દક્ષિણ પશ્ચિમ મોનસૂને અનેક રાજ્યોમાં દસ્તક આપી દીધી છે. જેના કારણે અનેક ઠેકાણે ગાજવીજ સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. આંધી અને વરસાદના કારણે અનેક ભાગોમાં લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી 4-5 દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે. જાણો ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) એ શું એલર્ટ આપ્યું છે?
બાંગ્લાદેશ પર ડિપ્રેશન એરિયા નોર્થ-નોર્થ ઈસ્ટ તરફ આગળ વધવાના અને આગામી 12 કલાકમાં લો પ્રેશર એરિયા નબળું પડવાની શક્યતા છે. પશ્ચિમી વિક્ષેપ મધ્ય અને ઉપલા ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં એક ખાઈ તરીકે જોવા મળી રહ્યો છે. એક સાઈક્લોનિક સર્ક્યુલેશન મધ્ય પાકિસ્તાન અને બીજુ પંજાબ ઉપર બનેલું છે. એક ચક્રવાતી સિસ્ટમ પશ્ચિમી રાજસ્થાન અને બીજી ઉત્તર-પશ્ચિમ યુપી ઉપર સ્થિત છે. દક્ષિણ પશ્ચિમ મોનસૂનની અસર કાશ્મીરથી કન્યાકુમારી સુધી જોવા મળી રહી છે.
પૂર્વોત્તર ભારત હેઠળ અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, અને ત્રિપુરામાં આગામી 7 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર છે. ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 31 મે-1 જૂને ભારે વરસાદની વકી છે. જો દક્ષિણ પ્રાયદ્વિપીય ભારતના વેધરની વાત કરીએ તો કેરળ, કર્ણાટકમાં 31 મે થી 2 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદ પડશે. તમિલનાડુ, પુડુચેરી, આંધ્રના કાંઠા વિસ્તારો, તેલંગણામાં 31મી મેના રોજ વરસાદ પડવાની વકી છે. આ સાથે જ 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ
આઈએમડીએ ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જમ્મુ કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને દિલ્હીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદના એંધાણ છે. યુપી અને રાજસ્થાનમાં 31મે થી 3 જૂન દરમિયાન છૂટા છવાયા ઝાપટા પડશે અને ધૂળની આંધીની પણ શક્યતા છે. આ રાજ્યોમાં 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે. પશ્ચિમ ભારત હેઠળ ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાતમાં વરસાદની વકી છે. પૂર્વી અને મધ્ય ભારત હેઠળ છત્તીસગઢ, ગંગીય પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, મધ્ય પ્રદેશ, બિહારમાં 31 મેથી 1 જૂન દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે. જ્યારે 2-3 જૂનના રોજ 50-60 કિમીથી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
ઉત્તર પશ્ચિમ ભારતમાં તાપમાન ઘટશે
જ્યારે ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાન લગભગ 2-3 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટે તેવી શક્યતા છે. પૂર્વી ભારતમાં આગામી 4 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 3-5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે. મધ્ય ભારતની વાત કરીએ તો આગામી 2 દિવસાં તાપમાન 2-4 ડિગ્રી સેલ્સિયસ વધે તેવી શક્યતા છે.
ગુજરાતમાં હવામાન આગાહી
રાજ્ય હવામાન વિભાગના જણાવ્યાં મુજબ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. છૂટો છવાયો વરસાદ રહી શકે. ઉત્તર- પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહી શકે. દક્ષિણ સૌરાષ્ટ્ર માં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ રહી શકે. માછીમારોને આજથી 1 જૂન સુધી દરિયો ન ખેડવા સૂચના. હાલ અપર એર સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળવાયુ રહી શકે. તાપમાનમાં 1 થી 2 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા. અમદાવાદમાં તાપમાન 39 ડિગ્રી રહેવાની શક્યતા.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં આગામી ચાર દિવસ ગરમી રહેશે. ગરમી સાથે રાજ્યમાં હવાનું જોર પણ રહેશે. 5 થી 9 જૂન વચ્ચે રાજ્યમાં અણધાર્યો વરસાદ રહેશે. રાજ્ય ના વિવિધ વિસ્તાર માં વરસાદી ઝાપટા પડશે. 10 જૂન સુધી મુંબઈ મહારાષ્ટ્ર ના ભાગો માં વરસાદ આવશે. 12 જૂન બાદ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ના ભાગો માં વરસાદ રહેશે. બંગાળ ના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાતાં ગુજરાતમાં સારો વરસાદ આવશે. 18 થી 30 જૂન વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે