નવા અઠવાડિયાના પહેલા દિવસે આજે સોમવારે વાયદા બજારમાં જ્યાં એક બાજુ સોનાના ભાવ ઘટેલા જોવા મળ્યા તો રિટેલ બજારમાં સોનું અને ચાંદી ઉછાળા સાથે ખુલતા જોવા મળ્યા છે. આવામાં ગ્રાહકો માટે સોના અને ચાંદીની ખરીદી ચિંતા ઉપજાવનારી બની રહી છે.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 1048 રૂપિયા ઉછળીને 87,891 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે જે શુક્રવારે બજાર બંધ થયું ત્યારે 86,843 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 1363 રૂપિયાના વધારા સાથે 99,685 રૂપિયા પ્રતિ કિલોગ્રામની સપાટીએ ખુલી છે જે શુક્રવારે 98,322 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
(તસવીર- આઈબીજેએ સાઈટ સ્ક્રીન ગ્રેબ)
રિટેલ ભાવ પર ફેરવો નજર
#indicative #Retail Selling #Rates for #Jewellery
To get these rates on your phone give a missed call on - 8955664433For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzctug
Follow us on Instagram :… pic.twitter.com/k4bmJnPX2C
— IBJA (@IBJA1919) March 17, 2025
વાયદા બજારમાં ભાવ
ભારતીય વાયદા બજારમાં સોનું 155 રૂપિયાની કડાકા સાથે પ્રતિ 10 ગ્રામ ₹87,836 ના ભાવે જોવા મળ્યું છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદી પ્રતિ કિલો 212 રૂપિયા સસ્તી થઈને ₹1,00,526 પર ટ્રેડ થઈ રહી છે. જો કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. અમેરિકા અને યુરોપીયન સંઘ વચ્ચે ટ્રેડ વોર ફરી એકવાર ભડકતી જોવા મળી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો યુરોપીયન સંઘે અમેરિકી વ્હિસ્કી પરથી 50 ટકા ટેરિફ ન હટાવ્યો તો યુરોપીયન દારૂ અને અન્ય લીકર ઉત્પાદનો પર 200 ટકા જવાબી કર લગાવવામાં આવશે. આ અનિશ્ચિતતાઓના પગલે રોકાણકારોએ હવે સુરક્ષિત સંપત્તિઓ તરફ નજર ફેરવી છે. જેનાથી સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. સોનું પહેલીવાર $3000 ઉપર પહોંચીને નવા લાઈફ ટાઈમ હાઈ પર છે. જ્યારે ચાંદી પણ 5 મહિનાની ઊંચાઈ પર $34 પ્રતિ ઔંસ પર જોવા મળી.
Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે