Home> Gujarat
Advertisement
Prev
Next

ગામ લોકો જેને દારૂ સમજીને લઈ ગયા તે ખતરનાક કેમિકલ નીકળ્યું, 100 પોલીસનો કાફલો દોડતો થયો

Accident News : બનાસકાંઠાના સુઈગામ નજીક મિથેનોલ કેમિકલ ભરેલા ટેન્કરને નડ્યો અકસ્માત... મિથેનોલ કેમિકલ રસ્તા પર ઢોળાતા લોકો દારૂ સમજીને વાસણો ભરીને લઈ ગયા... ખતરનાક કેમિકલ હોવાથી પલીસે ગામડામાં તપાસ આદરી... 
 

ગામ લોકો જેને દારૂ સમજીને લઈ ગયા તે ખતરનાક કેમિકલ નીકળ્યું, 100 પોલીસનો કાફલો દોડતો થયો

Banaskantha News : ગુજરાતના સરહદે આવેલ બનાસકાંઠાના સુઈગામમાં અજીબ કિસ્સો બન્યો હતો. લોકો જેને દારૂ સમજીને લઈ ગયા, હકીકતમાં તે ખતરનાક કેમિકલ નીકળ્યુ. ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા કેમિકલ ન લઈ જવા અને તેનો વપરાશ ન કરવા માટે અપીલ કરવામાં આવી. 

fallbacks

બન્યું એમ હતું કે, ગઈકાલે સાંજે સુઈગામ- ઝઝામ રોડ પર કેમિકલ ભરેલું ટેન્કર પલટાયું હતું. ટેન્કર પલટી માર્યા બાદ જવલનશીલ કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ લાગી હતી. ટેન્કરમાં આગ લાગતા સુઈગામ ઝઝામ હાઇવેને બંને તરફથી વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો. ટેન્કરમાં આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર ફાઇટરે ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાનું શરૂ કર્યુ હતું. ગુજરાતના ગાંધીધામથી ટેન્કર પંજાબના લુધિયાના જતું હતું. ખરાબ રસ્તાના કારણે ટેન્કર પલટયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. જોકે, ટેન્કરમાં આગ લાગ્યા બાદ સદનસીબે જાનહાની ટળી હતી. 

મેવાણી ભાજપનો ખેલ બગાડશે : જેને જવું હતું એ તો ગયા, આ વખતે 26-0 નહીં થવા દઈએ

પરંતુ ટેન્કરમાં આગ લાગતા પહેલા એક મોટી ઘટના ધટી હતી. ટેન્કર પલ્ટી મારતાં તેમાં રહેલુ મિથેલોન પ્રવાહી જમીન પર ઢોળાયું હતું. જેથી આજુબાજુનાં લોકો ત્યાં દોડી આવ્યા હતા. સ્થાનિકોએ આ કેમિકલ ઉપયોગી છે તેવું સમજીને પોતાના વાસણોમાં ભરીને મિથેલોન પોતાના ઘરે લઈ ગયા હતા. પરંતું ટેન્કર પાસે બાકી રહેલા કેમિકલમાં આગ ફાટી નીકળી હતી. જેથી પોલીસ એક્શનમાં આવી હતી. ઝેરી કેમિકલ ઘરે લઈ જવાની બાબતે પોલીસે લોકોને લાગણીસભર અપીલ કરી હતી.

સુઈગામની પોલીસે કેમિકલ વાપરવું નહિ અને તેનાથી બાળકો તેમજ અન્ય લોકોને દૂર રહેવા અપીલ કરી હતી. કેમિકલ લોહીમાં જાય તો મિનિટોમાં માણસનું મૃત્યુ થવાની સંભાવના પોલીસે માહિતી ગામલોકો સુધી પહોંચાડી હતી. લોકોનાં શ્વાસમાં આ કેમિકલ જાય તો પણ મૃત્યુ થવાની સંભાવના પોલીસે વ્યક્ત કરી લોકોને કેમિકલનો નાશ કરવા અથવા પોલીસને પરત કરવા અપીલ કરી હતી.

એક એપ્રિલથી મોંઘી થશે તમારા કામની 800 દવા, આ રહ્યું આખું લિસ્ટ

ઝેરી કેમિકલ કોઈને કામ આવી શકે તેમ નથી તેથી આ કેમિકલ પોલીસને પરત કરવું પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવશે નહિ તેવી પણ પોલીસે અપીલ કરી. માનવજાત માટે ખતરનાક કેમિકલ હોવાથી પોલીસની ટીમો દ્વારા ગામડાઓમાં સર્ચ પણ કરવામાં આવશે.

આમ, થરાદ dysp, દિયોદર dysp, પીએસઆઈ સહિત 100 થી વધુ પોલીસ ઘટના સ્થળે પહોંચી લોકોને કેમિકલથી દુર રાખવા માટેની કામગીરી હાથ ધરી હતી. ગામડાઓમાં પોલીસ આવે તો જે લોકો કેમિકલ લઇ ગયા છે તેમણે પોલીસને કેમિકલ આપી દેવા પોલીસની કરાઈ વિનંતી કરાઈ હતી. 

ગુજરાતના આ જિલ્લાને પાણીદાર બનાવવા સરકારનો મોટો નિર્ણય, ખેડૂતોને મળશે નર્મદાનું જળ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More