Home> Business
Advertisement
Prev
Next

Gold Rate Today: આજે પણ સોનાના ભાવમાં જોરદાર ઘટાડો, અમદાવાદ-રાજકોટ સહિત શહેરોમાં શું છે ગોલ્ડ રેટ? 10 ગ્રામ સોનાનો ભાવ જાણો

Latest Gold Rate: સોના અને ચાંદીના  ભાવમાં કાલે મોટો ઘટાડો જોવા મળ્યો હતો. વાયદા બજારમાં આજે પણ કડાકાનો માહોલ જોવા મળ્યો છે. રિટેલ બજારોમાં શું સ્થિતિ છે તે ખાસ જાણો. 

Gold Rate Today: આજે પણ સોનાના ભાવમાં જોરદાર ઘટાડો, અમદાવાદ-રાજકોટ સહિત શહેરોમાં શું છે ગોલ્ડ રેટ? 10 ગ્રામ સોનાનો ભાવ જાણો

દુનિયાભરમાં ટેરિફના ટેરર વચ્ચે ઘરેલુ વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. બીજી બાજુ રિટેલ બજારમાં પણ સોનું અને ચાંદી ગગડ્યા છે. જો ગ્લોબલ બજારોની વાત કરીએ તો ટેરિફની જાહેરાતથી ડોલર ઈન્ડેક્સમાં અઢી મહિનાની સૌથી મોટી તેજી  આવી અને એક ટકો ચડીને 107 ઉપર પહોંચ્યો હતો. ડોલરમાં ઉછાળાથી સોનું 45 ડોલર તૂટીને 2900 ડોલરની નીચે જ્યારે ચાંદી પણ 2 ટકા ગગડી ગઈ. કાલે ઘરેલુ બજારમાં સોનું જોરદાર કડાકા સાથે જોવા મળ્યું હતું જ્યારે ચાંદી પણ તૂટી હતી. આજે શો માહોલ છે તે જાણવા માટે લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો. 

fallbacks

વાયદા બજારમાં ભાવ
શુક્રવારે સવારે MCX પર સોનું સવારે 10 વાગ્યાની આસપાસ 445 રૂપિયા ગગડીને 84,751 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું હતું. જે ગુરુવારે ક્લોઝિંગ પર 85,196 રૂપિયા પર ક્લોઝ થયું હતું. ચાંદી 393 રૂપિયા તૂટીને 93,242 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી જે કાલે 93,635 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 479 રૂપિયા ગગડીને 85,114 રૂપિયાની સપાટીએ પહોંચ્યું છે જે કાલે સાંજે પણ તૂટીને 85,593 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી પણ હવે 93 હજારની આસપાસ પહોંચી ગઈ છે. આજે ચાંદી તૂટીને 93,601 રૂપિયા પ્રતિ કિલોગ્રામની સપાટીએ પહોંચી છે જે કાલે 95,048 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 

રિટેલ ભાવ પર ફેરવો નજર

કેવી રીતે નક્કી થાય છે સોનાનો ભાવ
ભારતમાં સોનાના ભાવ અનેક કારણોસર બદલાતા રહે છે. જેમ કે વિદેશી બજારોના ભાવ, સરકારના ટેક્સ અને રૂપિયાની કિંમતમાં ઉતાર ચડાવ. સોનું ફક્ત રોકાણ માટે નથી પરંતુ આપણી પરંપરાઓ અને તહેવારોનો મહત્વનો ભાગ પણ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો સમયે તેની માંગણી વધે છે. જેનાથી ભાવ પણ ઉપર ચડતા જાય છે. 

Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More