Home> Business
Advertisement
Prev
Next

Gold Rate Today: સોનું આજે ફરીથી થયું ધડામ...તમારા શહેરમાં શું છે 24-22 કેરેટ સોનાનો ભાવ? જાણો આજનો લેટેસ્ટ રેટ

Gold Price In Ahmedabad: વાયદા બજારમાં સોનું અને ચાંદી તૂટેલા જોવા મળ્યા છે જ્યારે રિટેલ બજારમાં પણ કાલે તેજી સાથે બંધ થયા બાદ આજે ઘટાડા સાથે સોના અને ચાંદીના ભાવ ખુલતા જોવા મળ્યા છે. જો તમે પણ લેવાનું વિચારતા હોવ તો સોના અને ચાંદીના આજના ભાવ ખાસ જાણો. 

Gold Rate Today: સોનું આજે ફરીથી થયું ધડામ...તમારા શહેરમાં શું છે 24-22 કેરેટ સોનાનો ભાવ? જાણો આજનો લેટેસ્ટ રેટ

સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી છતાં ઘરેલુ વાયદા બજારમાં શુક્રવારે કડાકો છે. ગોલ્ડ MCX પર 600 રૂપિયાથી વધુના કડાકા સાથે જોવા મળ્યું અને  ચાંદી લગભગ એક હજાર રૂપિયા જેટલી તૂટી. MCX પર ગોલ્ડ 614 રૂપિયા તૂટીને 94,775 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ટ્રેડ થઈ રહ્યું હતું. કાલે તે 95,389 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી આ દરમિયાન 967 રૂપિયા તૂટીને 96,859 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ પર આવી ગઈ હતી. જે કાલે 97,826 રૂપિયા પર બંધ થયો હતો. 

fallbacks

રિટેલ બજારમાં સોના ચાંદીના આજના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ના રેટ્સ જોઈએ તો 999 શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં આજે 210 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને ભાવ 95,315 રૂપિયા પર પહોંચી ગયો છે જે કાલે વધારા સાથે 95,525 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદી 1000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને  ભાવ 97,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે જે કાલે વધારા સાથે 98,100 રૂપિયા પર ક્લોઝ થયો હતો. 

કેરેટ પ્રમાણે ભાવ

કેરેટ          ભાવ (1 ગ્રામ)

24 KT              9,532
22 KT              9,303
20 KT              8,483
18 KT              7,721
14 KT              6,148

ગ્લોબલ માર્કેટમાં શું છે રેટ?
અસ્થિર કારોબાર વચ્ચે ગુરુવારે સોનાના ભાવમાં તેજી જોવા મળી. જેને આંશિક રીતે નરમ નોકરીઓના આંકડાનું સમર્થન મળ્યું. હાજર સોનું 0.8% ચડીને પ્રતિ ઔંસ $3,315.73 પર પહોંચી ગયું. જ્યારે અમેરિકી સોના વાયદા 0.6% ના વધારા સાથે  $3,343.90 પર બંધ થયું. 

ગુરુવારે અસ્થિર કારોબારમાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. નરમ નોકરીઓના આંકડાએ તેમાં મદદ કરી. જ્યારે બજાર સહભાગીઓએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મોટાભાગના ટેરિફને રોકનારા કોર્ટ નિર્ણયોને પણ પચાવી લીધા. હાજર સોનું દિશા બદલતા 0.9% ચડીને પ્રતિ ઔંસ $3,318.69 પર પહોંચી ગયું. જ્યારે તેનાથી પહેલાના સત્રમાં તે 20 મે બાદ પોતાના નીચલા સ્તરે પહોંચી ગયું હતું. આંકડાઓથી જાણવા મળ્યું કે ગત સપ્તાહે બેરોજગારી લાભ માટે નવી અરજી કરનારા અમેરિકીઓની સંખ્યા આશા કરતા વધુ રહી. 

Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More