એક લાખનો આંકડો ટચ કર્યા બાદ સોનાની ચમક સતત ફિક્કી પડી રહી છે. સોનું તૂટી રહ્યું છે. એવી આશા વ્યક્ત કરાઈ હતી કે સોનું પોતાના ઓલ ટાઈમ હાઈ રેટને પાર કરીને સવા લાખ રૂપિયા સુધી પહોંચી જશે પરંતુ હવે સોનું જાણે ઉલ્ટી ચાલ ચાલવા લાગ્યું છે. સોનાના ભાવ આજે એક જ ઝટકે 2300 રૂપિયા સુધી તૂટી ગયા. જાણો સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ....
કાલે વિદેશી બજારમાં કોમેક્સ પર સોનું 60 ડોલર તૂટીને 5 અઠવાડિયાના નીચલા સ્તરે 3200 ડોલર નીચે ગગડી ગયું તો ચાંદી 2 ટકા ગગડીને 32 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી હતી. જ્યારે વાયદા બજાર (MCX )ના ભાવ જોઈએ તો સવારે 1- વાગ્યાની આસપાસ ગોલ્ડ ફ્યૂચર્સ 751 રૂપિયા તૂટીને 91,514 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું હતું. જે કાલે 92,265 રૂપિયા પર ક્લોઝ થયું હતું. ચાંદી આ દરમિયાન 1018 રૂપિયા તૂટીને 94,448 રૂપિયા પર ટ્રેડ થઈ રહી હતી. કાલે તે 95,466 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
આજનો સોના ચાંદીનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ આજે 999 શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાના ભાવ 2,375 રૂપિયા ગગડીને 91,484 રૂપિયા પર પહોંચી ગયો છે જે કાલે 93,859 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદીમાં 2,297 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે અને ભાવ આજે 94,103 રૂપિયા પર પહોંચી ગયો છે જે કાલે 96,400 રૂપિયા પર ક્લોઝ થયો હતો.
#Gold and #Silver Opening #Rates for 15/05/2025
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE
Follow us on Facebook : https://t.co/9tJn571sBM… pic.twitter.com/Th6ZNFR8F2
— IBJA (@IBJA1919) May 15, 2025
રિટેલ ભાવ પર ફેરવો નજર
#indicative #Retail Selling #Rates for #Jewellery
To get these rates on your phone give a missed call on - 8955664433
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzctug
Follow us on Instagram :… pic.twitter.com/mJcApA4UOg
— IBJA (@IBJA1919) May 15, 2025
Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે