Home> Business
Advertisement
Prev
Next

Gold Rate: અચાનક કેમ આવ્યો સોનાના ભાવમાં ઘટાડો? આજे સોનાના ભાવ કેટલે પહોંચ્યા? જાણો લેટેસ્ટ રેટ

Gold Rate Today: આજે શનિવારે 8 માર્ચના રોજ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. દેશના મોટા શહેરોમાં સોના અને ચાંદીનો શું ભાવ છે તે ખાસ જાણો. 

Gold Rate: અચાનક કેમ આવ્યો સોનાના ભાવમાં ઘટાડો? આજे સોનાના ભાવ કેટલે પહોંચ્યા? જાણો લેટેસ્ટ રેટ

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. આ ઉપરાંત હોળી પણ નજીક છે. હોળી પહેલા સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાના ભાવમાં 300 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. દેશના મોટા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 87,150 રૂપિયાની આસપાસ અને 22 કેરેટ ગોલ્ડ 79,800 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યો છે. એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 99,200 રૂપિયાના સ્તરે છે. આજનો સોના અને ચાંદીનો ભાવ જાણો. 

fallbacks

સોનાના ભાવમાં કેમ આવ્યો ઘટાડો
મની કંટ્રોલ હિન્દીના રિપોર્ટ મુજબ સોનાના ભાવમાં ઘટાડાના મુખ્ય કારણો રોકાણકારોની સતર્કતા, અને વૈશ્વિક આર્થિક નીતિઓમાં સંભવિત ફેરફાર છે. ખાસ કરીને અમેરિકાની ટેક્સ નીતિઓમાં સંભવિત ફેરફાર અને મહત્વપૂર્ણ આર્થિક આંકડા, જેમ કે રોજગાર દર અને બેરોજગારી દર, બજારમાં અસ્થિરતા પેદા કરી રહ્યા છે. આ કારણે રોકાણકારોની ધારણ નબળી થઈ રહી છે. જેનાથી સોનાની માંગ ઘટી રહી છે અને કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 

દિલ્હી-મુંબઈમાં સોનાનો ભાવ
દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 80,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો છે. દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 87,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. જ્યારે મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 79,890 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 87,150 રૂપિયા પ્રતિ 10  ગ્રામ પર જોવા મળી રહ્યો છે. 

મહાનગરોમાં સોનાનો ભાવ 22 કેરેટ સોનાનો ભાવ 24 કેરેટ સોનાનો ભાવ
     
દિલ્હી 80,040 87,300
     
ચેન્નાઈ 79,890 87,150
     
મુંબઈ 79,890 87,150
     
કોલકાતા 79,890 87,150
     

ચાંદીનો ભાવ
8 માર્ચના રોજ ચાંદીનો ભાવ 99,200 રૂપિયા પ્રતિ કિલોગ્રામની આસપાસ જોવા મળ્યો. કાલની સરખામણીમાં આજે ચાંદીનો ભાવ લગભગ 100 રૂપિયા ચડેલો જોવા મળ્યો છે. કાલે ચાંદીનો  ભાવ 99,100 રૂપિયા પર હતો. 

કેવી રીતે નક્કી થાય છે કિંમત
ભારતમાં સોનાની કિમત અનેક પરિબળો નક્કી કરે છે. જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારના ટેક્સ અને રૂપિયાની કિંમતમાં ઉતાર ચડાવ. સોનું ફક્ત રોકાણનો રસ્તો નહીં પરંતુ આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ મહત્વનો  ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો સમયે તેની માંગણી વધી જાય છે. 

 (Disclaimer: સ્થળ પ્રમાણે ભાવમાં ફેરફાર હોઈ શકે છે.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More