GST અંગે સરકારનું મોટું પ્લાનિંગ છે અને તે હેઠળ મિડલ ક્લાસ તથા ઓછી આવકવાળા લોકોને રાહત મળી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જલદી જીએસટીમાં મોટી રાહત અપાઈ શકે છે. કેન્દ્ર સરકાર જીએસટી રેટ્સમાં કાપ મૂકી શકે છે. એવું કહેવાય છે કે મોદી સરકાર જીએસટી સ્લેબ બદલવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે અને 12 ટકાનો જીએસટી સ્લેબ હવે 5 ટકામાં આવી શકે છે.
12 ટકાની જગ્યાએ 5 ટકા સ્લેબની તૈયારી
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરકાર તરફથી જીએસટી પર એવા સામાનોમાં રાહત મળી શકે છે કે જે ખાસ કરીને મિડલ અને લોઅર ઈનકમવાળા ઘરોમાં ઉપયોગમાં લેવાતી હોય છે તથા 12 ટકા જીએસટી ટેક્સ સ્લેબ હેઠળ આવે છે. સરકાર હવે વિચાર કરી રહી છે કે આવા મોટાભાગના સામાનોને કાં તો 5 ટકાના ટેક્સ સ્લેબમાં ફેરવી શકાય છે કે પછી તેમના પર લાગતા 12 ટકાનો સ્લેબ જ સમાપ્ત કરવામાં આવી શકે છે. નોંધનીય છે કે રોજબરોજમાં ઉપયોગમાં લેવાતો મોટાભાગનો સામાન આ સ્લેબમાં આવે છે.
કપડાંથી લઈને સાબુ થઈ શકે સસ્તા
જીએસટી કાઉન્સિલની આગામી 56મી બેઠકમાં આ અંગે મોટો નિર્ણય લેવાઈ શકે છે અને આ GST Counsil Meet આ મહિને થઈ શકે છે. જો સરકાર તરફથી આ નિર્ણય લેવાય તો અત્યાર સુધી 12 ટકાના ટેક્સ સ્લેબમાં આવતા જૂતા-ચપ્પલ, મીઠાઈ, કપડાં, સાબુ, ટૂથપેસ્ટ અને ડેરી પ્રોડક્ટ્સ જેવા અનેક સામાન સસ્તા થઈ શકે છે.
જીએસટીના ભારતમાં કેટલા સ્લેબ
વર્ષ 2017માં દેશમાં જીએસટી લાગૂ કરાયો હતો અને 1 જુલાઈએ તેના આઠ વર્ષ પૂરા થયા. દેશમાં જીએસટીના દર જીએસટી કાઉન્સિલ દ્વારા નક્કી થાય છે અને તેમાં ફેરફારના કોઈ પણ નિર્ણયમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ પણ સામેલ હોય છે. ભાજપમાં GST Slabs વિશે વાત કરીએ તો હાલ ચાર જીએસટી સ્લેબ છે 5%, 12%, 18% અને 28%. અનાજ, ખાદ્ય તેલ, ખાંડ, સ્નેક્સ, અને મીઠાઈ ઉપરાંત સોના-ચાંદી અને અન્ય તમામ સામાનોને અલગ અલગ કેટેગરી પ્રમાણે આ ટેક્સ સ્લેબમાં રાખવામાં આવ્યા છે.
સરકાર તરફથી પહેલેથી મળી રહ્યા છે સંકેત
જીએસટીના મોરચે મોટી રાહતના સંકેત પહેલેથી સરકાર તરફથી મળી રહ્યા છે. ગત માર્ચ મહિનામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ કહ્યું હતું કે જીએસટી ટેક્સ સ્લેબને તર્કસંગત બનાવવાની પ્રોસેસ પૂરી થયા બાદ જીએસટી રેટ્સમાં હજુ વધુ કાપ આવશે. ત્યારબાદથી જ જીએસટી ટેક્સ સ્લેબ ચેન્જ થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી અને હવે સૂત્રો તરફથી મળેલી જાણકારી મુજબ આગામી કાઉન્સિલ બેઠકમાં આ મોટો નિર્ણય લેવાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે