Home> Business
Advertisement
Prev
Next

Bank Holiday in August : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ

Bank Holiday in August : હવે ઓગસ્ટ આવવામાં થોડા જ દિવસો બાકી છે. આવતા અઠવાડિયાથી ઓગસ્ટ મહિનો શરૂ થઈ રહ્યો છે. ઓગસ્ટમાં વિવિધ પ્રસંગોએ બેંકો 15 દિવસ બંધ રહેશે. ત્યારે આ લેખમાં અમે તમને આખા મહિનાની રજાઓનું લિસ્ટ જણાવીશું. 

Bank Holiday in August : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ

Bank Holiday in August : ઓગસ્ટ મહિનો આવતા શુક્રવારથી શરૂ થશે. આ મહિનામાં દેશનો સ્વતંત્રતા દિવસ આવે છે. આ સાથે રક્ષાબંધન અને કૃષ્ણ જન્માષ્ટમી સહિત ઘણા તહેવારો પણ આવશે. આ લેખમાં અમે તમને જણાવી રહ્યા છીએ કે આ મહિનામાં કયા દિવસોમાં બેંક બંધ રહે છે. જેથી તમે તમારા કામ અગાઉથી પૂર્ણ કરી શકો અને છેલ્લી ઘડીએ તમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.

fallbacks

ઓગસ્ટમાં બેંકો 15 દિવસ બંધ રહેશે!

ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા જાહેર કરાયેલ બેંક રજા કેલેન્ડર મુજબ, આ મહિનામાં લગભગ અડધા મહિના માટે બેંકો બંધ રહી શકે છે. જો કે, આ રજાઓ બધા રાજ્યોમાં સમાન નથી. કેટલીક રજાઓ રાજ્ય-વિશિષ્ટ હોય છે, જ્યારે કેટલીક રાષ્ટ્રીય રજાઓ તરીકે માન્ય હોય છે. 

આ મહિને સ્વતંત્રતા દિવસ

આ મહિને 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની રજા છે. આ દિવસે દેશભરમાં બેંકો બંધ રહેશે. આ ઉપરાંત આ મહિને સિક્કિમના તેન્ડોંગ લ્હો રમ ફાટ તહેવાર, રક્ષા બંધન/ઝુલન પૂર્ણિમા, પારસી નવું વર્ષ, જન્માષ્ટમી, મહારાજા વીર બિક્રમ કિશોર માણિક્ય બહાદુરનો જન્મદિવસ, ગણેશ ચતુર શંકર બહાદુરનો જન્મદિવસ, ગણેશ ચતુર દેવનો જન્મ દિવસે રજા છે. 

બેંકો ક્યારે અને ક્યાં બંધ રહેશે ?

  • 8 ઓગસ્ટ, 2025ના રોજ, સિક્કિમમાં ટેન્ડોંગ લ્હો રમ ફાટને કારણે બેંકો બંધ રહેશે.
  • 9 ઓગસ્ટ, 2025ના રોજ ગુજરાત, મધ્યપ્રદેશ, ઓડિશા, ઉત્તરાખંડ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં રક્ષાબંધન અને ઝૂલન પૂર્ણિમાના કારણે બેંકો બંધ રહેશે.
  • 13 ઓગસ્ટ, 2025ના રોજ, મણિપુરમાં દેશભક્તિ દિવસના કારણે બેંકો બંધ રહેશે.
  • 15 ઓગસ્ટ, 2025ના રોજ સ્વતંત્રતા દિવસના કારણે સમગ્ર ભારતમાં બેંકો બંધ રહેશે.
  • 16 ઓગસ્ટ, 2025ના રોજ, જન્માષ્ટમી/કૃષ્ણ જયંતિના કારણે ગુજરાત, મિઝોરમ, મધ્યપ્રદેશ, ચંદીગઢ, તમિલનાડુ, ઉત્તરાખંડ, સિક્કિમ, તેલંગાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, જમ્મુ, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, મેઘાલય, શ્રીનગર અને આંધ્રપ્રદેશમાં બેંકો બંધ રહેશે.
  • 19 ઓગસ્ટ, 2025ના રોજ, મહારાજા વીર બિક્રમ કિશોર માણિક્ય બહાદુરના જન્મદિવસના કારણે મણિપુરમાં બેંકો બંધ રહેશે.
  • 25 ઓગસ્ટ, 2025ના રોજ, શ્રીમંત શંકરદેવની પુણ્યતિથિના કારણે આસામમાં બેંકો બંધ રહેશે.
  • 27 ઓગસ્ટ, 2025ના રોજ, ગણેશ ચતુર્થીના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર, બેંગ્લોર, ઓડિશા, તમિલનાડુ, તેલંગાણા, ગોવા અને આંધ્રપ્રદેશમાં બેંકો બંધ રહેશે.
  • 28 ઓગસ્ટ, 2025ના રોજ, ઓડિશામાં નુઆખાઈ અને ગોવામાં ગણેશ ચતુર્થી (બીજા દિવસે)ના કારણે બેંકો બંધ રહેશે.

આ ઉપરાંત મહિનામાં, બેંકો દર મહિનાના બીજા અને ચોથા શનિવારે પણ બંધ રહે છે. તેથી કુલ 15 દિવસ બેંકો બંધ રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More