Home> Business
Advertisement
Prev
Next

સતત તૂટી રહ્યો છે આ શેર, 1377 રૂપિયાથી ઘટી 73 રૂપિયા થયો ભાવ, રડાર પર છે કંપની

શેર બજારમાં એક કંપનીના શેરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ કંપની સેબીની તપાસનો સામનો કરી રહી છે. કંપનીના પ્રમોટર પર ગંભીર આરોપ લાગ્યા બાદ શેરનો ભાવ ઘટી રહ્યો છે.

સતત તૂટી રહ્યો છે આ શેર, 1377 રૂપિયાથી ઘટી 73 રૂપિયા થયો ભાવ, રડાર પર છે કંપની

Gensol Engineering Share: સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ શુક્રવારે શેર બજારમાં તેજી રહી પરંતુ જેન્સોલ એન્જિનિયરિંગ લિમિટેડના શેરમાં બિકવાલી જોવા મળી હતી. ટ્રેડિંગના અંતમાં શેર 5 ટકા તૂટી 74.0 રૂપિયા પર બંધ થયો હતો. એક વર્ષ પહેલા આ સ્ટોકે ઈન્વેસ્ટરોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું હતું. હકીકતમાં કંપનીના શેર 2019મા 21 રૂપિયા પર હતા, જે 6457 ટકા વધી ફેબ્રુઆરી 2024મા 1377 રૂપિયાના ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા હતા. પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી શેરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને તે પોતાના ઓલ ટાઈમ હાઈ 1377 રૂપિયાથી 94.66 ટકા ઘટી 73.42 રૂપિયા પર આવી ગયો છે.

fallbacks

તપાસનો સામનો કરી રહી છે કંપની
નોંધનીય છે કે જેન્સોલ એન્જિનિયરિંગ કથિત રીતે ફંડની હેરાફેરી અને કામકાજમાં ખામીઓ માટે નિયામક તપાસનો સામનો કરી રહી છે. નિયામક સેબીએ પાછલા એપ્રિલ મહિનામાં કંપનીના પ્રમોટરો અનમોલ સિંહ જગ્ગી અને પુનીત સિંહ જગ્ગીને વિવિધ ઉલ્લંઘનો માટે વિનિમય બજારમાં પ્રતિબંધિત કરી દીધા હતા. જાણકારી પ્રમાણે જૂન 2024મા સેબીને શેરની કિંમતમાં હેરફેર અને જેન્સોલથી નાણાની હેરાફેરી સંબંધિત ફરિયાદ મળી અને ત્યારબાદ મામલાની તપાસ શરૂ કરવામાં આવી હતી. આ મામલાની તપાસ ઈડી પણ કરી રહી છે. તાજેતરમાં ઈડીએ પુનીત જગ્ગીની અટકાયત કરી હતી.

આ પણ વાંચોઃ દરરોજ બચાવો માત્ર 45 રૂપિયા, LICની આ પોલિસીથી ભેગા થઈ જશે 25 લાખ રૂપિયા

કેવા રહ્યાં ક્વાર્ટરના પરિણામ
નાણાકીય વર્ષ 2024ના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનું રેવેન્યુ 220 કરોડ રૂપિયા વધી નાણાકીય વર્ષ 2025ના ત્રીજા ક્વાર્ટરમાં 345 કરોડ રૂપિયા થઈ ગયું, જે વર્ષ દર વર્ષ હિસાબે 56.81 ટકાનો વધારો છે. ક્વાર્ટર દર ક્વાર્ટર આધાર પર કંપનીના 346 કરોડ રૂપિયાના રેવેન્યુમાં 0.28 ટકાનો સામાન્ય ઘટાડો થયો હતો.

જેન્સોલ એન્જિનિયરિંગ લિમિટેડના શેરહોલ્ડિંગ પેટર્નની વાત કરીએ તો પ્રમોટર્સ પાસે 35.87 ટકા ભાગીદારી છે. પબ્લિક શેરહોલ્ડિંગની વાત કરીએ તો 64.13 ટકાની ભાગીદારી છે.

(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો) 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More