Today Gold Rate: આજે ભારતના મુખ્ય શહેરોમાં જેમ કે દિલ્હી, પટના, મુંબઈ, બેંગલુરુ અને ચેન્નાઈમાં સોનાના ભાવમાં વધઘટ જોવા મળી છે. સોનાની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર અનુસાર બદલાય છે અને ડોલરના ભાવ, માંગ-પુરવઠો, આર્થિક પરિસ્થિતિઓ અને તહેવારોની મોસમ જેવા ઘણા પરિબળોને કારણે દરરોજ બદલાય છે. સોનાને સુરક્ષિત રોકાણ વિકલ્પ તરીકે પણ જોવામાં આવે છે, તેથી જ લોકો ઘણીવાર તેની કિંમતો પર નજર રાખે છે.
24 કેરેટ સોનાની કિંમત આજે દિલ્હીમાં 97570 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જેમાં 2400 રૂપિયાનો વધારો થયો છે. તો 22 કેરેટ સોનાની કિંમત 89450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જેમાં 2200 રૂપિયાનો વધારો થયો છે. મુંબઈમાં 24 કેરેટ સોનું 97420 રૂપિયામાં મળી રહ્યું છે, જેમાં 2400 રૂપિયાનો વધારો થયો છે. તો 22 કેરેટ સોનાની કિંમત 89300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
અમદાવાદમાં સોનાનો ભાવ
અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત આજે ₹97,470 રૂપિયા છે, જેમાં 2400 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 89350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જેમાં 2200 રૂપિયાનો વધારો થયો છે. આ સિવાય જયપુરની વાત કરવામાં આવે તો ત્યાં 10 ગ્રામ સોનું 97570 રૂપિયામાં મળી રહ્યું છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 89350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
આ પણ વાંચોઃ વર્ષો પછી, આ બેંકને ભારે નુકસાન, શેર થયો ક્રેશ, ઈન્વેસ્ટરોમાં ડરનો માહોલ
MCX પર સોના-ચાંદીનો ભાવ?
આજના સવારનાવ કારોબારની વાત કરીએ તો, સવારે 10 વાગ્યાની આસપાસ, MCX (મલ્ટિ-કોમોડિટી એક્સચેન્જ) પર ગોલ્ડ ફ્યુચર્સ 672 રૂપિયાના વધારા સાથે 96,271 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો. ગઈકાલે તે 95,599 રૂપિયા પર બંધ થયો હતો. તે જ સમયે, ચાંદી 1,055 રૂપિયાના સીધા વધારા સાથે 99,300 રૂપિયા પર હતી. ગઈકાલે તે 98,245 રૂપિયા પર બંધ થઈ હતી. ચાંદી ફરી એકવાર 1 લાખ રૂપિયાની નજીક પહોંચી ગઈ છે.
સોનાની કિંમતોમાં ભરી તેજી જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવમાં 1500 રૂપિયા કરતા વધુ વધારો થયો છે. ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન દ્વારા બુધવારે જારી કિંમત અનુસાર 24 કેરેટનું 10 ગ્રામ સોનું 1502 રૂપિયા વધી 95309 રૂપિયા થઈ ગયું છે, જે પહેલા 93807 રૂપિયા પર હતું. 22 કેરેટ સોનાનો ભાવ 85927 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધી 87303 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે.
સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં ચાંદીનો ભાવ 1,760 રૂપિયા વધીને 97,332 રૂપિયા પ્રતિ કિલો થયો છે, જે પહેલા 95,572 રૂપિયા પ્રતિ કિલો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે