Best Time to Eat Watermelon: ઉનાળામાં તાપમાન દિવસે ને દિવસે બધી રહ્યું છે. આ સમયે ખાવા પીવામાં ધ્યાન રાખવામાં ન આવે તો હીટ સ્ટ્રોક, ડીહાઇડ્રેશનની સમસ્યા થઈ શકે છે. ઉનાળા દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવાની સાથે એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે શરીરને ઠંડક આપે અને પાણીનું પ્રમાણ પણ જળવાઈ રહે. આ જરૂરિયાત પૂરી કરવા માટે તરબૂચ ખાવું ફાયદાકારક રહે છે.
આ પણ વાંચો: દહીંમાં આ વસ્તુ મિક્સ કરી લગાડો, ગણતરીના દિવસોમાં અંડરઆર્મ્સની કાળી સ્કિન નોર્મલ થશે
તરબૂચ પાણીથી ભરપૂર હોય છે અને તેમાં પોષક તત્વ પણ હોય છે. ઉનાળા દરમિયાન તરબૂચ ખાવાથી બોડી ડિહાઈડ્રેટ થતી નથી અને સાથે જ ચક્કર નબળાઈ જેવી સમસ્યાઓ થવાની સંભાવના પણ ઘટી જાય છે. ઉનાળામાં તરબૂચ ખાવાથી પેટમાં ગેસ, એસીડીટી અને કબજિયાત જેવી તકલીફો પણ રહેતી નથી.
આ પણ વાંચો: Pani Puri Recipe: ઘઉંના લોટમાં આ વસ્તુ મિક્સ કરવાથી ફુલે અને કડક રહે પાણીપુરીની પુરી
દરેક વ્યક્તિની તરબૂચ ખાવાની રીત અલગ અલગ હોય છે. ઘણા લોકો રાત્રે જમ્યા પછી તરબૂચ ખાતા હોય છે તો કેટલાક લોકો દિવસે તરબૂચ થાય છે. આજે તમને તરબૂચ ખાવાનો સૌથી સારો સમય કયો છે તે જણાવીએ. તરબૂચ જમીને ખાવું જોઈએ કે જમ્યા પહેલા તે જાણવું પણ જરૂરી છે.
આ પણ વાંચો: Hair Care: વાળ ઝડપથી કમર સુધી લાંબા થઈ જશે, આ 5 માંથી કોઈ 1 તેલથી રોજ કરો માલિશ
તરબૂચ ખાવાનો સાચો સમય કયો ?
સવારે તરબૂચ ખાવું સૌથી બેસ્ટ રહે છે. નાસ્તામાં તરબૂચ ખાવાથી પેટને ઠંડક મળે છે. બપોરે જમ્યાની એક કલાક પહેલા પણ તરબૂચ ખાઈ શકાય છે તેનાથી પાચનતંત્ર સુધરે છે અને પાચન સંબંધિત સમસ્યા થતી નથી. સાથે જ વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે. બપોરના સમયે તરબૂચ ખાવાથી શરીરની ગરમી પણ શાંત થાય છે.
આ પણ વાંચો: Alum Benefits: ચહેરા પરના ડાઘ-ધબ્બા અને કરચલીઓ દુર કરવા આ રીતે કરો ફટકડીનો ઉપયોગ
તરબૂચ ક્યારે ન ખાવું?
રાત્રે તરબૂચ ખાવું નહીં. તરબૂચમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે રાત્રે તરબૂચ ખાવાથી વારંવાર પેશાબ જવું પડે છે. જેના કારણે ઊંઘમાં ખલેલ પહોંચે છે. જમ્યા પછી તરબૂચ ખાવાથી ગેસ અને પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે.
મોટાભાગના લોકો તરબૂચને ફ્રિજમાં ઠંડુ કરીને પછી ખાય છે. ગરમીના દિવસોમાં આ રીતે ફ્રીજમાં રાખેલું તરબૂચ ખાવું પણ હાનિકારક છે. ફ્રિજમાં ઠંડુ કરેલું તરબૂચ ડાયરેક્ટ ખાઈ લેવાથી ગળાની તકલીફ થઈ શકે છે અને પાચનતંત્રને પણ નુકસાન થાય છે..
આ પણ વાંચો: રાત્રે ચહેરા પર લગાડો આ પાનની પેસ્ટ, 7 દિવસમાં ચહેરા પર દેખાવા લાગશે ગ્લો
જમ્યા પહેલા તરબૂચ ખાવું કે જમ્યા પછી?
તરબૂચ પાણીથી ભરપૂર હોય છે અને તે શરીરને હાઇડ્રેટ અને પેટને ભરેલું રાખે છે. જો તમે તરબૂચ જમ્યા પહેલા ખાવ છો તો પેટ શાંત થાય છે અને ઠંડક મળે છે. જમ્યા પહેલા તરબૂચ ખાવાથી એક્સ્ટ્રા કેલેરી લેવાથી પણ બચી શકો છો. તેથી જ હંમેશા જમ્યા પહેલા તરબૂચ ખાવાની ટેવ રાખવી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે