Home> Gujarat
Advertisement
Prev
Next

અમેરિકાના મોહમાં મહેસાણાના પાટીદાર પરિવારે દીકરો ગુમાવ્યો, બે વર્ષથી કોઈ અત્તોપત્તો નથી

Illegal Migrants In America : મહેસાણાથી અમેરિકા જવા નીકળેલો યુવક બે વર્ષથી ગાયબ... સુધીર પટેલ નામનો યુવક એજન્ટ મારફતે નીકળ્યો હતો અમેરિકા જવા...બે વર્ષથી લાપતા યુવકની પરિજનો જોઈ રહ્યાં છે રાહ.... પરિવારે 75 લાખમાં ડીલ કરીને એજન્ટને આપ્યા હતાં 10 લાખ...

અમેરિકાના મોહમાં મહેસાણાના પાટીદાર પરિવારે દીકરો ગુમાવ્યો, બે વર્ષથી કોઈ અત્તોપત્તો નથી

Mehsana News : ટ્રમ્પના શાસનમાં ગેરકાયદેસર ભારતીયોને અમેરિકામાંથી તગેડી મૂકવાનું અભિયાન મોટાપાયે ચાલી રહ્યું છે. અત્યાર સુધી ચાર ફ્લાઈટમાં અનેક ભારતીયોને ભારત ભેગા કરી દેવાયા છે. જેમાં પંજાબ અને ગુજરાતીઓની સંખ્યા વધારે છે. ગેરકાયદેસર રીતે પકડાયેલા ગુજરાતીઓ ગુજરાતમાં આવ્યા બાદ ક્યાંક ગાયબ થઈ ગયા છે. આટલું જોખમ છતાં હજી પણ અનેક ગુજરાતીઓ અમેરિકા જવા ઈચ્છે છે. ત્યારે ગેરકાયદેસર માઈગ્રન્ટસની કહાનીમાં મહેસાણાના યુવકની કહાની વધુ દર્દનાક છે. મહેસાણાથી અમેરિકા જવા નીકળેલો મહેસાણાનો યુવક બે વર્ષથી લાપતા છે. પાટીદાર યુવકનો પરિવાર સાથે બે વર્ષથી કોઈ સંપર્ક નથી. પરિવારને આ યુવક ક્યાં છે, જીવિત છે કે નહિ તેની પણ ખબર નથી. 

fallbacks

મહેસાણાથી અમેરિકા જવા નીકળેલ મહેસાણાનો સુધીર પટેલ નામનો પાટીદાર યુવક બે વર્ષથી લાપતા છે. સુધીર પટેલ નામનો હેડુઆ ગામનો યુવક બે વર્ષ પહેલા એજન્ટ મારફત અમેરિકા જવા નીકળ્યો હતો. બે વર્ષ પહેલા ઉત્તર ગુજરાતમાંથી કુલ 9 વ્યક્તિ એજન્ટ મારફત અમેરિકા જવા નીકળ્યા હતા. એજન્ટ સાથે 75 લાખમાં અમેરિકા લઈ જવાની ડીલ થઈ હતી. ડોમિનિકા રૂટથી ખેડૂત પુત્રને અમેરિકા મોકલવાનો વાયદો કર્યો હતો. પરંતું તેમનો પુત્ર અમેરિકા પહોંચ્યો જ નથી. સુધીર પટેલ છેલ્લા બે વર્ષથી ગાયબ છે. પરિવાર સાથે તેનો કોઈ અત્તોપત્તો નથી. 

ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, ફેબ્રુઆરીના અંતમાં આવેલું વાવાઝોડું માર્ચમાં વરસાદ લાવશે

તો બીજી તરફ, એજન્ટ પણ સુધીર પટેલની કોઈ માહિતી આપી નથી રહ્યાં. બે વર્ષથી લાપતા યુવકનો પરિવાર રાહ જોઈ રહ્યો છે કે, તેમનો દીકરો પરત આવી જાય. અમેરિકાથી ડિપોર્ટ થયા દરેક લિસ્ટમાં પરિવાર તપાસ કરે છે કે, ક્યાંક તેમનો પુત્ર તો તેમાં નથી ને. પરિવારે સરકાર અને દિલ્હી એમ્બેસીમાં પણ રજુઆત કરી છે. એજન્ટ વિરુદ્ધ ફરિયાદ બાદ 2 વર્ષથી કેસ ચાલી રહ્યો છે. 

એજન્ટે પરિવાર પાસેથી એડવાન્સમાં 10 લાખ પડાવ્યા હતા. યુવકના પરિવારે જમીન વેચી એજન્ટને 10 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. 

માર્ચની શરૂઆતમાં ચિંતાના સમાચાર : ગરમીની અત્યારથી થઈ ગઈ ભવિષ્યવાણી, મોટું સંકટ આવશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More