Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના નેતાઓને સાંભળ્યા બાદ રાહુલ ગાંધીનું મોટું એક્શન, ભાજપ સાથે મળેલા કોંગ્રેસના ગદ્દારોના કાઢી મૂકીશું

Rahul Gandhi Ready To Defeat BJP In 2027 : રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ... ગઈકાલે નેતાઓને સાંભળ્યા અને આજે કહ્યું, કોંગ્રેસના નેતાઓ ભાજપ સાથે મળેલા, કાઢવા પડે તો કાઢીશું, 5% વોટ વધ્યા તો વાત પૂરી
 

ગુજરાતના નેતાઓને સાંભળ્યા બાદ રાહુલ ગાંધીનું મોટું એક્શન, ભાજપ સાથે મળેલા કોંગ્રેસના ગદ્દારોના કાઢી મૂકીશું

Rahul Gandhi In Gujarat : રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસના આજે બીજો દિવસ છે. ત્યારે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાતની જનતાને મોટા આશ્વાસન આપ્યા છે. તેમણે 5% વોટ વધારવાની માંગ કરી છે. તો બીજી તરફ, પોતાના જ પક્ષના શકુનીઓને હાંકી કાઢવાની વાત કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસના કેટલાક નેતા ભાજપ સાથે મળેલા છે. જરૂર પડશે તો 30થી 40 લોકોને કાઢી મુકીશું. 

fallbacks

રાહુલ ગાંધીએ કહ્યું કે, મારી અને કોંગ્રેસ પાર્ટીની શું જવાબદારી છે. ૩૦ વર્ષ થઈ ગયા, અહી અમે સરકારમાં નથી. જ્યારે પણ હું આવુ છું ત્યારે ચર્ચા 2017, 2022, 2027 ચૂંટણી માટે થાય છે, પણ સવાલ ચૂંટણીનો નથી. જ્યાં સુધી આપણી જવાબદારી પૂર્ણ નહીં કરે ત્યાં સુધી ગુજરાતના જનતા ચૂંટણી આપણે નહી જીતી શકાશે. આપણે ગુજરાત જનતા પાસે સત્તા માંગવાની જરૂર નથી. જ્યારે આપણે જવાબદારી સ્વીકારું છે એટલે જનતા તમને મદદ કરશે. 

પોતાના જ પક્ષના નેતાઓ માટે રાહુલ ગાંધીએ કહ્યું કે, ગુજરાત કાંગ્રેસના નેતાઓમાં બે પ્રકારના નેતા છે. એક નેતા જનતા સાથે ઊભા છે, જનતા માટે લડે છે, જનતાની ઈજ્જત કરે છે, જેના દિલમાં કોંગ્રેસ છે. બીજા નેતા એ છે કે જે જનતાની ઈજ્જત નથી કરતા, તેમને મળતા નથી તેમનાથી દુર છે. તેમાથી કેટલાક ભાજપ સાથે મળેલા છે. જ્યાં સુધી આપણે એમને ક્લીયરલી અલગ નહીં કરીએ, ત્યાં સુધી ગુજરાતની જનતા આપણા પર વિશ્વાસ નહીં કરે. ગુજરાતની જનતા વેપારી પ્રજા વિપક્ષ ઇચ્છે છે, બી ટીમ નહી. મારી જવાબદારી છે કે આ લોકોને જુદા કરવા. ગુજરાત કોંગ્રેસે પાસે બ્લોક જિલ્લા કે પ્રદેશ સ્તરે નેતાઓની ઉણપ નથી. ગુજરાતની જનતા જોઇ રહી છે કે કોંગ્રેસ રેસના ઘોડાને લગ્નમાં મોકલી દીધા. આવા લોકોને અલગ તારવવાની મારી જવાબદારી છે ત્યારે લોકો કોંગ્રેસ પર વિશ્વાસ કરશે. જરૂર પડે તો 30-40 લોકોને કાઢી દઈશું. 

સુરતમાં ફરી સામુહિક આપઘાતનો હચમચાવી દેતો કિસ્સો, દેવાનો ચક્કરમાં હોમાયો આખો પરિવાર

ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ રાહુલ ગાંધીના આ નિવેદનને ચીચીયારીઓ પાડી વધાવ્યું હતું. રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, જો આવું થશે તો તોફાનની માફક ગુજરાતની જનતા કોંગ્રેસ સાથે જોડાશે આપણે દરવાજા ખોલવા પડશે. આ પ્રોજેક્ટ ચુંટણી માટે કે એક બે વર્ષ માટેનો નહિ, પરંતું પચાસ વર્ષ માટેનો છે. ગુજરાતે કોંગ્રેસને વિચારધાર આપી છે, તેના પર ચાલવાનું છે. ગુજરાતના નાના વેપારી, હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, સીરામીક ઉદ્યોગ થાકી ગયા છે. તેઓ નવા વિઝનની અપેક્ષા રાખી રહ્યા છે. ૩૦ વર્ષથી તેઓ થાકી ગયા છે. હું એ કહેવા આવ્યો છું કે જનતા સાથે જોડાવવુ પડશે. અમારા નેતાઓએ મારી જાતને પણ કહું છું કે ગુજરાતના લોકોના ઘર સુધી જવું પડશે. આપણે તેમની પાસે જઇ તેમને સાંભળવા પડશે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, વિપક્ષ પાસે ગુજરાતમાં ૪૦ ટકા મત છે. ગુજરાતમાં કોઇપણ સ્થળે ૪૦ ટકા મત કોંગ્રેસના છે. જો કોંગ્રેસના મત 5 ટકા વધે એટલે વાર્તા પુર્ણ. હું આ વાત તમને કરવા આવ્યો છું. તમે કહેશો ત્યાં આવીશ અને ગુજરાતની જનતા સાથે સંબંધ બનાવવા માંગુ છું. હું ગુજરાત કોગ્રેસના બબ્બર શેરના આત્મવિશ્વાસ ને જગાડવા આવ્યો છું.

મહિલા સરપંચની મહેનતથી આ ગામ ગુજરાતના નક્શા પર ચમક્યું, લગાન ફિલ્મથી મળી હતી ઓળખ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More