Home> Business
Advertisement
Prev
Next

મોજ કરાવતા 'રમકડાં' વેચી ગુજરાતીઓ કરે છે તગડી કમાણી, કપલ ગાદલા લેવા આવતા આવ્યો આઈડિયા

કપલ ગાદલા લેવા આવે ત્યારે હંમેશા અંદરોઅંદર વાત કરીને એકબીજાને પૂછતા કે આ ગાદલાંમાં મજા આવશે કે નહીં? બસ, આજ વાત સાંભળી સાંભળીને ગુજરાતી યુવકે શરૂ કર્યો શરીરસુખ આપતા રમકડાંનો વેપાર. આજે કરે છે લાખોની કમાણી. શાર્ક ટેન્કમાં ચમક્યો ગુજરાતી યુવક.

મોજ કરાવતા 'રમકડાં' વેચી ગુજરાતીઓ કરે છે તગડી કમાણી, કપલ ગાદલા લેવા આવતા આવ્યો આઈડિયા

ઝી બ્યૂરો, અમદાવાદઃ ધંધાની વાત આવે ત્યારે એમાં ગુજરાતીઓને કોઈ ના પહોંચે ભાઈ. એ વાતનો પરચો દુનિયાભરના ધંધામાં કાઠુ કાઢીને ગુજરાતીઓ દુનિયાને અનેકવાર આપી ચુક્યા છે. ત્યારે હવે એક ગુજરાતી યુવકે એવો ધંધો શરૂ કર્યો છેકે, તેમાં કોઈ દિવસ મંદી આવશે જ નહીં. ગુજરાતી કંઈકને કંઈક નવા આઈડિયા લઈને આવતા હોય છે. આવો જ એક નવો આઈડિયા મુંબઈમાં રહેતા એક ગુજરાતી યુવકને આવ્યો અને પછી તો એણે માર્કેટમાં બૂમ પડાવી દીધી. કપલના મોજ-મસ્તી અને મનોરંજન માટે આ યુવક બનાવે છે રમકડાં. રૂમમાં અડકો દડકો રમતા હોવ ત્યારે આ રમકડાં લાગશે કામ. જીહાં શરીરસુખ આપતા રમકડાં બનાવીને ગુજરાતી યુવક કરી રહ્યો છે તગડી કમાણી.

fallbacks

ઉલ્લેખનીય છેકે, હાલમાં 'શાર્ક ટેન્ક'ની ત્રીજી સિઝન ચાલી રહી છે. વળી, તાજેતરમાં જ રણવીર સિંહ પોર્નસ્ટાર ‘જ્હોની સીન્સ’ સાથે સેક્સ્યુઅલ હેલ્થ પ્રોડક્ટ ‘બોલ્ડ કેર’ની જાહેરાતમાં જોવા મળ્યો છે. આની ચર્ચા ચારેકોર થઈ રહી છે. ત્યારે આ ગુજરાતી યુવકે આવા સેક્સ ટોય્ઝનો ધંધો જમાવીને માર્કેટમાં ધૂમ મચાવી છે. બિઝનેસ અંગે આ ધંધાર્થીઓ જણાવે છેકે, અમે ક્યારેય આને સેક્સ ટોય્ઝ તરીકે પ્રેઝન્ટ કે રીફર કરતા નથી. અમારા માટે આ સેક્સ્યુઅલ વેલનેસ છે. અમે સ્પષ્ટ માનીએ છીએ કે જે રીતે દરેક વ્યક્તિ માટે રોટી, કપડાં ઔર મકાન જરૂરી છે, તે જ રીતે દરેક એડલ્ટ વ્યક્તિ માટે આ વસ્તુ એટલી જ જરૂરી છે.

કોરોનાકાળમાં આખી દુનિયા ઘરની ચાર દિવાલ વચ્ચે બંધ હતી ત્યારે આ બિઝનેસનો વિચાર કરવામાં આવ્યો. નીરવે જણાવ્યું છેકે, અમે 2019માં આ બિઝનેસ શરૂ કરવાનું નક્કી કર્યું અને પછી સેક્સ્યુઅલ અવેરનેસના ઇન્ટરનેશનલ ફૅરમાં જવાનું શરૂ કર્યું. ઇન્ડિયામાં બિઝનેસનું માર્કેટ ચકાસ્યા બાદ અમે લાંબો ટાઈમ રિસર્ચ કર્યા પછી જ આ ધંધો શરૂ કર્યો. પહેલાં ગાદલાવાલા નામ આપવામાં આવ્યું, બિઝનેસને બાદમાં તેમાં ઈગ્લિંશ ટચ આપીને તેને ગિઝમોસવાલા કરવામાં આવ્યું. હાલ આ નામ વેલનેસ બિઝનેસમાં ધૂમ મચાવે છે.

'સેક્સ ટોય્ઝ' વેચીને ગુજજુ કરે છે લાખોની કમાણીઃ
આ ગુજરાતીએ સેક્સ્યુઅલ વેલનેસ પ્રોડક્ટ્સનો બિઝનેસ શરૂ કરવાનું નક્કી કર્યું. તમને યાદ હોય તો એકાદ વર્ષ પહેલાં આ ગુજરાતીએ પોતાના બિઝનેસ પાર્ટનર સાથે 'શાર્ક ટેન્ક'માં આવીને ધમાલ મચાવી હતી. શરીરસુખ માટે મોજ કરાવતા રંગીલા રમકડાં બનાવી તેના વેચાણથી આ ગુજરાતી યુવક તગડી કમાણી કરી રહ્યો છે. તેણે જણાવ્યુંકે, તેના ત્યાં આવતા ગ્રાહકોમાં ખાસ કરીને પુરુષો એનલાર્જમેન્ટ પંપ અને સ્ત્રીઓ વાઈબ્રેટર ખરીદવાનું વધારે પસંદ કરે છે. તેથી આ રમકડાંની ડિમાન્ડ સતત વધી રહી છે. પુરુષોની સરખામણીએ મહિલાઓ માટેના પ્રોડ્ક્ટનું પ્રમાણ ખુબ વધારે છે. મોટેભાગે રાત્રે જ આ પ્રોડ્ક્ટ માટેના ઓર્ડર આવતા હોય છે તેવું પણ આ ગુજ્જુ વેપારીએ જણાવ્યું હતું.

