ભારે કડાકા બાદ અચાનક સોનામાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. એક બાજુ શેર બજારમાં રોજ રોકાણકારો ભારે નુકસાન ભોગવી રહ્યા છે. ક્યારેક ક્યારેક હળવી રિકવરી જોવા મળી જાય છે તો પછી તેના બીજા દિવસે બજાર ફરીથી કડાકાનો નવો રેકોર્ડ બનાવે છે. આ બધા વચ્ચે કોમોડિટી માર્કેટમાં ગોલ્ડની ચમકમાં તેજી જોવા મળી છે. MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 901 રૂપિયા ઉછળીને 88549 રૂપિયા પર પહોંચી ગયો. આ તેજીની પાછળ મોટું કારણ અમેરિકા અને ચીન વચ્ચે ચાલુ ટેરિફ વોર હોવાનું કહેવાય છે. જો કે ચાંદીની વાત કરીએ તો તે MCX પર 21 રૂપિયાની હળવી તેજી સાથે 88765 રૂપિયા પર ટ્રેડ થઈ રહી છે. રિટેલ બજારમાં પણ સોનું ઉછાળ્યું છે. જાણો લેટેસ્ટ રેટ.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 808 રૂપિયા ઉછળીને 89358 રૂપિયાના સ્તરે પહોંચી ગયું. જે કાલે વધારા સાથે 88550 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 353 રૂપિયાના ઘટાડા સાથે 90010 રૂપિયા પર ખુલી જે કાલે 90363 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
#Gold and #Silver Opening #Rates for 09/04/2025
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzctug
Follow us on Instagram : https://t.co/ZOr2uGknFc
Follow us on Facebook : https://t.co/9tJn5720rk… pic.twitter.com/Cu6c0rUQj6
— IBJA (@IBJA1919) April 9, 2025
રિટેલ ભાવ પર ફેરવો નજર
#indicative #Retail Selling #Rates for #Jewellery
To get these rates on your phone give a missed call on - 8955664433
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram :… pic.twitter.com/BYRK9JXMZ4
— IBJA (@IBJA1919) April 9, 2025
આંતરરાષ્ટ્રીય બજારમાં શું છે સ્થિતિ
યુ એસ ટ્રેઝરી યીલ્ડમાં વધારાના કારણે મંગળવારે સોનાએ પહેલાના વધારાને ઘટાડવાનું કામ કર્યું. જો કે નબળો ડોલર અને દુનિયાની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે વધતા ટ્રેડ વોરે ભાવને ઘટાડી દીધા. સેશનની શરૂઆતમાં 1.3% સુધીના વધારા બાદ, હાજર સોનું 0.1% વધીને 2,984.16 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું. યુએસ ગોલ્ડ ફ્યૂચર્સ 0.5% વધીને 2,990.20 ડોલર પર બંધ થયું. બેન્ચમાર્ક 10 વર્ષીય નોટ યીલ્ડ એક સપ્તાહના ઉંચા સ્તર પર પહોંચ્યો.
Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે