ઝી મીડિયા/મહેસાણા :હાલ રાત્રિ કરફ્યૂ યથાવત છે છતાં ખુદ ભાજપના સત્તાધીશો જ નિયમોનો સરેઆમ ભંગ કરતા દેખાય છે. આવામાં વીસનગરના ભાજપ પ્રમુખનો વીડિયો સામે આવ્યો છે. જેમાં નેતા પુત્રએ કોરોનાના નિયમોના ધજાગરા ઉડાડ્યા છે. જેનો વીડિયો વાયરલ થયો છે. લોકો હાલ આ વીડિયો જોઈ નેતા પુત્ર પર ફિટકાર વરસાવી રહ્યાં છે.
મહેસાણના વીસનગર શહેર ભાજપ પ્રમુખના પુત્રનો વીડિયો વાયરલ થયો છે. શહેર ભાજપના પુત્ર સાગર પટેલના જન્મદિવસનો વીડિયો સામે આવ્યો છે. સાગર પટેલ શહેર ભાજપના પુત્ર વિજય પટેલનો પુત્ર છે. તેણે સોસાયટીમાં કેક કાપી જાહેરમાં નિયમો તોડી ઉજવણી કરી હતી. 3 જૂને જાહેરમાં બર્થડે જાહેરનામાનો ભંગ કર્યો છે. ત્યારે આ મામલે
વીસનગર શહેર પોલીસે જાહેરનામાં ભંગનો ગુનો નોંધ્યો છે.
#ViralVideo આ કેટલું યોગ્ય? શું વિસનગર શહેર ભાજપ પ્રમુખના પુત્રને નથી નડતો કોરોના? મોડી રાત્રે કોરોનાના નિયમોના ધજાગરા ઉડાડતા ભાજપ પ્રમુખના પુત્રનો વીડિયો વાયરલ....@BJP4Gujarat @GujaratPolice #BJP #ZEE24Kalak pic.twitter.com/OEDTablUVc
— Zee 24 Kalak (@Zee24Kalak) June 6, 2021
સાગર પટેલ જાણીતા ગાયક કલાકાર પણ છે. રાત્રિ કરફ્યૂમાં સાગર પટેલે તલવારથી અનેક કેક કાપી હતી. સાથે જ તલવારને હાથમાં ફેરવી હતી. ત્યારે હવે આ મામલે આગળ શુ કાર્યવાહી થાય છે તે જોવુ રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે