Home> Business
Advertisement
Prev
Next

Gold Rate Today: કૂદાકૂદ કરવા લાગ્યા સોના-ચાંદી, ભારે ઉછાળા સાથે ભાવ ક્યાં પહોંચ્યા? લેટેસ્ટ રેટ જાણી પેટમાં ફાળ પડશે

Gold- Silver Latest Rate: જો તમે સોનું કે ચાંદી લેવાનું વિચારતા હોવ તો આ સમાચાર ખાસ જાણો કારણે અચાનક પાછા સોના ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. કેમ ભાવ વધી રહ્યા છે તે પણ જાણો. 

Gold Rate Today: કૂદાકૂદ કરવા લાગ્યા સોના-ચાંદી, ભારે ઉછાળા સાથે ભાવ ક્યાં પહોંચ્યા? લેટેસ્ટ રેટ જાણી પેટમાં ફાળ પડશે

સોનાના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. વાયદા બજારમાં ભાવ ગગડેલા તો રિટેલ બજારમાં ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. MCX પર સોનું 224 રૂપિયા તૂટીને 96700 પર ટ્રેડ થતું જોવા મળ્યું. આ જ સ્થિતિ ચાંદીની છે જે 720 રૂપિયા તૂટીને 100291 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થતી જોવા મળી. જ્યારે રિટેલ બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. જાણો લેટેસ્ટ રેટ. 

fallbacks

આજનો સોના અને ચાંદીનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ના રેટ્સ જોઈએ તો 999 શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં આજે 282 રૂપિયા ઉછળીને 96,962 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે. જે કાલે 96,680 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે અને 2,178 રૂપિયા વધીને 99,939 રૂપિયા પ્રતિ કિલોગ્રામની સપાટીએ પહોંચી છે જે કાલે 97,761 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 

કેરેટ પ્રમાણે ભાવ

કેરેટ          ભાવ (1 ગ્રામ)

24 KT(999)       9,696
22 KT              9,463
20 KT              8,630
18 KT              7,854
14 KT              6,254

કેમ ઉછળ્યું ગોલ્ડ
આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ અંગે ફરી તણાવ વધી ગયો છે. ચીને અમેરિકા પર આરોપ લગાવ્યો છે કે તેણે પહેલા થયેલી ટેરિફ સમજૂતિને તોડી છે અને તેના જવાબમાં ચીને અમેરિકા પર નવા ટેરિફ લગાવ્યા છે. આ તણાવની અસર કોમોડિટી બજારોમાં જોવા મળી છે. સોના અને ચાંદીના ભાવોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. 

આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ
વૈશ્વિક બજારમાં સોનું 80 ડોલર ઉછળીને 3400 ડોલર પાર ગયું. જ્યારે ચાંદી 5 ટકા ઉછળીને 35 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી. ક્રૂડ ઓઈલમાં પણ 2 ટકાનો વધારો નોંધાયો અને તેના ભાવ 65 ડોલર પ્રતિ બેરલ ઉપર પહોંચી ગયા. 

Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More