Home> Business
Advertisement
Prev
Next

હોમ લોન લઈ ઘર ખરીદવું કે ભાડે રહેવું? તમારા માટે કયો છે ફાયદાનો સોદો! અહીં સમજો સમગ્ર ગણિત

હોમ લોન લઈને ઘર ખરીદવું અને ભાડા પર રહેવું બંનેના પોતાના ફાયદા અને ગેરફાયદા છે. તમારા માટે કયો વિકલ્પ વધુ સારો છે તે તમારા વ્યક્તિગત સંજોગો, નાણાકીય પરિસ્થિતિ અને લાંબા ગાળાની યોજનાઓ પર આધાર રાખે છે.
 

હોમ લોન લઈ ઘર ખરીદવું કે ભાડે રહેવું? તમારા માટે કયો છે ફાયદાનો સોદો! અહીં સમજો સમગ્ર ગણિત

Renting vs Buying a House:  સામાન્ય રીતે દરેક લોકોનું સપનું હોય છે કે પોતાનું એક ઘર હોય. પરંતુ આજના સમયમાં અમદાવાદ, સુરત, રાજકોટ જેવા મોટા શહેરોમાં ઘરના ભાવ આસમાને પહોંચી ગયા છે. લોકો ઘર લેવા માટે હોમ લોનનો સહારો લેતા હોય છે. પરંતુ ઘણીવાર કોઈ ગણતરી કર્યા વગર મોંઘુ ઘર ખરીદે છે અને પછી લોનના હપ્તા ચુકવવામાં સમસ્યા આવે છે. ભારતમાં ઘર ખરીદવાનો નિર્ણય પણ લાગણી સાથે જોડાયેલો છે. આજના યુગમાં ઘર-ફ્લેટ ખરીદવો થોડો સરળ છે. કારણ કે ઘરની કુલ કિંમતનો મોટો હિસ્સો બેંકમાંથી લોનમાં જોવા મળે છે. લોકો અહીં-ત્યાં ડાઉન પેમેન્ટ માટે માથાપચ્ચી કર્યા કરે છે. પરંતુ શું લોન લઈને ઘર ખરીદવાનો નિર્ણય યોગ્ય છે?

fallbacks

આજે અમે તમને સમજાવવાની કોશિશ કરીશું કે કેવી રીતે લોન લઈને ઘર-ફ્લેટ ખરીદવો એ નફાકારક સોદો નથી અને લોન લઈને ઘર ખરીદવા કરતાં ભાડા પર રહેવું વધુ સારું રહેશે. નાણાકીય રીતે તમે તમારી જાતને મૂલ્યાંકન કરી શકો છો કે તમારા માટે શું ફાયદાકારક છે. સામાન્ય રીતે જ્યારે લોકો લોન લઈને ઘર ખરીદે છે ત્યારે તેઓ EMI સાથે જોડાયેલા રહે છે.

ભાવનાત્મક રીતે નિર્ણય ન લો-
દેશમાં મોટાભાગના લોકો 2BHK ફ્લેટ ખરીદે છે, ખાસ કરીને મેટ્રો શહેરોમાં, આ ટ્રેન્ડ છે. ચાલો માની લઈએ કે 2BHK ફ્લેટની કિંમત લગભગ 40 લાખ રૂપિયા છે. જેમાં ઘણીવાર ખરીદદારો 15% ડાઉન પેમેન્ટ કરે છે એટલે કે 5 થી 6 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ તરીકે આપવામાં આવે છે. આ પછી સ્ટેમ્પ ડ્યુટી, નોંધણી ચાર્જ અને બ્રોકરેજ અલગથી વસૂલવામાં આવે છે. એટલું જ નહીં, નવું ઘર ખરીદવા પર તેઓ ઘણીવાર નવું ફર્નિચર અને ડેકોરેશનની વસ્તુઓ પણ ખરીદે છે, જેના પર એક અંદાજ મુજબ તેઓ 4 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરે છે. જો તમે ડાઉન પેમેન્ટ અને આ ખર્ચ ઉમેરી દો તો લોકો હાઉસ-વોર્મિંગ પહેલા 10 લાખ રૂપિયા સુધી અલગથી ખર્ચ કરે છે.

ચાલો એક ઉદાહરણથી સમજીએ...
લગભગ 40 લાખ રૂપિયાનો ફ્લેટ ખરીદવા માટે, કોઈ વ્યક્તિ 5 લાખ રૂપિયાનું ડાઉન પેમેન્ટ કરે છે અને બેંકમાંથી 35 લાખ રૂપિયાની લોન લે છે. અત્યારે ક્રેડિટ સ્કોર સારો હોય તો 9 ટકા વ્યાજ દરે હોમ લોન મળે છે. 9% વ્યાજ પર, 20 વર્ષ માટે રૂ. 35 લાખની હોમ લોન પર રૂ. 31,490ની EMI વે છે. આ સિવાય તમારે ડાઉન પેમેન્ટ અને અન્ય વસ્તુઓ પર લગભગ 10 લાખ રૂપિયા ખર્ચવા પડશે.

આ પણ વાંચોઃ મારો પગાર 50 હજાર રૂપિયા છે... ઘર ખરીદું કે કે ભાડે રહું? તમે પણ જાણી લો....

તમે ભાડા પર રહેશો, તો તમે આટલું રોકાણ કરી શકશો-
હવે બીજી પરિસ્થિતિ જોઈએ. જો તમે એ જ ફ્લેટ ભાડા પર લો છો (Flate on Rent), તો તમને દર મહિને સરળતાથી 15,000 રૂપિયા મળશે. જો આ રીતે જોવામાં આવે તો દર મહિને તમારી પાસે બચત માટે 16 હજાર રૂપિયાથી વધુ બચત થશે. 

ઘર ખરીદવાના ફાયદા અને ગેરફાયદા
ફાયદા- સ્થિરતા અને સુરક્ષા, પ્રોપર્ટીની કિંમતમાં વધારો થવાથી ફાયદો, ભવિષ્યમાં ભાડાની ચિંતા નહીં
ગેરફાયદા- ડાઉન પેમેન્ટ અને EMIનો ભારે બોજ, મિલકતની જાળવણી ખર્ચ, શહેર બદલવામાં મુશ્કેલી
ભાડા પર રહેવાના ફાયદા અને ગેરફાયદા

ફાયદા- ઓછા ખર્ચ, EMI જેવી કોઈ મોટી જવાબદારી નહીં, નોકરી કે શહેર બદલવામાં સરળતા, બાકીના પૈસા અન્ય રોકાણોમાં રોકવાની તક
ગેરફાયદા: દર વર્ષે ભાડું વધી રહ્યું છે, મિલકત પર કોઈ માલિકી હક્ક નથી, ભાડા પર રહેવાની અસ્થિરતા

એક્સપર્ટ શું કહે છે?
ઝેનિથ ફિનસર્વના સ્થાપક અનુજ કેસરવાની એક ઉદાહરણ આપે છે કે, રાજે 2016માં 43 લાખ રૂપિયાનું ઘર ખરીદ્યું અને 20 વર્ષની લોન પર 8.5% વ્યાજ ચૂકવ્યું. કુલ ખર્ચ (વ્યાજ સહિત) ₹80 લાખ થયો. જ્યારે એ જ ઘર ખરીદવાને બદલે, વિજયે દર મહિને ₹25,000નું ભાડું ચૂકવ્યું અને 12%ના વાર્ષિક વળતર સાથે બાકીના નાણાં મ્યુચ્યુઅલ ફંડ્સ (SIP)માં રોકાણ કર્યા.

પરિણામ એ આવ્યું કે 13 વર્ષ અને 5 મહિનામાં વિજય પાસે રોકડમાં ઘર ખરીદવા માટે પૂરતા પૈસા હતા, જ્યારે રાજ હજુ પણ EMI ચૂકવતો રહેશે.

આ પણ વાંચોઃ 1 રૂપિયો ખર્ચ કર્યા વગર PPF પર દર વર્ષે કમાઈ શકો છો ₹2,88,842 નું વ્યાજ, જાણો

ઘર ખરીદવું કે ભાડે રહેવું સારું ?
જો તમે કોઈ શહેરમાં કાયમી ધોરણે સ્થાયી થવાનું વિચારી રહ્યા છો અને EMI બોજ સહન કરવા સક્ષમ છો, તો ઘર ખરીદવું એ એક સારો નિર્ણય હોઈ શકે છે. જો તમે નોકરી બદલવા અથવા શહેર બદલવાનું વિચારી રહ્યા છો, તો ભાડા પર રહેવાનું યોગ્ય રહેશે. આખરે આ નિર્ણય સંપૂર્ણપણે તમારી વ્યક્તિગત, કારકિર્દી અને નાણાકીય પ્રાથમિકતાઓ પર આધારિત છે.

ઘર લેવા કરતાં SIP માં રોકાણ કરો તો
ઓછી મહેનતે વધુ વળતર આપવાના સંદર્ભમાં SIP એક સારું સાધન માનવામાં આવે છે. SIP માટે 10 થી 12 ટકા વળતર સામાન્ય છે. જો તમે 12% વળતર સાથે SIPમાં 20 વર્ષ માટે દર મહિને 16,000 રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને 20 વર્ષ પછી લગભગ 1.60 કરોડ રૂપિયા મળશે. જ્યારે તમે 20 વર્ષમાં લગભગ 38 લાખ રૂપિયાનું રોકાણ કરશો. SIP ના કિસ્સામાં, 15% વળતર એ મોટી વાત નથી. જો તમે આવી SIPમાં પૈસા રોકો છો, તો 20 વર્ષ પછી તમારી પાસે લગભગ 2.42 કરોડ રૂપિયાનું ફંડ તૈયાર થઈ જશે. આ ઉપરાંત, દર મહિનાની EMI સિવાય  તમારી પાસે રોકાણ કરવા માટે 10 લાખ રૂપિયાની એક સામટી રકમ પણ છે, જે તમે ડાઉન પેમેન્ટ અને પેપરવર્ક પર ખિસ્સામાંથી ખર્ચ કરવાના હતા. જો તમે આ 10 લાખ રૂપિયાનું એકસાથે રોકાણ કરો છો, તો 20 વર્ષ પછી તે પણ મોટી રકમ બની જશે. 20 વર્ષમાં 12 ટકા વાર્ષિક દરે આ રોકાણ લગભગ 97 લાખ રૂપિયા અને 15 ટકાના દરે 1.64 કરોડ રૂપિયા થશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More