Home> Business
Advertisement
Prev
Next

Latest Gold Rate: અખાત્રીજ પહેલા સોનાએ ઈતિહાસ રચ્યો...10 ગ્રામ સોનાનો ભાવ હવે એક લાખ પાર કરી ગયો, જાણો લેટેસ્ટ રેટ

અખાત્રીજ પહેલા જ સોનાનો ભાવ લાખ રૂપિયા પર પહોંચી ગયો છે. આ વખતે જો તમારે સોનું ખરીદવું હોય તો ભારે પડી શકે છે. શરાફા બજારમાં ભાવ ટેક્સ સાથે લાખ પાર ગયો છે. જાણો શરાફા બજાર અને વાયદા બજારમાં શું છે ભાવ. 

Latest Gold Rate: અખાત્રીજ પહેલા સોનાએ ઈતિહાસ રચ્યો...10 ગ્રામ સોનાનો ભાવ હવે એક લાખ પાર કરી ગયો, જાણો લેટેસ્ટ રેટ

સોનાના ભાવ રોજેરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. સોમવારે અમેરિકી શેર બજારમાં મચેલા હાહાકાર અને ડોલર ઈન્ડેક્સમાં આવેલા કડાકા વચ્ચે સોનાએ મોટી છલાંગ લગાવી અને મંગળવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર કારોબારની શરૂઆતની સાથે જ 1700 રૂપિયાથી વધુના વધારા સાથે ભાવ 99,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પાર નીકળીને ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયો. ઘરેલુ બજારોમાં સોનાના ભાવ મેકિંગ ચાર્જ  અને GST સાથે લાખ રૂપિયા પાર પહોંચી ગયો છે. 

fallbacks

MCX પર નવો ગોલ્ડ રેટ
વાયદા બજાર MCX પર સોમવારે વધતી તેજી બાદ મંગળવારે પણ સોનાના ભાવ તેજી સાથે ખુલ્યા. 5 જૂનની એક્સપાયરીવાળું ગોલ્ડ 98551 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર ઓપન થયું અને ખુલ્યા બાદ એક ઝટકે ઉછળીને 99,178 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લાઈફ ટાઈમ હાઈ પર પહોંચ્યું. બે દિવસમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો ભાવ 3,924 રૂપિયા વધી ગયો છે. અત્રે જણાવવાનું કે ગત સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ એટલે કે ગુરુવારે સોનું 95,254 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ક્લોઝ થયું હતું. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 3,475 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો છે. 

6 દિવસમાં 6000 રૂપિયાથી વધુ મોંઘુ
છેલ્લા છ કારોબારી દિવસમાં સોનાના ભાવમાં લગભગ 6000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની તેજી જોવા મળી છે. ગત સપ્તાહના પહેલા દિવસ એટલે કે સોમવારે 14 એપ્રિલના રોજ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો વાયદા ભાવ 93,252 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતો. જે 22 એપ્રિલના રોજ 99,178 રૂપિયા પર પહોંચી ગયો. આ જોતા ગણતરી કરીએ તો છ કારોબારી દિવસમાં 10 ગ્રામ સોનાનો ભાવ 5,926 રૂપિયા મોંઘો થયો છે. 

શરાફા બજારમાં સોના ચાંદીના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનામાં આજે 2430 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે અને ભાવ 99,100 રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે જે કાલે 96,670 રૂપિયાની સપાટીએ ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદીમાં 342 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે અને ભાવ 95,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો છે જે કાલે 96,242 રૂપિયા પર ક્લોઝ થયો હતો. 

Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More