ચીન અને રશિયાએ ચંદ્રમા પર ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ્સ બનાવવા માટે એક પ્રોજેક્ટની શરૂઆત કરી છે. જે ગ્લોબલ લેવલ પર સ્પેસ રેસને એક નવી દિશા આપી શકે છે. આ પ્લાન્ટ 2036 સુધીમાં પૂરો થાય તેવી શક્યતા છે અને ઈન્ટરનેશનલ લૂનર રિસર્ચ સ્ટેશન (ILRS) ને તાકાત આપશે. આ પ્રોજેક્ટ બંને દેશોના વધતા અંતરિક્ષ સહયોગ અને ટેક્નોલોજી ડોમિનેન્સની દિશામાં એક મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે, જે ફ્યૂચરની સ્પેસ શોધો માટે બેસ તૈયાર કરશે.
અત્રે જણાવવાનું કે આ જાહેરાત એવા સમયે થઈ છે જ્યારે અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ 2026ના બજેટ પ્રસ્તાવમાં ચંદ્રમા પર પોતાના Planned Orbital Station ને રદ કરવાની વાત કરી છે. જ્યારે તેનો આર્ટેમિસ પ્રોગ્રામ જેનો હેતુ લગભગ પાંચ દાયકાઓ બાદ અમેરિકી એસ્ટ્રોનોટ્સને ચાંદ પર પાછા મોકલવાનો છે.
ચીન રશિયા ચંદ્ર પરમાણુ ઉર્જા સંયંત્ર ILRS
રિપોર્ટ્સ મુજબ ચીન અને રશિયાએ હાલમાં જ ચંદ્રમાના સાઉથ પોલ પર માણસો માટે એક સ્થાયી બેસ બનાવવા અને એક ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ બનાવવા માટે એક એમઓયુ પર સાઈન કરી છે. જે બેસ અને ILRS ને તાકાત આપશે. આ એક ક્રાંતિકારી પ્રોજેક્ટ છે જેનાથી વૈજ્ઞાનિકોએ લોંગ ટર્મ માટે ડિઝાઈન કરી છે. જેમાં ચંદ્રમા પર ફ્યૂચરમાં માણસોની હાજરીની સંભાવના પણ સામેલ છે.
ક્યારથી શરૂ થશે નિર્માણનું કામ?
રશિયાની સ્પેસ એજન્સી રોસ્કોસ્મોસના ડાયરેક્ટર યુરી બોરિસોવે કહ્યું કે ન્યૂક્લિયર પ્લાન્ટનું નિર્માણ 'માણસોની હાજરી વગર' કરાશે. તેમણે સંકેત આપ્યો કે એડવાન્સ્ રોબોટ ચંદ્ર સરફેસ પર નિર્માણનું કામ કરશે. જો કે બોરિસોવે આ પ્રકારની કોઈ કોશિશ માટે જરૂરી ટેક્નિક અંગે કોઈ જાણકારી આપી નથી. પરંતુ તેમણે કહ્યું કે તમામ તૈયારીઓ લગભગ પહેલેથી જ તૈયાર છે. રિપોર્ટ્સ મુજબ ચંદ્ર પરમાણુ પ્લાન્ટનું નિર્માણ 2030 અને 2035 વચ્ચે શરૂ થવાનું છે અને 2036 સુધી પૂરું થાય તેવી આશા છે. ILRS ની આધારશિલા 2028માં ચીનના ચાંગ એ-8 મિશન સાથે રખાશે જે ચંદ્રમા પર તેમનું પહેલું માનવયુક્ત મિશન હશે.
ILRS મિશન શું છે અને તે ગેમચેન્જર કેમ છે
ઈન્ટરનેશનલ લૂનર રિસર્ચ સ્ટેશન (ILRS ) ચીન અને રશિયા દ્વારા સંયુક્ત રીતે સંચાલિત એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે જેનો હેતુ વૈજ્ઞાનિક રિસર્ચ કરવા માટે ચંદ્રમાના દક્ષિણઈ ધ્રુવ પર માણસો માટે એક આધાર સ્થાપિત કરવાનો છે. જૂન 2021માં પહેલીવાર ચીન અને રશિયાએ તેની જાહેરાત કરી હતી, તેમાં હવે પાકિસ્તાન, ઈજિપ્ત, વેનેઝુએલા, થાઈલેન્ડ અને દક્ષિણ આફ્રીકા સહિત 17 અન્ય દેશ સામેલ છે.
ILRSનું નિર્માણ 2030થી 2035 સુધી પાંચ સુપર હેવી લિફ્ટ રોકેટ પ્રોજેકશન્સ દ્વારા મોકલાયેલા મટરિયલ્સનો ઉપયોગ કરીને કરાશે અને સ્ટેશનને 2050 સુધી એક્સટેન્ડ કરવાની યોજના છે. જેમાં એક ઓર્બિટલ સ્પેસ સ્ટેશન, ચંદ્રમાના ભૂમધ્ય રેખા ( Moons equator ) અને તેના દૂરના ભાગ પર બે નોડ્સ સામેલ થશે. ખાસ વાત એ છે કે લૂનર સ્પેસ સ્ટેશનને સૌર, રેડિયો આઈસોટોપ અને પરમાણુ જનરેટર દ્વારા સંચાલિત કરાશે. અને તેમા ચંદ્રમા-પૃથ્વી અને ચંદ્ર સપાટી, ચંદ્ર વાહન અને માનવયુક્ત રોવર્સ પર ઉચ્ચ ગતિ સંચાર નેટવર્કની સુવિધા હશે.
ILRSનો હેતુ ચંદ્રમા પર રિસર્ચ અને માણસો વગરના લોંગ ટર્મ માટે માનવોને પ્રમુખ ટેક્નિકલ આધાર ઉપલબ્ધ કરાવાનો છે. તથા મંગળ ગ્રહ પર માનવયુક્ત મિશન માટે આધાર સ્વરૂપમાં કામ કરવાનો પણ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે