New Policy of Gujarat Government: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા પહેલને વધુ વેગવાન બનાવવાના ધ્યેય સાથે ‘ગુજરાત ખરીદ નીતિ-૨૦૨૪’ જાહેર કરી છે. સરકાર દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છેકે,નવી ગુજરાત પ્રોક્યોરમેન્ટ પોલિસી-૨૦૨૪ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરશે. જોકે, અહીં એ સમજવું જરૂરી બને છેકે, સરકારની આ નવી પોલીસીથી રાજ્યના નાના ઔદ્યોગિક એકમો અને સ્ટાર્ટઅપને કઈ રીતે લાભ થશે. 1 લી એપ્રિલ 2024થી આ નવી પોલીસી ગુજરાતમાં સત્તાવાર રીતે લાગૂ થઈ જશે.
નવી પોલિસીની મુખ્ય વિશેષતાઓ ::
વડાપ્રધાનની વોકલ ફોર લોકના મંત્ર સાથે MSME ઉદ્યોગો, અને મહિલાશક્તિ દ્વારા કાર્યરત ઉદ્યોગો માટે સરકારી ખરીદીમાં ખાસ પ્રોત્સાહનની નેમ આ પોલીસી દ્વારા ગુજરાત સાકાર કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારે જાહેર કરેલી આ નવી ‘ગુજરાત ખરીદ નીતિ-૨૦૨૪’ તા. ૧ એપ્રિલ ૨૦૨૪થી અમલમાં આવશે તેમજ કોઈ સુધારાના સમાવેશ સાથે કે અન્ય વધુ જોગવાઈઓ સાથેની બીજી પોલિસીની જાહેરાત થતાં સુધી આ પોલિસી અમલમાં રહેશે.
આ પોલીસીમાં કોને કોને આવરી લેવાયા?
આ નવી પ્રોક્યોરમેન્ટ પોલિસી રાજ્યના તમામ સરકારી વિભાગો, HODs, જિલ્લા કચેરીઓ, સત્તાવાળાઓ, ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓ/બોર્ડ્સ/નિગમો/સોસાયટીઓ દ્વારા વસ્તુ અને સેવાઓના પ્રોક્યોરમેન્ટને આવરી લેશે.
ઉદ્યોગો માટે હાલ કઈ પોલીસી છે ગુજરાતમાં અમલી?
રાજ્યમાં હાલ ગુજરાત રાજ્ય ખરીદ નીતિ-૨૦૧૬ અમલમાં છે. તેની સફળતા બાદ આ નવી પોલિસી રાજ્યના સૂક્ષ્મ અને નાના એકમો પાસેથી પ્રોક્યોરમેન્ટને પ્રોત્સાહન પૂરું પાડવામાં વધુ ઉપયુક્ત બનશે.
એટલું જ નહીં, નવી ખરીદ નીતિ સૂક્ષ્મ, કુટિર, નાના સાહસો, ખાસ કરીને એસસી/એસટી અને મહિલા ઉદ્યોગસાહસિકોની માલિકીની ખરીદીને પ્રોત્સાહિત કરશે. તેમજ અન્ય સપ્લાયર્સની તુલનામાં ગુજરાત સ્થિત MSEs પાસેથી પણ પ્રોક્યોરમેન્ટને સમર્થન આપશે. તેમજ ગુજરાતના સ્ટાર્ટઅપ્સમાંથી પણ આ પોલિસી અંતર્ગત પ્રોક્યોરમેન્ટને પ્રેરિત કરશે.
નવી પોલીસીથી ગુજરાતીઓને શું લાભ થશે?
કઈ રીતે તૈયાર કરાઈ છે નવી પોલીસી?
આ નવી પોલિસી ઘડતા પહેલા વિવિધ સંસ્થાઓ, ઉત્પાદન એકમો, વિવિધ સંગઠનો, બોર્ડ/કોર્પોરેશન, સરકારી વિભાગો/વિભાગોના વડાઓ (HoDs) દ્વારા પરચેઝ પોલિસીમાં થોડાં ઘણાં ફેરફારો માટે સૂચનો પ્રાપ્ત થયા હતા. રાજ્ય સરકારે પર્ચેઝ પોલિસી ૨૦૧૬માં મેક ઇન ઈન્ડિયા પહેલ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને અને હિતધારકોના તમામ સંબંધિત સૂચનોને સમાવવાનો નિર્ણય લીધો હતો. હવે, આ નવી ‘ગુજરાત ખરીદ નીતિ-૨૦૨૪’ પણ વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના ધ્યેયને સુસંગત બનાવવામાં આવી છે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્ય સરકારે પ્રવર્તમાન ‘ગુજરાત ખરીદ નીતિ-૨૦૧૬’ અંતર્ગત ૨૦૨૨-૨૩ના વર્ષમાં રૂ. ૧.૪૭ લાખ કરોડથી વધુના મૂલ્યની વસ્તુઓ અને સેવાઓની ખરીદી કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે