરસાદ; આગામી 2 દિવસ આ વિસ્તારોમાં થશે...

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યની બે વિધાનસભા બેઠકો વિસાવદર અને કડી વિધાનસભા પેટા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ભારતનાં ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર 19 જૂન, 2025ના રોજ મતદાન યોજાશે અને 23 જૂનના રોજ મતગણતરી કરી પરિણામ જાહેર કરવામાં આવશે. 

ક્યાં પડ્યો કેટલો વરસાદ? શું છે હાલની ગુજરાતમાં સ્થિતિ? આગામી બે કલાક ખુબ જ ભારે!

કડી બેઠક ખાલી પડવાનું કારણ અને ભવિષ્યની અનિશ્ચિતતા...
મહત્વપૂર્ણ છે કે કડી વિધાનસભા બેઠક પૂર્વ ધારાસભ્ય કરસન સોલંકીના અવસાનને કારણે ખાલી પડી છે. આ પેટાચૂંટણી (By-Election) આ બેઠકના રાજકીય ભવિષ્યનો નિર્ણય કરશે. હાલની સ્થિતિએ ભાજપ કે કોંગ્રેસ, બંને પક્ષો દ્વારા કોઈ પણ ઉમેદવારની પસંદગી જાહેર કરવામાં આવી નથી. બંને પક્ષોમાં દાવેદારોની સંખ્યા વધુ હોવાથી, ટિકિટ કોને મળશે તે એક ચર્ચાનો વિષય બન્યો છે. આગામી દિવસોમાં બંને પક્ષો દ્વારા ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવે તે પછી જ રાજકીય ચિત્ર વધુ સ્પષ્ટ બનશે અને આ પેટાચૂંટણી (By-Election)નું પરિણામ શું આવશે તે જોવું રસપ્રદ રહેશે.

ડિંગુચા કેસમા મોટા અપડેટ; 4 લોકોની જિંદગી છીનવનાર હર્ષ પટેલને થશે મોટી સજા! જાણો કેસ

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના દાવેદારોના નામ
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના દાવેદારોના નામ સામે આવ્યા છે. પાટીદાર મતદારોના પ્રભુત્વ વાળી બેઠક પર પાટીદાર દાવેદારોના નામ સામે આવ્યા છે. જિલ્લા પંચાયત સભ્ય કરશન વડોદરીયા ચૂંટણી લડવા દાવેદારી કરી છે. (તેમના પત્ની 2022 માં આ બેઠક પર ચૂંટણી લડ્યા હતા). જિલ્લા કોંગ્રેસ ઉપ પ્રમુખ ભરત વિરડીયા પણ દાવો કરી રહ્યા છે. ભેંસાણ તાલુકા સભ્ય ભાવેશ ત્રાપસીયા અને ભેંસાણ તાલુકા પ્રમુખ નીતિન રાણપરીયા પણ દાવેદાર કરી રહ્યા છે. ડૉ.રતિ ડોબરીયાએ પણ કોંગ્રેસના ઉમેદવાર બનવા દાવેદારી કરી છે. છેલ્લા દોઢ દાયકાથી સત્તા વિરોધી મતદાન કરતી બેઠક પર ત્રિપાંખિયો જંગ જામશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More