સોનું પોતાના ઓલટાઈમ હાઈ ભાવ એક લાખ પ્રતિ 10 ગ્રામથી 7000 રૂપિયા નીચે ગગડી ચૂક્યું છે. શુક્રવારે 2 મેના રોજ MCX પર સોનાનો ભાવ લગભગ 93,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો. 22 એપ્રિલના રોજ તેનો ભાવ 1,00,484 રૂપિયા પર પહોંચી ગયો હતો. સ્પોટ ગોલ્ડ એટલે કે સોનાનો હાજર ભાવની વાત કરીએ તો દિલ્હીના શરાફા બજારમાં સોનાનો ભાવ 2 મેના રોજ 1,080 રૂપિયા વધીને 96,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો. ગુરુવારે 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ 2,830 રૂપિયા તૂટીને 95,720 પ્રતિ 10 ગ્રામ થયો હતો.
99.5 ટકા શુદ્ધવાળુ સોનું શુક્રવારે 180 રૂપિયા વધીને 96,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું. ગત કારોબારી સત્રમાં તે 1,930 રૂપિયા ઘટીને 96,170 પ્રતિ 10 ગ્રામ હતું. એવું માનવામાં આવી રહ્યું છે કે સ્થાનિક જ્વેલર્સ તરફથી લેટેસ્ટ માંગણી અને આંતરરાષ્ટ્રીય બજારોમાં મજબૂત વલણને કારણે સોનામાં ફરી તેજી આવી. વૈશ્વિક બજારોમાં હાજર સોનું 23.10 ડોલર એટલે કે 0.71 ટકા વધીને 3,262.30 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યાં મુજબ એલકેપી સિક્યુરિટીઝના વાઈસ પ્રેસિડેન્ટ (રિસર્ચ એનાલિસ્ટ-કોમોડિટી અને કરન્સી) જતિન ત્રિવેદીનું કહેવું છે કે અમેરિકામાં ચાલુ ટ્રેડ ટોક્સ પર સ્પષ્ટતાની કમી અને વધતા ટ્રેન્ડના કારણે માર્કેટ પાર્ટિસિપેન્ટ્સે સોનામાં સોદાની કમીની સ્થિતિને ખતમ કરી છે. તેનાથી તેજીને નવી ગતિ મળી છે. જેના પગલે સુરક્ષિત રોકાણ પ્રત્યે રસ ધીરે ધીરે વધી રહ્યો છે. ત્રિવેદીનું માનવું છે કે આવનારા સત્રોમાં સોનાના 92,000-94,500 રૂપિયાા વ્યાપક દાયરામાં ટ્રેડ થવાની સંભાવના સાથે અસ્થિરતા રહે તેવી સંભાવના છે.
શું તમારે ખરીદવું જોઈએ સોનું?
વિશેષજ્ઞોનું કહેવું છે કે ચાલી રહેલા ટ્રેડ ટોક્સની આસપાસ અનિશ્ચિતતાઓ વચ્ચે સોનાા ભાવમાં નવો ઉછાળો આવવાની શક્યતા છે. જેનાથી ભાવમાં તેજી આવશે. આલમંડ્સ ગ્લોબલના મેનેજિંગ ડાઈરેક્ટર મનોજકુમાર અરોડાએ કહ્યું કે ગત વર્ષે સોનામાં 30 ટકા રિટર્ન મળવા છતાં 2025માં કોમોડિટી તરીકે સોનામાં સારા પ્રદર્શનની આશા છે. 22 એપ્રિલના રોજ સોનાના ભાવ 1 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઉચ્ચ સ્તરે પહોંચી ગયા. ઐતિહાસિક રીતે સોનાએ 2001થી 15% CAGR થી રિટર્ન આપ્યું છે. સોનાના રિટર્ને મોંઘવારીને પણ માત આપી છે અને 1995 બાદથી મોંઘવારીથી 2 ટકાથી 4 ટકા વધુ સારું પ્રદર્શન કર્યું છે. તેમણે કહ્યું કે જિયો પોલિટિકલ તણાવ, ટેરિફ જોખમો, અમેરિકામાં મોંઘવારી સંબંધિત ચિંતાઓને કારણે કેન્દ્રીય બેંકો તરફથી સતત ખરીદીની સાથે સોનાના ભાવ ઊંચા રહે તેવી સંભાવના છે.
ચીને ઝડપથી સોનું ભેગુ કરવાનું ચાલું રાખ્યું, માર્ચ 2025 સુધીમાં ચીન પાસે 2,292 ટન સોનું હતું. અરોડાએ કહ્યું કે દુનિયાભરની કેન્દ્રીય બેંકોએ 2024 સુધીમાં છેલ્લા 3 વર્ષમાં વાર્ષિક 1000 ટન સોનું જોડ્યું છે. માર્ચ 2025 સુધીમાં RBI નું હોલ્ડિંગ 879 ટનના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું.
ટેરિફના પગલે આવી શકનારી મંદી અને મોંઘવારીના જોખમથી સોનામાં તેજી ચાલુ રહે તેવી અનુમાન છે. અરોડાએ કહ્યું કે કેન્દ્રીય બેંકો તરફથી મજબૂત ખરીદી અને ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડાથી ઉપજેલી માંગના બેસિસ પર અમે સોના પર અમારું પોઝિટિવ વલણ યથાવત રાખીએ છીએ. આ ફેક્ટર સોનાને 2025માં સૌથી સારું પ્રદર્શન કરનારી એસેટ્સમાં સામેલ રાખશે. અરોડાએ વધુમાં કહ્યું કે, રોકાકારો ગોલ્ડ ઈટીએફના માધ્યમથી રોકાણ કરવાનું ચાલું રાખી શકે છે. કારણ કે ઈટીએફને ઓછા ખર્ચવાળું રોકાણ ગણવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે