Home> Business
Advertisement
Prev
Next

મોંઘવારી ઘટાડવા માટે સરકારે લીધો મોટો નિર્ણય, સસ્તું થશે રસોડામાં વપરાતું તેલ! કસ્ટમ ડ્યૂટીમાં ધરખમ ઘટાડો

Edible Oil Custom Duty:  સરકારે મોંઘવારી ઘટાડવા માટે મોટું પગલું ભર્યું છે. હવે ખાવાના તેલમાં  ભાવ ઘટાડવા માટે કસ્ટમ ડ્યૂટી ઘટાડી દીધી છે. જાણો વિગતો. 

મોંઘવારી ઘટાડવા માટે સરકારે લીધો મોટો નિર્ણય, સસ્તું થશે રસોડામાં વપરાતું તેલ! કસ્ટમ ડ્યૂટીમાં ધરખમ ઘટાડો

Edible Oil Price Cut: મે મહિનો ખતમ થતા પહેલા ભારત સરકારે મોંઘવારી ઘટાડવા માટે મોટું પગલું ભર્યું છે અને ખાદ્ય તેલોના ભાવમાં ઘટાડો લાવવા માટે કસ્ટમ  ડ્યૂટી ઓછી કરી છે. કેન્દ્ર સરકારે ક્રૂડ પામ ઓઈલ, ક્રૂડ સોયાબીન ઓઈલ, અને ક્રૂડ સૂરજમુખી તેલ પર લાગતી બેઝિક કસ્ટમ ડ્યૂટી ઘટાડીને અડધી કરી છે. આ અગાઉ આ તેલો પર 20 ટકા ડ્યૂટી લાગતી હતી જે હવે ઘટીને 10 ટકા કરી છે. 

fallbacks

તત્કાળ પ્રભાવથી લાગૂ થયો નિયમ
અત્રે જણાવવાનું કે  ભારત પોતાની ઘરેલુ ખાદ્ય તેલ જરૂરિયાતના 50 ટકાથી વધુ આયાત કરે છે. આ અંગે શુક્રવારે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું અને આ તત્કાળ પ્રભાવથી લાગૂ થયું. ક્રૂડ પામ ઓઈલ, ક્રૂડ સોયાબીન તેલ, અને ક્રૂડ સૂરજમુખી તેલ પર પ્રભાવી આયાત ડ્યૂટી (મૂળ આયાત ડ્યૂટી અને અન્ય ડ્યૂટી) હવે 16.5 ટકા રહેશે. જ્યારે પહેલા તે 27.5 ટકા હતી. રિફાઈન્ડ તેલો પર પ્રભાવી ડ્યૂટી 35.75 ટકા જ રાખવામાં આવી છે. 

રિટેલ ઓઈલના ભાવ ઘટશે
એસઈએ અને ભારતીય વનસ્પતિ તેલ ઉત્પાદક સંઘ (આઈવીપીએ) બંનેએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેઓ સ્થાનિક પ્રોસેસરોને સુરક્ષિત રાખવા માટે ક્રૂડ અને રિફાઇન્ડ ખાદ્ય તેલ વચ્ચે ડ્યુટી તફાવત વધારવાની માંગ કરી રહ્યા છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયના વખાણ કરતા સોલ્વેન્ટ એક્સટ્રેકર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (એસઈએ)ના કાર્યકારી નિદેશક બીવી મહેતાએ કહ્યું કે તેનાથી ઘરેલુ ઉદ્યોગને પોતાની રિફાઈનિંગ ક્ષમતાનો ઉપયોગ કરવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે આ પગલાંથી ખાદ્ય તેલોની રિટેલ કિંમતોને ઘટાડવામા મદદ મળશે. 

ભારત આ 2 દેશોમાંથી આયાત કરે છે પામ ઓઈલ
બીવી મહેતાએ કહ્યું કે રિફાઈન્ડ પામ ઓઈલની આયાત વધુ છે કારણ કે તે ક્રૂડ પામ ઓઈલ કરતા સસ્તું છે. ભારત મલેશિયા અને ઈન્ડોનેશિયાથી પામ ઓઈલની આયાત કરે છે. આઈવીપીએના અધ્યક્ષ સુધાકર દેસાઈએ ક્રૂડ ખાદ્ય તેલ પર મૂળ આયાત ડ્યૂટીને 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરવાના સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે અમે  ક્રૂડ અને રિફાઇન્ડ ખાદ્ય તેલ વચ્ચે ડ્યુટી તફાવત વધારીને 19.25 ટકા કરવાની IVPA ની ભલામણ સ્વીકારવા બદલ સરકારનો આભાર માનીએ છીએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More