કેવી રીતે આવ્યો રંગીલા રમકડાના વેપારનો આઈડિયા?
આ યુવકના પિતાની મુંબઈમાં ગાદલાની દુકાન હતી. તેમના ત્યાં અલગ અલગ વેરાઈટિના ગાદલા મળતા હતા. તેમના ત્યાં મોટે ભાગે નવા નવા લગ્ન થયા હોય તેવા કપલ ગાદલાં લેવા વધારે આવતા હતા. આ કપલ એકબીજા સાથે અંદોરઅંદર વાત કરીને રમૂજ કરતા હતાં. મોટાભાગના કપલ ધીમા અવાજમાં એકબીજાને એમ જ પૂછતા હતા કે આ ગાદલામાં મજા આવશે કે નહીં. ત્યારે વારંવાર ગ્રાહકો પાસેથી આવી વાતો સાંભળીને આ ગુજરાતી યુવકને આવ્યો સેક્સ ટોય્ઝ બનાવીને તેનું વેચાણ કરવાનો આઈડિયા. હાલ આ આઈડિયા હિટ થઈ ગયો છે અને આ યુવક લાખોની કમાણી કરી રહ્યો છે.

શું છે આ ધંધાનું નામ?
આ ગુજરાતી યુવક સાથે તેના અન્ય પાર્ટનર પણ આ ધંધામાં સામેલ છે. આખરે સવાલ એ પણ થાય કે હવે આ ધંધાને કહેવું શું? તો આ ધંધાનું પણ એક ખાસ નામ આપવામાં આવ્યું છે. સેક્સ્યુઅલ વેલનેસ પ્રોડક્ટ્સના બિઝનેસ તરીકે આ ધંધો હવે ધીરે ધીરે માર્કેટમાં પ્રસ્થાપિત થઈ રહ્યો છે. આ ધંધાખી ધૂમ મચાવનારા નીરવ મહેતાએ જણાવ્યુંકે, તેણે પોતાના મિત્રો સાથે મળીને આ મોજ કરાવતા રંગીલા રમકડાંનો ધંધો શરૂ કર્યો છે. આ ગુજરાતીએ ટૂંક જ સમયમાં ‘ગિઝમોસવાલા’ ના નામથી સેક્સ્યુઅલ વેલનેસ બ્રાન્ડ ઊભી કરી છે.

પ્રોડક્ટ જોઈને ગ્રાહક શરમાય નહીં તેવો શેપ આપવામાં આવ્યોઃ
સેક્સ્યુઅલ પ્રોડક્ટ્સના દેખાવ પર ભાર મૂકવામાં આવ્યો. 'પ્રોડક્ટ્સ જોઈને કોઈ મહિલા કે પુરુષને શરમ આવવી જોઈએ નહીં. તેમના મનમાં એવો વિચાર ના આવવો જોઈએ કે મારા વૉર્ડરોબમાં આ પ્રોડક્ટ હશે ને કોઈ જોઈ જાય તો મારે શરમમાં મુકાવવું પડે નહીં. પ્રોડક્ટ જોઈને કોઈને પહેલી નજરે ખબર જ ના પડે કે આ શું છે એ રીતે તેને શેપ આપવામાં આવ્યો.

આ ધંધામાં પણ હોય છે સીઝન!
નવાઈની વાત તો એ છેકે, આ સેક્સ્યુઅલ વેલનેસ પ્રોડક્ટ્સમાં પણ ‘સીઝન’ હોય છે! મોટેભાગે ડિસેમ્બરથી ફેબ્રુઆરી એન્ડ સુધી એટલે કે વિન્ટર સિઝન અમારા માટે પીક સિઝન છે. સામાન્ય રીતે ઓગસ્ટથી દિવાળી સુધીના સમયગાળામાં વેચાણમાં ઘટાડો થતો હોય છે. તે સમયે ધાર્મિક તહેવારો આવતા હોવાથી આ પ્રોડક્સની ડિમાન્ડ થોડી ઓછી હોય છે.

'ગાદલાં પર વાપરી શકાય તેવી પ્રોડક્ટ્સનો બિઝનેસ'
નીરવ મહેતાનાં મમ્મી મહુવા તો પપ્પા રાજુલાના છે, જ્યારે પૂજા નંદી મહેતા મૂળ ભાવનગરના છે અને હાલમાં તેમનાં પેરેન્ટ્સ ત્યાં જ રહે છે. નીરવે જણાવ્યુંકે, મુંબઈમાં અમારે ગાદલાંની દુકાન છે. મેં 20 વર્ષ સુધી આ દુકાનમાં બેસીને ગાદલાં વેચ્યાં. અહીં આવતા કપલ્સની વાતો સાંભળીને મને વિચાર આવ્યો કે હું ગાદલા પર વાપરી શકાય એવી પ્રોડક્ટ બનાવીશ અને તેનું વેચાણ કરીશ. બસ આ રીતે થઈ આ પ્રોડક્ટની શરૂઆત. પહેલાં માત્ર અમે એવું કહેતા હતા અહીં આવતા ગ્રાહકોને કે કેવા ગાદલાં પર સુવાની મજા આવશે, કેવું ગાદલું કેટલું કમ્ફર્ટેબલ રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More