EC to announce Gujarat election dates today Live Updates : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાતને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. આજે વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત થશે. બપોરે 12 વાગ્યે ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે કેન્દ્રીય ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ કરશે. જેમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થશે.
ગુજરાતમાં 2 તબક્કામાં મતદાન થવાની શક્યતા છે. નવેમ્બરના અંતમાં અથવા ડિસેમ્બરમાં મતદાનની શક્યતા જોવામાં આવી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મતગણતરી 8 ડિસેમ્બરે યોજાઈ શકે છે.
Election Commission to hold a press conference today to announce the schedule of the Gujarat Assembly elections
— ANI (@ANI) November 3, 2022
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કેન્દ્રીય ચૂંટણી પંચ 3 નવેમ્બરે (આજે) બપોરે 12 વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2017ની જેમ બે ચરણોમાં યોજાઈ શકે છે. નવેમ્બર અંત અથવા ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર મતગણતરી 8 ડિસેમ્બરે થશે.
>
એવું માનવામાં આવે છે કે પ્રથમ તબક્કાનું મતદાન 30 નવેમ્બર અથવા 1 ડિસેમ્બરે યોજાશે તેવું કહેવામાં આવી રહ્યું છે. આ સિવાય બીજા તબક્કાનું મતદાન 4 અથવા 5 ડિસેમ્બરે થઈ શકે છે. ગુજરાતની ચૂંટણીની મતગણતરી 8મી ડિસેમ્બરે થવાની શક્યતા છે.
મહત્વનું છે કે, ચૂંટણી પંચે અગાઉ હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોની જાહેરાત કરી હતી. ત્યારબાદ રાજકીય પાર્ટીઓ ભાજપ પર પ્રહાર કરી રહી છે કે આગામી તમામ રેલીઓને ધ્યાનમાં રાખીને પંચે હજુ સુધી અહીં તારીખો જાહેર કરી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે