Bangkok Trip: લગ્ન પહેલા યુવક-યુવતી પોતાના મિત્રો સાથે બેચલર પાર્ટી પ્લાન કરે છે. જો છોકરાઓની બેચલર પાર્ટીની વાત હોય તો અને વિદેશ પ્રવાસ જેટલાક સક્ષમ મિત્રો હોય તો તેઓ લગ્ન પહેલા એકલા બેંગકોક જવાનું પસંદ કરે છે. છોકરાઓ બેંગકોક જાય તેની પાછળ ખાલી એક જ કારણ જવાબદાર નથી. છોકરાઓ બેંગકોક અન્ય કારણોથી પણ જવાનું પસંદ કરે છે. આજે તમને એ કારણો વિશે જણાવીએ.
આ પણ વાંચો: કોરિયન ગ્લાસ સ્કિનનું સીક્રેટ, ફરમેન્ટ કરેલા ચોખાનો બનાવો ફેસપેક, વધશે ત્વચાની રંગત
નાઈટલાઈફ
બેંગકોકના પટપોંગ અને ખાઓ સૌન રોડ નાઈટ માર્કેટ, નાઈટ ક્લબ અને સ્ટ્રીટ ફૂડ માટે ફેમસ છે. અહીં છોકરાઓ ઓછા ખર્ચે પાર્ટી અને શોપિંગ કરી શકે છે. બેંગકોકમાં અલગ અલગ જગ્યાએ લાઈવ મ્યુઝિક ડેસ્ટિનેશન, ગોગો બાર અને કેબરે પણ થાય છે.
આ પણ વાંચો: આ રાયતું બનાવશો તો થેપલા-પરોઠા સાથે શાક નહીં બનાવવું પડે, સ્વાદ પણ દાઢે વળગી જાય એવો
ઓછા ખર્ચે રહેવાની જગ્યા
બેંગકોકમાં બજેટ અનુસાર ગેસ્ટહાઉસ, હોટલ મળી જાય છે. મિત્રો સાથે પાર્ટી કરવા માટે છોકરાઓને રોકાવા માટે સસ્તી જગ્યાઓ પણ મળી જાય છે.
આ પણ વાંચો: ડુંગળીના રસ સાથે આ વસ્તુ ત્યાં લગાડો જ્યાંથી વાળ ખરી ગયા હોય, કાળા વાળ ઉગવા લાગશે
સસ્તામાં મળે છે ખાવાનું અને ડ્રિંક્સ
બેંગકોકમાં બજેટની અંદર ખાવા-પીવા માટેના ઘણા ઓપ્શન મળે છે. અહીં સ્ટ્રેટ ફૂડ, લોકલ રેસ્ટોરન્ટ અને બાર હોય છે જ્યાં ઓછા ખર્ચે ખાવાપીવાનું મળે છે.
આ પણ વાંચો: મોટાભાગના લોકો ફ્રીજમાં દૂધ રાખવામાં કરે છે ભુલ, જાણો ફ્રીજની કઈ જગ્યા દૂધ માટે છે
સરળતાથી મળે છે વીઝા
થાઈલેન્ડમાં ભારતીય નાગરિકો માટે ઈ-વીઝા સર્વિસ શરુ કરી છે. ઈ-વીઝા લઈને થાઈલેન્ડ ફરવું સરળ છે. આ સુવિધાથી વિદેશ ફરવા પહેલા વીઝાને લઈને થતી સમસ્યાથી બચી જવાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે