Surat Love Story ચેતન પટેલ/સુરત : શહેરના 13 વર્ષના વિદ્યાર્થીને લઈ ભાગેલી શિક્ષિકાનું વડોદરા કનેક્શન સામે આવ્યું છે. શિક્ષિકા વિદ્યાર્થી સાથે વડોદરાના ગેસ્ટ હાઉસમાં રોકાઈ હતી, અને ત્યાં જ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.
પૂછપરછમાં સામે આવ્યું કે, સુરતથી ભાગીને નીકળેલી શિક્ષિકા અને વિદ્યાર્થી વડોદરાના અલકાપુરીના ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. ગેસ્ટ હાઉસમાં શિક્ષિકાએ માસુમ સગીર સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. ગેસ્ટ હાઉસમાં એન્ટ્રી લેવા માટે તેણે બહાના બનાવ્યા હતા. ‘ભાણેજ છે, પાવાગઢ જવાનું છે’ તેમ કહી ફોટા સાથેનું આઇકાર્ડ રજૂ કર્યું હતું. ગેસ્ટ હાઉસમાં બંને એક રૂમમાં જ રહ્યા હતા.
તો બીજી તરફ, સુરત પોલીસને ચકમો આપવા શિક્ષિકાએ બદલેલો નંબર વડોદરા પોલીસે શોધી આપ્યો છે. સયાજીગંજ પોલીસે આપેલા નવા નંબર પરથી સુરત પોલીસે શિક્ષિકાને ઝડપી પાડી હતી.
સુરત પોલીસે બંનેને ઝડપી પાડ્યા હતા
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે,સગીર અને મહિલા શિક્ષકના ત્યાં ટ્યુશન અર્થે જતો હતો. જ્યાં મહિલા શિક્ષિકા અને સગીર 25 મી એપ્રિલના રોજ ઘરેથી સર-સામાન લઈ નીકળી સુરતના અલગ સ્થળોએ ફર્યા હતા. જે બાદ અમદાવાદ અને ત્યાર બાદ દિલ્હી થઈ રાજસ્થાન નીકળી ગયા હતા. પુણા પોલીસની ટીમ તાત્કાલિક બંનેની શોધખોળ માટે કામે લાગી હતી. દરમ્યાન રાજસ્થાન નજીક આવેલ શામળાજી ખાતેથી પોલીસની ટીમે મહિલા શિક્ષિકા સહિત સગીરને શોધી કાઢી સુરત લઈ આવી હતી.
NEET ની પરીક્ષામાં મોટા કૌભાંડનો દાવો, વાલી અને વચેટિયા વચ્ચેની ઓડિયો ક્લિપ થઈ વાયરલ
ઘરનાથી કંટાળી ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો
સુરત લાવી બંને ની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછમાં મહિલા શિક્ષિકાએ જણાવ્યું હતું કે,પોતે પુણા વિસ્તારમાં આવેલી હિન્દી વિધાલયમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે અને ઘરે પણ ટ્યુશન ક્લાસિસ ચલાવે છે. ટ્યુશન ક્લાસિસમાં ધોરણ-8 માં અભ્યાસ કરતો 13 વર્ષીય સગીર પણ ટ્યુશન લેવા આવતો હતો. આ વચ્ચે મહિલા શિક્ષિકાને તેના ઘરના લોકો કામ બાબતે અને લગ્નને લઈ વારંવાર મહેણા ટોણા મારતા હતા. વારંવાર ઠપકના કારણે શિક્ષિકા કંટાળી ગઈ હતી. બીજી તરફ સગીરને પણ તેના ઘરના સભ્યો ભણવા બાબતે ઠપકો આપતા હતા. જેથી બંનેના ઘર તરફથી અવારનવાર ઠપકો મળતા કંટાળી ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો.
શિક્ષિકાએ સગીર સાથે પ્રેમ હોવાનું કબૂલ્યુ
પુણા પોલીસ દ્વારા મહિલા શિક્ષિકા વિરુદ્ધ અપહરણ નો ગુન્હો નોધી તેણીની ધરપકડ કરી હતી. ધરપકડ દરમ્યાન કરવામાં આવેલી પૂછપરછ માં તેણીએ પોલીસ સમક્ષ ચોંકાવનારી હકીકત જણાવી હતી. તેણીએ જણાવ્યું હતું કે પોતે સગીર જોડે પ્રેમ સંબંધ ધરાવે છે અને ભાગી બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા છે. જેનાથી તેણીને પાંચ માસનો ગર્ભ પણ રહી ગયો છે. જે હકીકત સાંભળી પુણા પોલીસ પણ ચોકી ઉઠી હતી. પોલીસે મહિલા શિક્ષકા અને સગીરનું સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે મેડિકલ પ્રશિક્ષણ કરાવ્યું હતું. જે મેડિકલ તપાસમાં મહિલાને પાંચ માસનું ગર્ભ રહી ગયું હોવાની ચોંકાવનારી બાબત સામે આવી હતી.
અમરેલીના મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન નીકળ્યું, અફઘાનિસ્તાન સાથે જોડાયેલા હતા તાર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે