નવી દિલ્હીઃ શું તમે પણ ધનવાન બનવા ઈચ્છો છો? તો તમારે ઝેરોધાના સહ-સંસ્થાપક અને સીઈઓ નીતિન કામથની રોકાણ ટિપ્સ પર ધ્યાન આપવું જોઈએ. નીતિન કામથે જણાવ્યું કે મિડલ ક્લાસે ધનવાન બનવા માટે શું કરવું જોઈએ. તેમણે કહ્યું કે ધનવાન બનવા માટે કોઈ શોર્ટકટ હોતો નથી. તે માટે તમારે ધૈર્ય અને અનુશાસનની જરૂર પડે છે. લોકો માટે મીડિયમ વર્ગની જાળથી નીકળવું મુશ્કેલ થઈ જાય છે.
કામથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું- 'મને લોકો હંમેશા સ્ટોક ટિપ્સ કે એવી વસ્તુ પૂછે છે, જે તેને ધનવાન બનાવી દે, પરંતુ સત્ય એ છે કે ધનવાન બનવા માટે કોઈ શોર્ટકટ નથી. તે માટે સારી આદતો અને ધૈર્ય જોઈએ. તેમણે આગળ કહ્યું કે લોકોએ તે વસ્તુ ન ખરીદવી જોઈએ, જેની તેને જરૂર નથી. અને લોન લઈને તો બિલકુલ નહીં.'
I often get asked for a stock tip, something that will make people rich. 😬
Unfortunately, there are no shortcuts to getting rich. It takes good habits and patience. Things like buying stuff you don't need, or worse, borrowing to buy them. The other big one is not having health… pic.twitter.com/qWYaDuhZKe
— Nithin Kamath (@Nithin0dha) April 10, 2025
મિડલ ક્લાસ ટ્રેપ શું છે?
કામથે 'Zero1byZerodha' નો એક વીડિયો શેર કર્યો, જ્યાં પ્રતીક સિંહ સમજાવે છે કે કેમ લોકો 'ખૂબ મહેનત કરો, નોકરી મેળવો, લોન લો, ઘર ખરીદો અને દેખાડાની વસ્તુમાં પૈસા ઉડાવો'ના ચક્રવ્યૂહમાં ફસાઈ રહ્યાં છે. સિંહ તેને બેકાર સલાહ ગણાવે છે અને કહે છે કે તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ હોય છે. તેમના પ્રમાણે, સમસ્યાનું મૂળ તે છે કે લોકો માત્ર પોતાનો પગાર ખર્ચ કરવા માટે જુવે છે, ન બચત કે રોકાણ માટે.
આ પણ વાંચોઃ ₹1700 પાર જઈ શકે છે આ શેર, અત્યારે દાવ લગાવશો તો થશે 137% ટકા સુધી ફાયદો
મિડલ ક્લાસ ટ્રેપમાંથી કઈ રીતે નીકળે?
1. પોતાના ખર્ચ ઘટાડો અને રોકાણ શરૂ કરો. દર મહિનાના ખર્ચ લખો. ખોટા ખર્ચ ઘટાડી તેમાંથી માત્ર 1 ટકા પૈસા કાઢો અને તેને કોઈ ઈન્ડેક્સ ફંડ જેમ કે ટૂલમાં રોકાણ કરો.
2. ઈમરજન્સી ફંડ બનાવો. ઓછામાં ઓછા 6 મહિનાના ખર્ચ બરાબર પૈસા બચત કરો. જો તમારો મહિનાનો ખર્ચ 30,000 છે તો 1.8 લાખ જમા કરો જેથી નોકરી જતી રહે તો તમે આરામથી રહી શકો.
3. હેલ્થ ઈન્શ્યોરન્સ જરૂર લો. આજકાલ હોસ્પિટલના બિલ આસમાને પહોંચી રહ્યાં છે. તેવામાં હેલ્થ ઈન્શ્યોરન્સ વગર જોખમ ન લો.
4. લાલચમાં ન પડો, અનુશાસિત રહો. જલ્દી રિટર્ન મેળવવાના ચક્કરમાં પૈસા બરબાદ ન કરો. નિયમિત રોકાણ કરો અને પૈસાને સમય સાથે વધવા દો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે