Shah Rukh Khan dances with wife Gauri: જામનગર ખાતે ત્રણ દિવસ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શન ચાલ્યા હતા. આ ત્રણ દિવસના કાર્યક્રમમાં ત્રીજા દિવસે બોલિવૂડના ગાયકોએ પોતાના અવાજના જાદુથી અંબાણી પરિવારના મહેમાનોને ડોલાવ્યા હતા. ત્રીજા દિવસના કાર્યક્રમમાં અરિજિત સિંહ, લકી અલી, શ્રેયા ઘોષાલ, ઉદીત નારાયણ સહિતના કલાકારોએ પર્ફોમન્સ આપ્યું હતું. દરમિયાન બોલીવુડનો રોમાન્સ કિંગ શાહરુખ ખાન પણ પોતાની પત્ની ગૌરી ખાન સાથે રોમેન્ટિક થઈ ગયો હતો.
આ પણ વાંચો: The Great Indian Kapil Show માં વર્ષો પછી સાથે જોવા મળશે કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર
સ્ટેજ પર જ્યારે ઉદીત નારાયણ એ શાહરુખ ખાનની ફિલ્મ વીર ઝારાનું ગીત મે યહાં હું.... ગાવાની શરૂઆત કરી કે સ્ટેજની નીચે શાહરુખ ખાન પોતાની પત્ની સાથે રોમેન્ટિક ડાન્સ કરવા લાગ્યો.
શાહરુખ ખાન પ્રીતિ ઝિન્ટા અને રાની મુખર્જીની ફિલ્મ વીર ઝારાનું ગીત મેં યહાં હું ઉદીત નારાયણ એ ગાયું હતું. સ્ટેજ પરથી પણ ઉદીત નારાયણ એ આ ગીત ગાવાની શરૂઆત કરી કે શાહરુખ ખાન પોતાની પત્ની સાથે ડાન્સ કરવા લાગ્યો. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે. સામાન્ય રીતે શાહરુખ ખાન બોલીવુડની અદાકારો સાથે જ રોમેન્ટિક ડાન્સ કરતા જોવા મળે છે પરંતુ આ વખતે તે પોતાની પત્ની સાથે ડાન્સ કરતો જોવા મળ્યો. સાથે જ ગોરી ખાન પણ શાહરુખ ખાનની સાથે ઠુમકા લગાવતી જોવા મળી.
આ પણ વાંચો: Yodha Trailer: સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ યૌદ્ધાનું ટ્રેલર રિલીઝ, જુઓ તમે પણ
વાયરલ ક્લિપમાં જોવા મળે છે કે ઉદિત નારાયણ મે યહાં હું... ગીત ગાઈ રહ્યો છે અને નીચે શાહરુખ ખાન અને ગૌરી ખાન રોમાંટિક ડાંસ કરે છે. શાહરુખ ખાને સફેદ રંગની પઠાની પહેરી છે અને ગૌરી ખાને ડાર્ક બ્યુ લહેંગો પહેર્યો છે. શાહરુખ ખાન ડાન્સ કરે છે અને ગૌરી ખાન પણ તેની સાથે ડાન્સ કરવા લાગે છે.
આ પણ વાંચો: OTT પર રિલીઝ થશે પરિણીતી-દિલજીતની ફિલ્મ Chamkila, જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ
ગૌરી ખાનને આ રીતે મનમુકીને ડાન્સ કરતા ભાગ્યે જ કોઈએ જોઈ હશે. શાહરુખ ખાન અને ગૌરી ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સને પણ આ વીડિયો ખૂબ પસંદ પડી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે