સોનાના ભાવમાં છેલ્લા બે દિવસથી સુસ્તી જોવા મળી રહી છે. ઘરેલુ બજારમાં સોનું ઉછળીને એક લાખ 314 રૂપિયા પર પહોંચ્યું હતું. જો કે આજે પણ હવે સોનાના ભાવમાં કડાકો બોલાતા ભાવ 97 હજાર પર પહોંચી ગયું છે. ચાંદીના ભાવ જો કે રિટેલ બજારમાં ઉછળ્યા છે. વાયદા બજાર અને રિટેલ બજારમાં સોના ચાંદીના શું ભાવ છે તે ખાસ જાણો.
આજનો સોના અને ચાંદીનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ના રેટ્સ જોઈએ તો 999 શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં આજે 127 રૂપિયા ઘટ્યા છે અને ભાવ 97,030 રૂપિયા પર પહોંચ્યો છે જે કાલે 97,157 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદીમાં 1,325 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે અને ભાવ 1,06,525 રૂપિયા પર પહોંચ્યો છે જે કાલે 1,05,200 પર ક્લોઝ થયો હતો.
વાયદા બજારમાં ભાવ
સોનામાં સતત બીજા દિવસે સુસ્તી જોવા મળી રહી છે. ઘરેલુ બજારમાં 77 રૂપિયાનો વધારો હતો. વાયદા બજાર (MCX) પર ભાવ 97,500 રૂપિયા નજીક હતો. કાલે પણ ફક્ત 200 રૂપિયાની તેજી હતી. MCX પર રેકોર્ડ હાઈથી ભાવ 3000 રૂપિયા નીચે આવી ગયો છે. ગ્લોબલ માર્કેટમાં પણ $8નો વધારો છે. કોમેક્સ પર ભાવ $3,350 નજીક છે. 7 દિવસમાં સોનામાં 2%નું નેગેટિવ રિટર્ન છે. જ્યારે 3 મહિનામાં સોનું લગભગ 10 ટકા ચડ્યું છે. વાયદા બજારમાં આજે સવારે સોનું 10 વાગે 93 રૂપિયાની તેજી સાથે 97450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. જે કાલે 97,357 રૂપિયા પર બંધ થયું હતું.
સોનામાં સન્નાટો કેમ છે?
હાલ યુએસ ઈકોનોમીના આંકડા પર નજર છે. જેનાથી સોનામાં સુસ્ત ટ્રેડિંગ થઈ રહ્યું છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે સીઝફાયરથી સુરક્ષિત માંગ ઘટી છે. મિડલ ઈસ્ટમાં તણાવ નહીં વધવાના કારણે સોનામાં ઘટાડો સંભવ છે. US Fedના ચેરમેન જેરોમ પોવેલે કહ્યું કે વ્યાજ દરોમાં કાપમાં ઉતાવળ નહીં કરીએ. હાલ રોકાણકારોને આવનારા US GDP ના આંકડાનો ઈન્તેજાર છે.
Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે