Home> Technology
Advertisement
Prev
Next

Jio એ ક્રિકેટ લવર્સને કરી દીધા ખુશ, જિયો હોટસ્ટાર પર હવે ફ્રીમાં જોઈ શકશો IPL 2025, જાણો શું છે કંપનીની નવી ઓફર

મુકેશ અંબાણીની રિલાયન્સ જિયોએ આઈપીએલ માટે પોતાની ઓફર રજૂ કરી છે. જિયોની આઈપીએલ ઓફર હેઠળ જિયો યુઝર્સ ફ્રીમાં મેચ જોઈ શકે છે. આવો જાણીએ શું છે કંપનીની નવી ઓફર...

 Jio એ ક્રિકેટ લવર્સને કરી દીધા ખુશ, જિયો હોટસ્ટાર પર હવે ફ્રીમાં જોઈ શકશો IPL 2025, જાણો શું છે કંપનીની નવી ઓફર

IPL 2025: ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 22 માર્ચ 2025થી શરૂ થશે. ભારતના લોકો વચ્ચે IPL લોકપ્રિય ટૂર્નામેન્ટ છે. લોકો IPL જોવાનું ખુબ પસંદ કરે છે. તેવામાં હવે આઈપીએલને કારણે ઘણી કંપનીઓ ઓફર્સ આપવા લાગી છે, જેથી યુઝર્સ ક્રિકેટની મજા માણી શકે. મુકેશ અંબાણીની રિલાયન્સ જિયોએ આઈપીએલ માટે પોતાની ઓફર રજૂ કરી છે. જિયોની IPL ઓફર હેઠળ જિયો યુઝર્સ ફ્રીમાં મેચ જોઈ શકે છે. આવો આ ઓફર વિશે જાણીએ..

fallbacks

IPL લવર્સને જિયોએ કર્યાં ખુશ
જિયોએ પોતાની નવી ઓફર હેઠળ એક એવો રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે, જેમાં યુઝર્સ ફ્રીમાં જિયો હોટસ્ટારનું સબ્સક્રિપ્શન મેળવી શકે છે એટલે કે યુઝર્સે અલગથી જિયો હોટસ્ટારનું સબ્સક્રિપ્શન ખરીદવાની જરૂર રહેશે નહીં. એટલું જ નહીં જિયોએ પોતાની ઓફરમાં 90 દિવસ માટે જિયો હોટસ્ટાર આપી રહ્યું છે. તેવામાં લોકો આઈપીએલ 2025ની મજા માણી શકે છે.

આ પણ વાંચોઃ આતુરતાનો અંત ! ભારતમાં લોન્ચ થઈ રહી છે TESLAની આ બે શાનદાર કાર !

આ રિચાર્જમાં ફ્રી મળશે જિયો હોટસ્ટાર
જિયો અનુસાર જિયોનો ફ્રી જિયોહોટસ્ટારવાળી ઓફર માત્ર 299 રૂપિયાથી ઉપરના રિચાર્જ પર વેલિડ હશે એટલે કે 299 રૂપિયાથી ઓછું રિચાર્જ કરાવનાર યુઝર્સને તેનો લાભ મળશે નહીં.

આ તારીખ સુધી ઓફર વેલિડ
જિયોની જિયો હોટસ્ટાર ઓફર માત્ર 31 માર્ચ 2025 સુધી વેલિડ છે. એટલે કે 90 દિવસ સુધી ફ્રી જિયો હોટસ્ટાર મેળવવા માટે તમારે 31 માર્ચ પહેલા રિચાર્જ કરાવવું પડશે. આ સિવાય જે લોકોએ રિચાર્જ કરાવી લીધું છે તે યુઝર્સ 100 રૂપિયાનું એડ-ઓન પેક લઈ જિયો હોટસ્ટારમાં ફ્રી આઈપીએલની મજા લઈ શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More