Home> Business
Advertisement
Prev
Next

આજે GST કાઉંસિલની બેઠક, ઘર ખરીદનારાઓને મળી શકે છે મોટી રાહત

ઘર ખરીદવું અને બનાવવું સસ્તું થશે. જીએસટી કાઉંસિલની 10 જાન્યુઆરી એટલે કે આજે યોજાનારી મહત્વપૂર્ણ બેઠકમાં હોમ બાયર્સ અને રિયલ એસ્ટેટ સેક્ટરને મોટી રાહત મળી શકે છે. જોકે અંડર કંસ્ટ્રક્શન પ્રોપર્ટી પર જીએસટીને 12 ટકા સ્લેબથી ઘટાડીને 5 ટકા કરવામાં આવી શકે છે. જોકે ડેવલોપર્સને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ફાયદો નહી મળે. જો આમ થાય તો ઘર ખરીદનારાઓને ખૂબ મોટી રાહત મળી શકે છે.

આજે GST કાઉંસિલની બેઠક, ઘર ખરીદનારાઓને મળી શકે છે મોટી રાહત

નવી દિલ્હી: ઘર ખરીદવું અને બનાવવું સસ્તું થશે. જીએસટી કાઉંસિલની 10 જાન્યુઆરી એટલે કે આજે યોજાનારી મહત્વપૂર્ણ બેઠકમાં હોમ બાયર્સ અને રિયલ એસ્ટેટ સેક્ટરને મોટી રાહત મળી શકે છે. જોકે અંડર કંસ્ટ્રક્શન પ્રોપર્ટી પર જીએસટીને 12 ટકા સ્લેબથી ઘટાડીને 5 ટકા કરવામાં આવી શકે છે. જોકે ડેવલોપર્સને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ફાયદો નહી મળે. જો આમ થાય તો ઘર ખરીદનારાઓને ખૂબ મોટી રાહત મળી શકે છે.

fallbacks

જો સરકાર માંગ પુરી કરી દે તો 5 હજાર રૂપિયા સુધી સસ્તી થશે Tvs-Hero ની બાઇક!

સીમેંટ પર અત્યારે નહી ઘટે GST
નાણામંત્રી અરૂણ જેટલીએ તાજેતરમાં જ ઇશારો કર્યો હતો કે ટૂંક સમયમાં સીમેંટને પણ 28% ના સ્લેબથી કાઢીને 18% ટેક્સ સ્લેબમાં લાવવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું હતું કે ગ્રાહકના રૂપે 28% સ્લેબ લગભગ ખત થવાના આરે છે. પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ બેઠકમાં સીમેંટ પર GST ઘટાડવાનો પ્રસ્તાવ નથી.

Budget 2019: મિડલ ક્લાસને મળી શકે છે મોટી ભેટ, PM મોદી પણ કરી ચૂક્યા છે ઈશારો

અને શું છે બેઠકનો એજંડા
જીએસટી કાઉંસિલની 10 જાન્યુઆરીની બેઠકમાં સર્વિસ સેક્ટર, MSME ને પણ મોટી રાહત મળી શકે છે. કાઉંસિલ નાના વેપારીઓ માટે જીએસટી થેસહોલ્ડની લિમિટ 20 લાખ રૂપિયાથી વધારીને 50 લાખ રૂપિયા કરવાની તૈયારી કરી રહી છે. નાના વેપારીઓ અને મેન્યુફેક્ચર્સ માટે કંપોઝિશન સ્કીમની મર્યાદા વધારવાની તૈયારી છે. તેને 1.50 કરોડ સુધી વધારવા પર મોહર લગાવી શકાય છે.

ફક્ત 101 રૂપિયામાં ખરીદી Vivo સ્માર્ટફોન, નવા વર્ષની સૌથી ધમાકેદાર ઓફર

સર્વિસ સેક્ટરને પણ રાહત
સર્વિસ સેક્ટરને પણ કંપોઝિશન સ્કીમનો ફાયદો આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. 50 લાખ રૂપિયા સુધીના ટર્નઓવરવાળા સર્વિસ પ્રોવાઇડરને કંપોઝિશન સ્કીમનો ફાયદો મળી શકે છે. તો બીજી તરફ સ્મોલ સર્વિસ પ્રોવાઇડર માટે 5 ટકા ફ્લેટ જીએસટી લાગૂ કરવાના પ્રસ્તાવ પર પણ મોહર લાગી શકે છે. જોકે તેને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ફાયદો નહી મળે. 

રિટર્ન ફાઇલ કરવામાં પણ છૂટની શક્યતા
નાના વેપારીઓને રિટર્ન ફાઇલ કરવાના મામલે પણ મોટી છૂટ મળવાના અણસાર છે. જોકે જીએસટી કાઉંસિલ હવે ત્રિમાસિકના બદલે વાર્ષિક રિટર્ન ફાઇલ કરવાની મંજૂરી આપી શકે છે. જોકે વેપારીઓને ટેક્સ ત્રિમાસિકના આધારે જ ભરવો પડશે. ઇ-વે બિલના ફર્જીવાડાને રોકવા માટે RFID ટેકનિકનો ઉપયોગ કરવા પણ સહમતિ બનાવી શકાય છે. RFID ડેટાને ઇ-વે બિલ સર્વરની સાથે શેર કરવા પર ચર્ચા થઇ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More