Stock market news: શેર બજારમાં હાહાકાર મચી ગયો છે. ઈન્વેસ્ટરો સમજી રહ્યાં નથી કે શું કરવું? કારણ આજે ભારતીય શેર બજારમાં કડાકો થયો છે. રિલાયન્સ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ઈન્ફોસિસ, એચસીએલ ટેક જેવા શાનદાર સ્ટોક 10 ટકા સુધી તૂટી ગયા છે. એક ઝટકામાં ઈન્વેસ્ટરોના 19 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. આખરે શું કારણ છે કે કોવિડ બાદ બજારમાં આટલો મોટો ઘટાડો થયો છે? શું આ ઘટાડો રોકાશે કે આગળ પણ હજુ વધુ કડાકો થશે. જો તમે પણ ઈન્વેસ્ટર છો તો આ સવાલોના જવાબ શોધી રહ્યાં હશો. આવો જાણીએ બજારમાં ઘટાડા પાછળના 5 મોટા કારણ... સાથે આગળ શું થશે...
વૈશ્વિક સ્તર પર વેચવાલી
ટ્રમ્પના ટેરિફ આતંકને કારણે વિશ્વભરના બજારોમાં વેચવાલી થઈ છે. ટ્રમ્પ વહીવટીતંત્રે તેની ટેરિફ યોજનાઓમાંથી પીછેહઠ કરવાના કોઈ સંકેતો દર્શાવ્યા નથી. તેની અસર આજે ભારતીય બજાર પર પણ પડી છે.
બજારમાં મંદીની ચિંતા વધી
ટ્રમ્પ વહીવટીતંત્રે 180 થી વધુ દેશો પર લાદવામાં આવેલા વ્યાપક ટેરિફ પર કડક વલણ અપનાવ્યું છે. આનાથી બજારની અસ્થિરતા અને ચિંતામાં વધારો થયો છે, અને ઝડપી વાટાઘાટોના સાનુકૂળ પરિણામની આશાઓ છીનવાઈ ગઈ છે. તેના કારણે અમેરિકા સહિત વિશ્વભરના દેશોમાં મંદીનું જોખમ વધી ગયું છે. નિષ્ણાતો માને છે કે વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ભારતીય બજારોમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે.
આ પણ વાંચોઃ શું ભારત પણ અમેરિકા પર લગાવશે જવાબી ટેરિફ, આવી ગયો સરકારનો જવાબ, તમે પણ જાણો
મોંઘવારી વધવાનો ખતરો
માર્કેટ એક્સપર્ટનું માનવું છે કે ટ્રમ્પના ટેરિફથી દુનિયાભરમાં મોંઘવારી વધશે, જેનાથી કોર્પોરેટ નફામાં ઘટાડો કરશે. તેનાથી કંપનીઓની કમાણી ઘટશે. એટલું જ નહીં આ ગ્રાહકોની ભાવના પર નકારાત્મક અસર કરશે અને આર્થિક વિકાસ પર બોઝ બનશે.
વિદેશી ઈન્વેસ્ટરોએ ફરી વેચવાલી શરૂ કરી
ગયા મહિને ખરીદદારો બન્યા પછી, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) એ એપ્રિલમાં ફરી એકવાર ભારતીય શેરો વેચવાનું શરૂ કર્યું. આ મહિને અત્યાર સુધી (શુક્રવાર સુધી), FPIs એ રોકડ સેગમેન્ટમાં ₹13,730 કરોડની ભારતીય ઇક્વિટી વેચી છે, જે વૈશ્વિક અર્થતંત્ર પર ટ્રમ્પ ટેરિફની અસર અંગે વધતી અનિશ્ચિતતાને પ્રતિબિંબિત કરે છે. આના કારણે બજારમાં ઘટાડો પણ વધ્યો છે.
શું કહે છે માર્કેટ એક્સપર્ટ?
શેર માર્કેટ એક્સપર્ટ સિદ્ધાર્થ કુંઆવાલાએ કહ્યુ કે માર્કેટની સ્થિતિ સુધરવામાં સમય લાગશે કારણ કે ટેરિફના વાદળ ભારતીય બજારો પર છવાયેલા છે. જો ઈન્વેસ્ટર લાંબા ગાળા માટે રોકાણ કરવા ઈચ્છે છે તો આ યોગ્ય સમય છે. ટ્રમ્પ ટેરિફની સૌથી વધુ અસર ઓટો સેક્ટર પર જોવા મળી શકે છે. માર્કેટ એક્સપર્ટ અયોધ્યા પ્રસાદ શુક્લાએ કહ્યુ કે ભારતીય બજારને સેટલ થવા માટે 2થી ત્રણ મહિનાનો સમય લાગી શકે છે. અમેરિકાના ટેરિફની અસર બધા સેક્ટર પર જોવા મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે