Home> Business
Advertisement
Prev
Next

Petrol-Diesel Rate: 1 નવેમ્બરે પેટ્રોલ-ડીઝલ સસ્તું કેમ ન થયું? પેટ્રોલિયમ મંત્રીએ જણાવ્યું કારણ

તાજેતરમાં તમામ મીડિયા રિપોર્ટ્સમાં 1 નવેમ્બરથી ઓઈલના ભાવમાં 40 પૈસા પ્રતિ લીટર સુધીના કાપની વાત કરાઈ હતી. સૂત્રો તરફથી એવો પણ દાવો હતો કે પેટ્રોલ ડીઝલના ભાવમાં લીટરે 2 રૂપિયા સુધીનો ઘટાડો થશે અને તેને અલગ અલગ તબક્કામાં લાગૂ કરાશે. પરંતુ એક નવેમ્બરથી પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થવાથી લોકોને ઝટકો લાગ્યો છે. 

Petrol-Diesel Rate: 1 નવેમ્બરે પેટ્રોલ-ડીઝલ સસ્તું કેમ ન થયું? પેટ્રોલિયમ મંત્રીએ જણાવ્યું કારણ

Petrol-Diesel Price: પેટ્રોલ-ડીઝલના ભાવ પાંચ મહિનાથી પણ વધુ સમયથી એક જ સ્તર પર સ્થિર છે. આ દરમિયાન ક્રૂડ ઓઈલના ભાવમાં રેકોર્ડ લેવલનો ઘટાડો નોંધાયો પરંતુ આમ છતાં ઘર આંગણે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. તાજેતરમાં તમામ મીડિયા રિપોર્ટ્સમાં 1 નવેમ્બરથી ઓઈલના ભાવમાં 40 પૈસા પ્રતિ લીટર સુધીના કાપની વાત કરાઈ હતી. સૂત્રો તરફથી એવો પણ દાવો હતો કે પેટ્રોલ ડીઝલના ભાવમાં લીટરે 2 રૂપિયા સુધીનો ઘટાડો થશે અને તેને અલગ અલગ તબક્કામાં લાગૂ કરાશે. પરંતુ એક નવેમ્બરથી પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થવાથી લોકોને ઝટકો લાગ્યો છે. 

fallbacks

રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન ખુબ નુકસાન થયું
હવે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓને ડીઝલ પર હજુ પણ ચાર રૂપિયા પ્રતિ લીટરનું નુકસાન થઈ રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે પેટ્રોલ પર કંપનીઓનો માર્જિન સકારાત્મક થયો છે. પુરીને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડા બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં કાપ વિશે પૂછવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે સરકારી ઓઈલ કંપનીઓને રશિયા યુક્રેન યુદ્ધ દરમિયાન ખુબ નુકસાન થયું છે. 

નુકસાન બદલ સહાયતા માંગવામાં આવશે
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે તેમનું મંત્રાલય ત્રણ રિટેલ ઈંધણ વિક્રેતાઓ- ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) ને થયેલા નુકસાન બદલ સહાયતાની માંગણી કરશે. આ કંપનીઓએ મોંઘવારીને પહોંચી વળવામાં સરકારની મદદ માટે રશિયા-યુક્રેન યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ ખુબ મોંઘુ થઈ ગયું હતું છતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધાર્યા નહતા. 

આ વીડિયો પણ જુઓ...

19,000 કરોડથી વધુની ખોટ
કિંમતોમાં કાપ વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, 'ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMC) ને હજુ પણ ડીઝલ પર ખોટ છે.' હાલ ડીઝલ પર લગભગ 27 રૂપિયા પ્રતિ લીટર છે. પરંતુ વાસ્તવિક કેશ ખોટ લગભગ 3-4 રૂપિયા પ્રતિ લીટર છે. 3 રિટેલ ઈંધણ વિક્રેતાઓને એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં 19,000 કરોડ રૂપિયાથી વધુની શુદ્ધ ખોટ ગઈ છે. એવો અંદાજો છે કે આ કંપીઓને સપ્ટેમ્બર ત્રિમાસિકમાં પણ નુકસાન થશે. (ઈનપુટ ભાષામાંથી પણ)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More