Home> Business
Advertisement
Prev
Next

Gold Rate Today: રેકોર્ડ ઊંચાઈથી ગગડી ગયું સોનું, સોનાના ભાવ ઘટવા પાછળ આ છે મોટું કારણ

14 એપ્રિલ 2025ના રોજ સોમવારે સોનાના ભાવ રેકોર્ડ ઊંચાઈ પરથી ગગડ્યા છે. આ ઘટાડા પાછળ એક મોટું કારણ સામે આવ્યું છે. ચાંદી પણ સસ્તી થઈ છે. 

Gold Rate Today: રેકોર્ડ ઊંચાઈથી ગગડી ગયું સોનું, સોનાના ભાવ ઘટવા પાછળ આ છે મોટું કારણ

રેકોર્ડ ઉંચાઈ પર પહોંચ્યા બાદ સોમવારે એટલે કે 14મી એપ્રિલે સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. સ્પોટ ગોલ્ડ 0.1 ટકા ગગડીને 3,232.45 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું જે 3,245.42 ડોલર પ્રતિ ઔંસના અત્યાર સુધીના સૌથી ઉંચા સ્તરથી નીચે છે. જો કે અમેરિકી વાયદો 0.1 ટકા ચડીને 3,248.20 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયું. ઈન્ડિયન બુલિયન એસોસિએશનના સવારના આંકડા મુજબ ભારતમાં 24 કેરેટ સોનાનો ભાવ 94,030 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 86,194 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. 

fallbacks

કેમ સસ્તું થયું સોનું
આ ઘટાડો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી સ્માર્ટફોન અને કોમ્પ્યુટરને રેસિપ્રોકલ ટેરિફમાંથી છૂટ આપવાના અસ્થાયી નિર્ણય બાદ જોવા મળ્યો. જેનાથી રોકાણકારોની ચિંતા ઘટી અને સુરક્ષિત રોકાણની માંગણી પર અંકૂશ લાગ્યો. 

સીએનબીજી અવાજના રિપોર્ટમાં કેસીએમ ટ્રેડના મુખ્ય બજાર એનાલિસ્ટ ટિમ વોટરરને ટાંકીને કહેવાયું છે કે ડોલરમાં નરમાઇએ સોનાને સહારો આપ્યો છે. પરંતુ ટેરિફ છૂટની જાહેરાતે બજારની ધારણા વધારી છે અને સુરક્ષિત રોકાણની માંગ ઘટી છે. વ્હાઈટ હાઉસ તરફથી પ્રમુખ ટેક્નિકલ પ્રોડક્ટ્સને ટેરિફમાંથી બહાર રાખવાની જાહેરાતે હંગામી રાહત આપી છે. આમ છતાં ટ્રમ્પની અઠવાડિયાના અંતમાં આવેલી ટિપ્પણીઓએ સંકેત આપ્યો કે ટેરિફ રાહત લાંબા સમય સુધી ચાલશે નહીં. જેના કારણે બજારની અનિશ્ચિતતાઓને વધુ પ્રોત્સાહન મળ્યું છે. 

કેટલું મોંઘુ થશે સોનું?
અત્રે જણાવવાનું કે શુક્રવારે (11 એપ્રિલ) અમેરિકા અને ચીન  તણાવ વધવાના કારણે સોનું 3,200 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું હતું. વિશ્લેષકોનું માનીએ તો આગળ વધુ અસ્થિરતાની અપેક્ષા છે. ગોલ્ડમેન સેક્સનું અનુમાન છે કે 2025ના અંત સુધીમાં સોનું 3,700 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે જ્યારે આ અગાઉ તેમનું અનુમાન 3,300 ડોલર હતું. 

શું છે રિટેલ બજારમાં પરિસ્થિતિ
મની કંટ્રોલના રિપોર્ટ મુજબ સોનાના ભાવમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે 14 એપ્રિલના રોજ સોનામાં 100 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. દેશના મોટાભાગના શહેરોમાં સોનું 95,600 રૂપિયા ઉપર જોવા મળી રહ્યું છે જ્યારે ચાંદી 99,900 રૂપિયા પર છે. કાલના ભાવની સરખામણીમાં ાજે 100 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. 

મુખ્ય શહેરોની વાત કરીએ તો દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 87,840 રૂપિયા જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 95,810 રૂપિયા આસપાસ છે. જ્યારે ચેન્નાઈમાં 22 કેરેટ સોનું 87,690 રૂપિયા જ્યારે 24 કેરેટ સોનું 95,660 રૂપિયા છે. મુંબઈમાં 22 કેરેટ સોનું 87,690 રૂપિયા અને 24 કેરેટ સોનું 95,660 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. જ્યારે કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ 85,690 રૂપિયા આસપાસ અને 24 કેરેટ સોનું 95,660 રૂપિયા જેટલું છે. 

કેવી રીતે નક્કી થાય છે સોનાનો ભાવ
ભારતમાં સોનાનો ભાવ અનેક કારણોસર બદલાતો રહે છે. જેમ કે વૈશ્વિક બજારોના ભાવ, સરકારના ટેક્સ, અને રૂપિયાની કિંમતમાં ઉતાર ચડાવ. સોનું ફક્ત રોકાણનો રસ્તો નથી પરંતુ આપણી પરંપરાઓ અને તહેવારોનો મહત્વનો ભાગ છે. ખાસ કરીને લગ્નો અને તહેવારો ટાણે સોનાનો ભાવ વધતો હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More