Gold Price Today: છેલ્લા કેટલાક સમયથી શેર બજારમાં તેજીની સાથે દેશમાં સોનાના ભાવમાં સતત નરમી જોવા મળી રહી છે. જો કે, મંગળવારના તેના ભાવમાં સામાન્ય તેજી જોવા મળી હતી અને હાજર બજારમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 47,559 પર બંધ થયો હતો. ત્યારે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર મંગળવારના છૂટક બજારમાં સોનું લગભગ 500 રૂપિયાથી તેજી સાથે 48045 રૂપિયા સુધી પહોંચી ગયો. ઉલ્લેખનીય છે કે, લગભગ 1 મહિનામાં સોનાના ભાવમાં 2000 થી 2500 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો આવ્યો છે.
મંગળવારના આંતરરાષ્ટ્રીય બજારમાં તેજીને અનુરૂપ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 495 રૂપિયા મજબૂત થઈ 47,559 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગઈ. પાછલા કારોબારી સત્ર એટલે કે સોમવારના સોનું 47,064 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. બીજી તરફ ચાંદીની કિંમત 99 રૂપિયા તૂટી 68,391 રૂપિયા પ્રતિ કિલો રહી. પાછલા કારોબારી સત્રમાં તે 68,490 રૂપિયા પ્રતિ કિલોના ભાવ પર હતી.
આ પણ વાંચો:- ઓલટાઈમ હાઈ એવા પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે ફરી ભડકો થયો
એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક તપન પટેલે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય કિંમતોમાં તેજીને અનુરૂપ દિલ્હીમાં 24 કેરેટ સોનાની હાલની કિંમતમાં 495 રૂપિયાની મજબૂતી આવી. તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ફાયદા સાથે 1841 અમેરિકન ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી પણ વધારા સાથે 27.46 ડોલર પ્રતિ ઔંસ રહ્યું.
આ પણ વાંચો:- Gold Rate Today: સોનાની કિંમતમાં આવ્યો ઉછાળ, ચાંદીમાં થયો ઘટાડો, જાણો શું છે ભાવ
વાયદા ભાવમાં પણ સામાન્ય તેજી
મજબૂત હાજર માંગના કારણે વેપારીઓએ નવા સોદા ખરીદ્યા, જેના કારણે સોનું મંગળવારના સોનું 234 રૂપિયાની તેજી સાથે 48073 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં એપ્રિલ મહિનાની ડિલિવરીવાળા સોના વાયદાની કિંમત 234 રૂપિયા એઠલે કે, 0.49 ટકા તેજી સાથે 48073 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું. તેમાં 12,898 લોટ માટે કારોબાર કરવામાં આવ્યો. બજાર વિશ્લેષકોએ કહ્યું કે, કારોબારીઓ દ્વારા તાજા સોદાની ખરીદીથી સોના વાયદા કિંમતોમાં તેજી આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે