Home> Gujarat
Advertisement
Prev
Next

RSS નેતા સંજય જોશીને બર્થડે વિશ કરવું ગુજરાતના નેતાને ભારે પડ્યું, ભાજપે માંગ્યું રાજીનામું

BJP Gujarat : ગઢડા તાલુકા ભાજપ પ્રમુખને ‘હેપી બર્થ ડે’ કહેવું ભારે પડ્યું... RSSના નેતા સંજય જોષીને FB પર જન્મદિવસની શુભેચ્છા પાઠવતાં રાજીનામાંની સૂચના... બોટાદમાં રાજકારણ ગરમાયું
 

RSS નેતા સંજય જોશીને બર્થડે વિશ કરવું ગુજરાતના નેતાને ભારે પડ્યું, ભાજપે માંગ્યું રાજીનામું

Gujarat Politics : ભાજપમાં આંતરિક કકળાટ ચારેતરફ ફેલાયો છે. ત્યારે આ વચ્ચે બોટાદના ગઢડા તાલુકામાં ત્રણ મહિના પહેલા જ નિયુક્ત થયેલા ભાજપ પ્રમુખ પાસેથી એકાએક રાજીનામું માંગી લેતા રાજકારણ ગરમાયું છે. ચર્ચા છે કે, આ પ્રમુખે સંઘના નેતા સંજય જોશીને જન્મદિવસની શુભેચ્છાઓ મોકલતા તેમનું રાજીનામું માંગી લીધું છે. 

fallbacks

બન્યું એમ હતું કે, બે દિવસ પહેલા અચાનક જ બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલે તાલુકા ગઢડા તાલુકા પ્રમુખ પ્રકાશ સાંકળિયાનું રાજીનામું માંગી લીધું હતુ. પ્રકાશ સાંકડિયા હજી ત્રણ મહિના પહેલા જ ગઢડા તાલુકા ભાજપ પ્રમુખના પદે બિરાજ્યા હતા. બીજી તરફ, હાઈકમાન્ડ તરફથી તેમને રાજીનામાનું કોઈ સ્પષ્ટ કારણ આપવામાં આવ્યું ન હતું. 

કચ્છના રણમાં ભૂલો પડ્યો એન્જિનિયર, 100 લોકોએ મળીને શોધખોળ કરી તો પાંચમે દિવસે લાશ મળ

ત્યારે અચાનક વાત ચર્ચામાં આવી કે, પ્રકાશ સાંકડળિયાએ સંઘ અને ભાજપના નેતા સંજય જોષીને તેમના જન્મદિવસ નિમિતે ચાર દિવસ પૂર્વે ફેસબુક પર હેપ્પી બર્થ ડે કહીને તસવીરો સાથેની શુભેચ્છા પાઠવી હતી. જેને કારણે તેમનું રાજીનામું લઈ લેવાયું છે. ત્યારે સમગ્ર મામલે બોટાદ ભાજપમાં ચર્ચાસ્પદ બની રહ્યો છે કે, આખરે કેવી રીતે ગઢડા તાલુકા ભાજપ પ્રમુખને સંજય જોશીને ‘હેપી બર્થ ડે’ કહેવું ભારે પડ્યું અને પદ ગુમાવવું પડ્યું. 

હાલ આ ઘટનાને પગલે બોટાદ ભાજપ ચર્ચાનું કેન્દ્ર બન્યુ છે. બીજી તરફ પ્રકાશ સાંકળિયાએ પોતે પાર્ટી વિરુદ્ધ કંઈ પણ કર્યુ ન હોવાનું કહેતા રાજીનામું ધરી દેવાની વાતનો ઈન્કાર કર્યો હતો. 

જોકે, સંઘના નેતા સંજય જોશીને જન્મદિવસ વિશ કરવા જેવી સામાન્ય બાબત પર ભાજપ રાજીનામું માંગી તે ચર્ચાને કારણે બોટાદમાં કાનાફૂસી શરૂ થઈ ગઈ છે. 

આજથી વાવાઝોડા જેવા પવન સાથે આવશે વરસાદ, ગુજરાત માટે પરેશ ગોસ્વામીએ કરી આ આગાહી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More