Gold Rate Today: બજારમાં હાલ સોના અને ચાંદીમાં ભારે ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે. વાયદા બજારમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી છે તો રિટેલ બજારમાં સોનું ગગડ્યું છે. વૈશ્વિક સ્તરે વાત કરીએ તો સોનાના ભાવમાં મજબૂતી જોવા મળી છે. કોમેક્સ પર સોનું $3,280 પ્રતિ ઔંસ પાર પહોંચી ગયું છે. જેમાં આજે $21 ની તેજી જોવા મળી. જેનું મુખ્ય કારણ ચીન અને અમેરિકા વચ્ચે જિયો પોલિટીકલ તણાવ અને અમેરિકામાં વ્યાજ દરો અંગે અનિશ્ચિતતા છે. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કાપની સંભાવનાઓ રોકાણકારો વચ્ચે ચિંતાનો વિષય બનેલી છે. જેના કારણે સેફ હેવન તરીકે સોનાની માંગણી વધી છે.
આજનો સોના ચાંદીનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ આજે 999 શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં 220 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને ભાવ 93,734 રૂપિયા પર પહોંચ્યો છે. જ્યારે છેલ્લા સેશનમાં ભાવ 93,954 રૂપિયા પર ક્લોઝ થયો હતો. ચાંદીમાં 407 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે અને ભાવ 93,718 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ખુલ્યો છે. જે છેલ્લા સેશનમાં 94,125 રૂપિયા પર ક્લોઝ થયો હતો.
#Gold and #Silver Opening #Rates for 05/05/2025
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE
Follow us on Facebook : https://t.co/9tJn571sBM… pic.twitter.com/35w0oG3Lbn
— IBJA (@IBJA1919) May 5, 2025
વાયદા બજારમાં ભાવ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર આજે સોનું લગભગ ₹93,500 પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચ્યુ છે. જે આશરે 1 ટકાની દૈનિક તેજી દર્શાવે છે. છેલ્લા એક મહિનામાં સોનાના ભાવમાં લગભગ 7%ની તેજી જોવા મળી છે. જેનાથી તે રોકાણકારો માટે ફરીથી આકર્ષક વિકલ્પ બન્યું છે.
બીજી બાજુ ચાંદીના ભાવમાં ઉતાર ચડાવ ચાલુ છે. MCX પર ચાંદીનો ભાવ ₹93,000 પ્રતિ કિલોગ્રામ આસપાસ છે. જો કે ઘરેલુ બજારમાં હળવો ઘટાડો જોવા મળ્યો છે. તેનાથી ઉલ્ટું વૈશ્વિક બજારમાં ચાંદીના ભાવમાં લગભગ 0.5% ની તેજી જોવા મળી છે અને કોમેક્સ પર ચાંદી $33 પ્રતિ ઔંસની નજીક પહોંચી છે. ચાંદીના ભાવમાં ઉતાર ચડાવનું મુખ્ય કારણ વૈશ્વિક અનિશ્ચિતતા અને ચાંદીની ઈન્ડસ્ટ્રીયલ માંગણીમાં આવેલી કમી છે. ચાંદીનો ઉપયોગ ઈલેક્ટ્રોનિક્સ, સૌર પેનલ, અને ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં મોટા પાયે થાય છે. આથી માંગમાં ઘટાડાની અસર સીધી કિંમતો પર પડી રહી છે.
સોનાની મજબૂત ચાલ અને ચાંદીમાં અસ્થિરતા વચ્ચે રોકાણકારોએ સતર્કતા વર્તવી જોઈએ. વિશેષજ્ઞોનું માનવું છે કે ફેડની નીતિઓ, વૈશ્વિક તણાવ અને ડોલરની ચાલ આગામી કેટલાક અઠવાડિયામાં કિંમતી ધાતુઓની દિશા નક્કી કરશે. સોનામાં સ્થિર વધારો જોતા લાંબાગાળાના રોકાણકારો તેને પોતાના પોર્ટફોલિયોમાં સામેલ કરી શકે છે.
Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે