Indian Billionaires: વર્ષ 2025ના છ મહિના વીતી ચૂક્યાં છે જેમાં એક ભારતીય ઉદ્યોગપતિએ એટલી કમાણી કરી છે કે ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીને પણ ટક્કર આપી છે. વૈશ્વિક બજારમાં છેલ્લાં છ મહિનાથી ઉથલપાથલ ચાલી રહી છે. સારાં એવા ઉદ્યોગપતિઓને ફટકો પડ્યો છે પણ આ ઉદ્યોગપતિની નેટવર્થમાં તો 78%નો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. આ અરબપતિ બીજુ કોઈ નહિ સોલર ઈન્ડસ્ટ્રીઝ ઈન્ડિયાના સહ-સંસ્થાપક અને પ્રેસિડંટ સત્યનારાયણ નુવાલ છે.
સોલર ઈન્ડસ્ટ્રી શેરમાં આ વર્ષે સૌથી વધારે ઉછાળો જોવા મળ્યો
બ્લૂમબર્ગ બિલિયનર ઈન્ડેક્સના રિપોર્ટ અનુસાર તેમની સંપત્તિમાં માત્ર છ મહિનામાં જ 78 પ્રતિશતના વધારા બાદ હવે કુલ સંપત્તિ 7.90 બિલિયન ડોલર થઈ છે. ખાસ બાબત તો એ છે કે તેમની કંપની ડેટોનેટર, એક્સપ્લોસિવ અને એમ્યૂનિશન બનાવે છે જેનું હેડક્વાટર નાગપુર આવેલ છે. સોલર ઈન્ડસ્ટ્રીના શેર 2024માં 45%, જ્યારે 2023માં 54% હતા. આ વર્ષમાં તો લગભગ 81%નો તગડો વધારો જોવા મળ્યો છે.
સુનીલ મિત્તલ અને લક્ષ્મી મિત્તલ પણ આગળ
2025ના છ મહિના સુધીના ડેટાને સરખાવીએ તો સત્યનારાયણની કુલ નેટવર્થ 7.9 અરબ ડોલર છે જેમાં વર્ષના પહેલાં છ મહિના દરમિયાન 78.4 ટકાનો વધારો થયો. આ બાદ સુનીલ મિત્તલના નેટવર્થમાં 27.3 ટકાનો વધારો થતા કુલ સંપત્તિ 30.4 અરબ થઈ છે. તેમના બાદ લક્ષ્મી મિત્તલની સંપત્તિમાં પહેલા છ મહિના દરમિયાન 26.1 પ્રતિશતના વધારાની સાથે કુલ સંપત્તિ 24.8 અરબ ડોલર થઈ ગઈ છે.
ટોપ 10 ભારતીય અબજપતિ
રાહુલ ભાટિયાની સંપત્તિમાં ૨૪.૯ ટકાનો વધારો થયો છે અને તે ૧૦.૮ અબજ ડોલર પર પહોંચી ગઈ છે. બીજી તરફ, મુકેશ અંબાણીની સંપત્તિમાં ૨૧.૯ ટકાનો વધારો થયો છે અને હવે તેમની સંપત્તિ ૧૧૦.૫ અબજ ડોલર પર પહોંચી ગઈ છે. જ્યારે, ગૌતમ અદાણીની સંપત્તિમાં આ વર્ષના પ્રથમ છ મહિનામાં ૮.૫ ટકાનો વધારો થયો છે અને તેમની કુલ સંપત્તિ હવે ૮૫.૪ અબજ ડોલર પર પહોંચી ગઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે