Home> Business
Advertisement
Prev
Next

G7 દેશો વચ્ચે ઐતિહાસિક કરાર, Google-Facebook જેવી કંપનીઓ પર પડશે મોટી અસર

લંડનમાં થયેલી બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ બ્રિટનના નાણામંત્રી ઋષિ સુનક (Rishi Sunak) એ કહ્યું કે, 'G-7 સમૂહના દેશોના નાણામંત્રીઓએ ગ્લોબલ ટેક્સ સિસ્ટમમાં સુધાર કરવા માટે ઐતિહાસિક કરાર પર સહમતિ વ્યક્ત કરી દીધી છે.

G7 દેશો વચ્ચે ઐતિહાસિક કરાર, Google-Facebook જેવી કંપનીઓ પર પડશે મોટી અસર

લંડન: USA, બ્રિટન સહિત G7 સમૂહના તમામ દેશો એક ઐતિહાસિક ડીલ (Historical Agreement) કરવા જઈ રહ્યા છે. આ ડીલ ગૂગલ, એપ્પલ, ફેસબુક, જેવી મલ્ટિનેશનલ કંપનીઓ પર ઊંચા વૈશ્વિક કર અંગે છે. જે હેઠળ આ કંપનીઓ પર 15 ટકા કોર્પોરેટ ટેક્સ લગાવવામાં આવશે. તમામ દેશો વચ્ચે આ અંગે સહમતિ બની ગઈ છે અને ડીલ પર 11થી 13 જૂન વચ્ચે કોર્નવાલ (Cornwall) માં હસ્તાક્ષર થશે. 

fallbacks

અનેક વર્ષોથી ઉઠતી હતી માગણી
ગેઝેટ્સ 360 ડિગ્રીમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ લંડનમાં થયેલી બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ બ્રિટનના નાણામંત્રી ઋષિ સુનક (Rishi Sunak) એ કહ્યું કે, 'G-7 સમૂહના દેશોના નાણામંત્રીઓએ ગ્લોબલ ટેક્સ સિસ્ટમમાં સુધાર કરવા માટે ઐતિહાસિક કરાર પર સહમતિ વ્યક્ત કરી દીધી છે. બ્રિટન લાંબા સમયથી ટેક્સમાં આ સુધારાની માગણી કરી રહ્યું હતું. જેનાથી બ્રિટનના કરદાતાઓને મોટું ઈનામ મળશે. આ સાથે જ એ સુનિશ્ચિત પણ થશે કે તમામ કંપનીઓ યોગ્ય સ્થળ પર જ કરની ચૂકવણી કરે.'

સરકારની આ 3 યોજનામાં થઈ રહી છે બંપર કમાણી, તમારા પૈસા પણ રહેશે 100% સુરક્ષિત

કંપનીઓએ પર્યાવરણ પર થનારી અસર જણાવવી પડશે
જી7 દેશોના નાણામંત્રીઓ વચ્ચે એ મુદ્દે સહમતિ બની ગઈ છે કે હવે કંપનીઓએ તે પર્યાવરણ અસરો અંગે પણ જણાવવું પડશે જેની પાછળ તેઓ જવાબદાર છે. જેથી કરીને રોકાણકારો સરળતાથી નિર્ણય લઈ શકે કે તેમને એ કંપનીઓને ફંડિંગ કરવાનું છે કે નહીં. અત્રે જણાવવાનું કે જી7 સમૂહમાં બ્રિટન, અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટાલી અને જાપાન છે. 

G7 Cornwall માં લાગશે મહોર
નાણામંત્રીઓની આ બેઠક જી7ના નેતાઓના વાર્ષિક શિખર સંમેલન પહેલા થઈ. આ કરાર પર જી7ની શિખર બેઠકમાં મહોર લાગશે. શિખર સંમેલન બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સનની અધ્યક્ષતામાં કોર્નવાલ (Cornwall)માં 11-13 જૂન સુધી યોજાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More