Home> Business
Advertisement
Prev
Next

દિલ્હી પહોંચી દેશની સૌથી આધુનિક ટ્રેન T-18, જોવો સુંદર તસવીરો

T-18ને હવે ટ્રાયલ માટે મુરાદાબાદ સેક્શન પર મોકવામાં આવશે. 

દિલ્હી પહોંચી દેશની સૌથી આધુનિક ટ્રેન T-18, જોવો સુંદર તસવીરો

નવી દિલ્હી: દેશમાં સૌથી સુદર અને આધુનિક રેલગાડી T-19 નવી દિલ્હી  પહોંચી ગઇ છે. રાજધાનીમાં એન્જીન વિના દોડનારી આ ટ્રેનની રાહ જોવાઇ રહી હતી. નવી દિલ્હીમાં લફદરગંજ સ્ટેશન પર ટી-18 સામે આવી ગઇ હતી. ટ્રેન પરથી જ જેવી જ રીતે કવર હટાવામાં આવ્યા હતા, તો ત્યા હાજર લોકોએ તેની સુંદરતાને કેમેરામાં કેદ કરી હતી. હવે તેને ટ્રાયલ માટે મુરાદાબાદ સેક્શન પર મોકવામાં આવાશે. Train 18 શનિવારે સવારે ઇન્ટીગ્રલ કોટ ફેક્ટ્રી ચેન્નાઇથી દિલ્હી માટે રવાના થઇ હતી.   

fallbacks

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત પહેલી ટ્રેન 
ટી-18 દેશની અત્યાધુનિક ટ્રેનમાં સામેલ થઇ છે, જેમાં મેક ઇન ઇન્ડિયા અંતર્ગત બનાવામાં આવી છે. દેશમાં અલગ-અલગ વિસ્તારોમાં ટ્રાયલ કરવામાં આવશે. આ ટ્રેનને ચેન્નાઇની ઇટીગ્રલ ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવી છે. ટી-18 અત્યારે રેલવેની સંશોધન સંસ્થા RDSOની આધીન છે. અને આરડીએસઓને અધિકારી જ અધુનિક મશીનો અને ટેકનોલોજીના માધ્યમથી આ ગાડીનું પરીક્ષણ કરશે.

fallbacks

વધુ વાંચો...રૂપિયો 67 પૈસા મજબૂત, એક વર્ષના તળીયે પહોચ્યું ક્રુડ ઓઇલ

100 કિલોમીટરના ટ્રેક પર થશે ટ્રાયલ 
ટ્રેન-18ને દિલ્હી પહોચાડ્યા બાદ રેલવેના સીનિયર ઓફિસર દ્વારા તેનુ નિરિક્ષણ કરાશે. ત્યાર બાગ આ ગાડીને આગળ ટ્રાયલ માટે મોકલવામાં આવશે. અત્યારે ટ્રેન 18 રેલવેના શોધ સંસ્થાપક RDSO ના અધિકારીઓએ નજર હેઠળ છે. આ અધિકારીઓ આધુનિક મશીનો અને ટેકનોલોજી દ્વારા ટ્રેનના પરીક્ષણ કરશે. જેનો પહેલો ટ્રાયલ મુરાદાબાદથી સહારનપુરની વચ્ચે પહેલા ચરણમાં આશરે 100 કિમીના ટ્રેક પર થશે. આશા રાખવામાં આવી રહી છે,કે ટ્રાયલ પૂરી થયા બાદ પહેલી ટ્રેન દિલ્હીથી ભોપાલના રૂટ પર 15 ડિસેમ્બરથી ચલાવામાં આવશે.

fallbacks

ટ્રેનના બે રીતે થશે ટ્રાયલ 
Train 18 દેશમાં મેક ઇન ઇન્ડિયાને અનુરૂપ પહેલી ટ્રેન છે. સૂત્રો અનુસાર દેશના બે અલગ-અલગ વિસ્તારોમાં આ ગાડીની ટ્રાયલ કરવામાં આવશે. સૌથી પહેલા આ ગાડીનો ટ્રાયલ મુરાદાબાદથી સહારનપુર વચ્ચે કરવામાં આવશે. આ ટ્રાયલમાં ટ્રેનની સ્પિડ સૌથી વધારે રાખવામાં આવી હતી.  પરંતુ આ ગાડી ખરાબ રસ્તાઓ પર કેવી પ્રતિક્રિયા આપે છે. ગાડીમાં બ્રેક લગાવવાથી કેટલો ઝટકો લાગે છે.

મેટ્રોની જેવી જ આધુનિક છે ટી-18
ટી-18 ટ્રેનમાં 16 ડબ્બા રાખવામાં આવશે. દરેક 4 ડબ્બા એક સેટમાં રાખવામાં આવશે. ટ્રેન સેટ થવાની સાથે જ આ ગાડીમાં બંન્ને બાજુએ એન્જીન આપવામાં આવ્યા છે. એન્જીન પણ મેટ્રોની જેમ નાની જગ્યામાં જ આપવામાં આવ્યા છે. એવામાં એન્જીનની બાકી જગ્યામાં આશરે 44 જેટલા યાત્રીઓ પ્રવાસ કરી શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More