Google Pay Loan : ડિજિટલ વોલેટ ગુગલ પે (GPay) દેશની ઘણી બેંકો સાથે ભાગીદારીમાં પર્સનલ લોન પૂરી પાડે છે. બેંક 30 હજાર રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીની તાત્કાલિક પર્સનલ લોન પૂરી પાડે છે. લોનની મુદત 6 મહિનાથી 5 વર્ષ સુધીની હોય છે. આવી સ્થિતિમાં જો તમે ગુગલ પે પાસેથી લોન લેવાનું વિચારી રહ્યા છો, તો તમારે કેટલું વ્યાજ ચૂકવવું પડશે તે અંગે કેટલીક બાબતો જાણવી જોઈએ. ઉપરાંત, તમે Google Pay દ્વારા લોન માટે કેવી રીતે અરજી કરી શકો છો, તેના વિશે આ લેખમાં જાણીશું.
12 લાખ છોડો, રૂપિયા 19 લાખના CTC પર પણ નહીં ચૂકવવો પડે એક રૂપિયો ટેક્સ
10.50% થી 15% સુધી વ્યાજ
જો તમે Google Pay પરથી લોન લો છો, તો તમારે 10.50% થી 15% સુધીનું વ્યાજ ચૂકવવું પડી શકે છે. વ્યાજ દર ક્રેડિટ સ્કોરના આધારે નક્કી કરવામાં આવે છે. લોન લેવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ છે અને તેમાં કોઈ કાગળ સબમિટ કરવાની જરૂર નથી. લોન લેનાર વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ. તેમજ નિયમિત આવકનો સ્ત્રોત હોવો પણ મહત્વપૂર્ણ છે. EMI તમારા બેંક ખાતામાંથી કાપવામાં આવે છે.
લોન માટે કેવી રીતે અરજી કરવી ?
લોન ચુકવણી પ્રક્રિયા
ગુગલ પે દ્વારા લોનનો માસિક EMI તમારા લિંક કરેલા બેંક ખાતામાંથી સીધો કાપવામાં આવે છે. તેથી દંડ ટાળવા માટે પૂરતું બેલેન્સ રાખવું જરૂરી છે. લોનની અરજી દરમિયાન નિયત તારીખો અને રકમ સાથેનું ચુકવણી શેડ્યુલ જાહેર કરવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે