Corona Cases In Gujarat : ગુજરાતમાં કોરોના વિસ્ફોટ થવાની સાથે વાયરસ જીવલેણ બન્યો છે. દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 5 દર્દીના મોત થયા છે, તેમાંથી 2 તો ગુજરાતના છે. જે બતાવે છે કે સ્થિતિ ગંભીર છે. અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 60 કેસ નોંધાયા છે. તો રંગીલા રાજકોટમાં 8 કેસ આવ્યા છે. જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ પોઝિટિવ થતા હાલ હોમ આઇસોલેટ કરાયા છે.
રાજ્યમાં કોરોનાના 400 કેસ
ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વકરી રહ્યો છે. હાલ શરૂ થયેલી કોરોનાની ચોથી લહેરમાં કોરોનાએ ગુજરાતમાં 2 લોકોનો જીવ લીધો છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, રાજ્યમાં કુલ કોરોનાના કેસ 400 નજીક પહોંચ્યા છે. આજે 24 કલાકમાં કોરોનાના નવા 95 કેસ નોંધાયા છે. તો હાલ કોરોનાના કુલ 375 એક્ટિવ કેસ છે. કુલ 397 કેસ સામે 36 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે.
કોંગ્રેસ સામે ભડાસ કાઢ્યા બાદ મેવાણીના સૂર બદલાયા, પક્ષ જેને જાહેર કરે એ મારો મિત્ર!
અમદાવાદમાં કોરોનાના 60 કેસ
અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 60 કેસ નોંધાયા છે. આ સાથે સમગ્ર શહેરમાં કોરોનાના 330 કેસ છે. જેમાંથી 241 એક્ટિવ કેસ છે. શહેરના પશ્વિમ વિસ્તારમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. વિસ્તારોની વાત કરીએ તો, બોપલ, ઘુમા, સેટેલાઈટ, જોધપુર, મોટેરા, ચાંદખેડા, સરખેજ, ચાંદલોડિયા જેવા વિસ્તારોમાં કેસ વધી રહ્યાં છે.
રાજકોટમાં રાફડો ફાટ્યો
રાજકોટમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટના ન્યુ રીંગરોડ સુધી કોરોના પ્રસર્યો છે. આજે કોરોનાના વધુ 8 કેસ મળી આવ્યા છે. રાજકોટમાં હાલ કોરોનાના કુલ 40 એક્ટિવ કેસ જોવા મળ્યા છે. જેથી આરોગ્યતંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.
જિલ્લા પોલીસ વડા પોઝિટિવ
રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ પણ કોરોના પોઝિટિવ થયા છે. હિમકરસિંહને હાલ હોમ આઇસોલેટમાં મૂકાયા છે. જિલ્લા પોલીસ વડાની તબિયત હાલ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.
હવે આ તારીખે ગુજરાતમાં એન્ટ્રી કરશે ચોમાસું, નવી આગાહીથી ખુશખુશ થઈ જશો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે